ત્રણ લાખનુ વળતર ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ
(હરપાલસિહ)
Rajkot,તા.૧૯
Rajkot,તા.૧૯
રૂ.૩ લાખ ના ચેક રીટર્ન કેસમાં આદીનાથ સ્ટોર્સના પ્રોપરાઈટર તે કિંજલબેન સજીવભાઈ મહેતાને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમા રહેતા કિરણભાઈ તુલસીભાઈ ધામેલીયા એ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિરની બાજુમાં રહેતા આદીનાથ સ્ટોર્સના સંચાલક કિંજલબેન સજીવભાઈ મહેતાને ડીસેમ્બર-૨૦૨૪ના રૂા ૩ લાખ સંબંધના દાવે હાથ ઉછીના આપેલા ત્યારબાદ રકમની ચુકવણી પેટે રૂ. ૩,૦૦,૦૦૦ ના બે ચેકો આપેલ જે ચેકો ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેકો “ફંડ ઈનસફીસીયન્ટ” ના શેરા સાથે પરત ફરતા પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચુકવતા
કિરણભાઈ તુલસીભાઈ ધામેલીયાએ કિંજલબેન સજીવભાઈ મહેતા વિરુધ્ધ એડી. ચીફ જ્યું. મેજી.ની કોર્ટમા ધી નેગોસીએબલ ઇનસ્ટુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ દલીલ ઉપર આવતા ફરીયાદીના એડવોકેટ હિતેષ આર. ભાયાણી સુપ્રિમ કોર્ટ તથા અલગ અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીએ પોતાનું કાયદેસરનું લેણું સાબીત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજુ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઈ આરોપીને સજા કરવા રજુઆત કરી હતી. અને આરોપી નિર્દોષ હોવાની રજૂઆત કરવામાં આવેલ હતી. ફરીયાદ પક્ષે થયેલી રજુઆત ધ્યાને લઈ એડી.ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટે કિંજલબેન મહેતાને દોષિત ઠરાવી એક વર્ષની કેદની સજા અને ૩,૦૦,૦૦૦ વળતર ફરીયાદીને ચૂકવવા અને વળતર ન ચુકવે તો વધારાની છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી વતી એડવોકેટ તરીકે યુવા ધારાશાસ્ત્રી હિતેષ આર. ભાયાણી, લીગલ આસીસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી અને મીતરાજ રાઠોડ રોકાયેલ હતા.

