થાનના વીજળીયા ગામે 24 ટન ગેરકાયદે કાર્બોસેલ ભરી વહન કરતા ડમ્પર સાથે ચાલક રવિભાઈ બલીયા ઝડપાયો
(હરપાલસિહ)
Rajkot,તા.૧૯
Rajkot,તા.૧૯
ઝાલાવાડમા ખનીજ ચોરી ના બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમા લીંબડી નજીક કાર્બોસેલ ભરેલા ત્રણેય ડમ્પરને ડિટેઇન કર્યા છે.જયારે થાનના વીજળીયા ગામ ગેરકાયદે કાર્બોસેલ ખનીજ ભરીને વહન કરતા ડમ્પર સાથે ચાલક રવિભાઈ બલીયા વાળાને ઝડપી પાડયો હતો. વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર એએસપી વેદિકા બિહાની અને તેમની ટીમ દ્વારા લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર ચેકીંગ હાથ ધરતા બે ડમ્પરોને રોકી ચાલકોની પુછપરછ કરતા રોયલ્ટી પાસ મળી આવ્યા નહોતા જ્યારે અન્ય એક ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતા વધુ પ્રમાણમાં કાર્બોસેલ ભર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આથી ઝડપાયેલ ત્રણેય ડમ્પરોને જોરાવરનગર પોલીસ મથકે લાવી ડિટેઇન કર્યા હતા તેમજ ખાણ ખનીજ વિભાગ પાસના મેમો આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.થાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વીજળીયા ગામ પાસે જાહેર રોડ પરથી ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજ ભરીને વહન કરતા એક ડમ્પરને ઝડપી પાડયું હતું અને ૨૪ ટન કાર્બોસેલ સહિત ડમ્પર કબજે કરી ચાલક રવિભાઈ વાઘાભાઈ બલીયા (ઉં.વર્ષ ૨૬, રહે. તરણેતર) વાળાને ઝડપી પાડયો હતો અને કાર્બોસેલ ભરેલ ડમ્પર સહિત અંદાજે રૂ.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપતિ અંગે ચેકીંગ કરતાં અન્ય ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

