Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»દેશનિકાલ નીતિ વધુ કડક હોવાનો Trumpનો સ્વીકાર
    આંતરરાષ્ટ્રીય

    દેશનિકાલ નીતિ વધુ કડક હોવાનો Trumpનો સ્વીકાર

    Vikram RavalBy Vikram RavalNovember 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૯

    અમેરિકાની મધ્યસત્રની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મળેલા પરાજય બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન નીતિ અંગે પોતાના વલણમાં ફેરફારના સંકેત આપ્યા છે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમની સરકારની દેશનિકાલ નીતિ કદાચ જરૂર કરતાં વધુ કડક હતી. સાથે જ તેમણે ડેમોક્રેટ્‌સ સાથે ઇમિગ્રેશનના મુદ્દે સમજૂતી કરવાની તૈયારી પણ દર્શાવી છે.

    સીબીએસના જાણીતા કાર્યક્રમ ’૬૦ મિનિટ્‌સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીની ચૂંટણીમાં થયેલી હાર પાછળ દેશનિકાલની કડક નીતિ પણ એક કારણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ નીતિ કદાચ વધુ પડતી કડક હતી. જોકે, ડેમોક્રેટ્‌સ સાથે કઈ રીતે સમજૂતી કરવામાં આવશે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ વિગતો આપી નહોતી.

    ટ્રમ્પે ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા હત્યારાઓ અને ડ્રગ્સના વેપારીઓને દેશમાંથી બહાર કાઢવાની નીતિનું સમર્થન કર્યું હતું. જોકે, તેમણે એવા ઇમિગ્રન્ટ્‌સને અમેરિકામાં રહેવાની છૂટ આપવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી, જેઓ સારી રીતે કામ કરે છે, હોટેલ, લેન્ડસ્કેપિંગ સહિતના વ્યવસાયોમાં રોજગારી આપે છે અથવા કરે છે અને કરવેરો પણ ભરે છે.

    ટ્રમ્પના નિવેદન વચ્ચે તેમની સરકારની કડક ઇમિગ્રેશન નીતિના મુખ્ય ઘડવૈયા સ્ટીફન મિલરને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકને લઈને ડેમોક્રેટિક નેતા ચક શૂમરે ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતાં કહ્યું કે એક તરફ ટ્રમ્પ ઇમિગ્રેશન કાર્યવાહી વધુ પડતી કડક હોવાની વાત કરે છે, તો બીજી તરફ એ જ નીતિના જવાબદાર વ્યક્તિને પ્રમોશન આપે છે.

    ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન વિરોધી કાર્યવાહી સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાં રહી છે. અમેરિકાનાં અનેક શહેરોમાં ફેડરલ એજન્સીઓ દ્વારા દરોડા અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન ફેડરલ અધિકારીઓની ગોળીબારમાં બે અમેરિકન નાગરિકો રેની ગુડ અને એલેક્સ પ્રેટી માર્યા ગયા હતા. નવા કોંગ્રેસમાં ડેમોક્રેટ્‌સે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ૈંઝ્રઈ) અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડ્ઢૐજી)ની કામગીરી પર દેખરેખ વધારવાની વાત કરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે વર્ષ ૨૦૨૮ની પ્રમુખપદની ચૂંટણી અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીમાં તેમના સંભવિત ઉત્તરાધિકારી અંગે પૂછવામાં આવતાં તેમણે ઉપપ્રમુખ જેડી વાન્સ ઉપરાંત વિદેશ મંત્રી માર્કો રુબિયોના નામનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે રુબિયોના વખાણ કરતાં તેમને શાનદાર ગણાવ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ૨૦૨૮ની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને સમર્થન આપશે કે નહીં તે અંગે હજુ નિર્ણય લીધો નથી. ચૂંટણીથી દૂર રહેવું પણ તેમના માટે એક વિકલ્પ હોઈ શકે છે.

    Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઈરાન સાથેની લડાઈ હજુ પૂરી નથી થઈઃ Israelના સંરક્ષણ મંત્રી
    Next Article પહેલીવાર સામે આવ્યો Katrina-વિકીના દીકરા વિહાનનો ચહેરો
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન સાથેની લડાઈ હજુ પૂરી નથી થઈઃ Israelના સંરક્ષણ મંત્રી

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Parisમાં કઠપૂતળીના માધ્યમથી રામાયણની કથા બની દિવાળીનું આકર્ષણ

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Sheikh હસીનાને દોષિત ગુનેગાર ગણાવી બાંગ્લાદેશે ભારત પાસે કરી માંગ

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન સાથે સમજૂતી થાય તો યુદ્ધ નહીં કરીએઃ Donald Trump

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઢાકામાં Hindu મહિલા પર ઘરમાં ઘૂસીને હુમલો

    November 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,839
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹114,353
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹159,793
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-11-2026 19:48
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.