Tel Aviv, તા.૯
ઈઝરાયેલમાં વડાપ્રધાન નેતન્યાહુની સત્તા જોખમમાં છે ત્યારે ઈરાન સાથે યુદ્ધ અંગે અનિશ્ચિતતા ચાલી રહી છે. જોકે, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે રવિવારે જણાવ્યું કે ઈરાન સાથે લડાઈ હજુ ખતમ નથી થઈ. સાથે તેમણે દાવો કર્યો કે ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાના પ્રયત્નો હજુ પણ ચાલુ જ છે.સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે કહ્યું કે, ગયા વર્ષથી અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કરવા છતાં તેના પરમાણુ હથિયારો બનાવવાના પ્રયત્નો હજુ ચાલુ છે. ઈઝરાયેલ માટે વાસ્તવિક જોખમ હવે ઊભું થયું છે. દરમિયાન ઈઝરાયેલની ચેનલ ૧૨એ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મોસાદે ૨૭ ઓક્ટોબરે ઈઝરાયેલમાં મતદાન પહેલાં જ ઈરાન પર હુમલા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમેરિકાને આ ઓપરેશનની માહિતી મળી જતાં તેણે તેને અટકાવી દીધું હતું.દરમિયાન ઈઝરાયેલના વિપક્ષના નેતા ગાદી આઈસનકોટે સેનાને ચેતવણી આપી છે કે નેતન્યાહુ પાસે કોઈ જનાદેશ નથી, તેથી સેનાએ તેમની ‘રાજકીય જરૂરિયાતો’ માટે યુદ્ધમાં ઉતરવું જોઈએ નહીં. જોકે, પૂર્વ સેના પ્રમુખ આઈસનકોટે અત્યાર સુધી ગાઝા, હિઝબુલ્લા કે ઈરાન પર હુમલાની નેતન્યાહુની યુદ્ધ સંબંધિ નીતિઓનું મોટાભાગે સમર્થન જ કર્યું છે.

