New Delhi,તા.18
શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ની બેઠકમાં પાકિસ્તાનના મંત્રીને આમંત્રણ મુદે રાજકારણ ગરમાયુ છે તથા કોંગ્રેસ પક્ષે સરકારના આ નિર્ણય સામે પ્રશ્ર્ન ઉઠાવતા જણાવ્યું કે સરહદ પારનો ત્રાસવાદ યથાવત હોવા છતાં પાક મંત્રીને બિરયાની પીરસવામાં આવશે.
ભારતે એસસીમાંથી એક ફોરમની બેઠક જે આગામી મહિને દિલ્હીમાં મળનાર છે તેમાં હાજરી આપવા ભારતના કટ્ટર ટીકાકાર જેવા પાકના મંત્રી મુસારીક મસુદ મલીકને આમંત્રણ આપ્યું છે.
તેઓ સિંધુ જળ સમજુતી રદ કરવા મુદે અનેક વખત ભારત વિરોધી નિવેદન કરી ચુકયા છે. કોંગ્રેસ પક્ષે સોશ્યલ મીડીયા હેન્ડલ પર પોસ્ટમાં જણાવ્યું કે જેણે ભારતના ‘હાથ’ કાપી નાખવાની ધમકી આપી છે તેને હવે સરકાર બિરયાની પીરસશે. દગાખોરી અને દેશ વિરોધને વેચાવવા એ ભાજપ-સંઘના લોહીમાં દોડે છે.

