વડીલો પાર્જીત સહિયારી મિલકત મોટાભાઈએ પિતાને પરત આપી લેતા હુમલો થયાનું પ્રાથમિક તારણ, પિતા પુત્ર સામે કાર્યવાહી
(હરપાલસિહ)
Rajkot,તા.૧૯
Rajkot,તા.૧૯
કોટડાસાંગાણીના સતાપર ગામે પારિવારિક મિલ્કત સબંધે દિયર સહિતના શખ્સએ ભાભીને મારમારતા ગંભીર ઈજાઓ થતા રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.મોટાભાઈએ સહિયારું મકાન હતું એ પિતાને પરત સોંપી દેતા આ વાતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ કોટડા સાંગાણીના સતાપર ગામે રહેતા લીલાબેન જયંતીભાઈ સોલંકી નામની મહિલા રાત્રીના દશેક વાગ્યે ઘરે હતા ત્યારે દિયર ધીરુભાઈ અને તેનો પુત્ર રવિ ઘરમાં ધસી આવ્યા હતા અને બોલાચાલી કરી ભાભીને ઢીકાપાટુ અને પાઇપથી મારમારતા મૂઢ ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. આ અંગે ધીરુભાઈન કહેવા મુજબ અમે પિતાએ આપેલા સહિયારા મકાનમાં રહેતા હતા હવે બીજે રહેવા ચાલ્યા ગયા હોવાથી મકાન પરત પિતાને સોંપી દીધું હતું. આ મકાન પૂછ્યા વગર કેમ આપી દીધું એ વાતનો ખાર રાખી ઘરે આવ્યા આવ્યા પરંતુ હું ઘરે ન હોવાથી પત્ની સાથે ઝગડો કરી મારકૂટ કરી હતી. આગળની તપાસ કોટડા સાંગાણી પોલીસે હાથ ધરી છે.

