(હરપાલસિહ)
Rajkot,તા.૧૯
Rajkot,તા.૧૯
શહેર પોલીસ દ્વારા બે સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં થોરાળા વિસ્તારના કુબલીયાપરામાં જાહેરમાં જુગાર રમતી મહિલા સહિત ચાર શખ્સોની જ્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોબાઇલમાં ક્રિકેટ મેચ પર રનફેરનો સટો રમતો સોની પ્રોઢને ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગાર વધુ વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ કુબલિયા પરામાં જાહેરમાં જુગાર રમતી મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રોકડ મોબાઇલ મળી 21000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદીઓ ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે થોરાળા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શેરી નંબર 5 મચ્છી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની કોન્સ્ટેબલ ગોકુળભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો બરોડા દરમિયાન જુગાર રમતા વિમલ ઉર્ફે લાલો વલ્લભ વાગડિયા સાકીર હબીબ ટોપી સંજય ઉર્ફે ચકો પોપટ સોલંકી શીતલબેન આકાશ પરમારની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 7000 અને બે મોબાઈલ મળી રૂપિયા એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે દરોડા દરમિયાન નાસીજનનાર મયુરીબેન ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાકેશ સુગર ના કેસની હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર દ્વારા ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે પીસીબીના પીઆઈ એમઆર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કોઠારીયા રોડ નજીક આનંદ નગર બ્લોક નંબર 13માં ક્વાર્ટર નંબર 102 માં રહેતો મહેશ ચંપકલાલ જીંજુવાડીયા નામનો સોની પ્રોઢ રેસકોસ ગ્રાઉન્ડ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી પાસે જાહેરમાં પાકિસ્તાન શ્રીલંકા ક્રિકેટ મેચ પર રનફેરનો સોદા કરી રહ્યા હોવાની હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ સોલંકીને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મહેશ ઝીંઝુવાડિયાને રંગે હાથે ક્રિકેટ મેચ પર હાર જીતનો જુગાર રમતા ઝડપી લઇ ₹5,000 ની કિંમત નો મોબાઇલ કબજે કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

