London,તા.20
વિશ્વમાં આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સનો પ્રભાવ વધતો જાય છે અને તેની સાથે આ ટેકનોલોજી હવે ઓટોનોમીયસ એટલે કે સ્વતંત્ર રીતે માનવીય સૂચના કે કમાન્ડ વગર પણ કામ કરવા લાગી છે.
તે વચ્ચે હવે યુરોપીયન યુનિયનના સાયબર સિકયોરિટી નિષ્ણાંતોએ ચોંકાવનારી કબુલાત કરી છે કે પુરુ યુરોપ છેલ્લા એક માસથી સાયબર હુમલાનો સામનો કરી રહ્યું છે અને તેની પાછળ કોઈ હેકર્સ ગુમ નહી પણ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સના માધ્યમથી આ સાયબર હુમલો થયો હોઈ શકે છે.
27 સભ્યોના યુરોપીયન યુનિયન બ્લોક દ્વારા સ્વીકારાયું છે કે આ એઆઈ ટુલ આધારીત સાયબર હુમલો હોઈ શકે છે. આમ પ્રથમ વખત હવે સ્વીકારાયુ છે કે એઆઈ આધારિત સાયબર હુમલા શકય બન્યા છે.
યુરોપીયન કમીશનના પ્રવકતા થોમસ રેડનીરે સ્વીકાર્યુ કે સીસ્ટમની નબળાઈ કે કયાં છીંડુ છે તેનો તાગ મેળવવા માટે એઆઈનો ઉપયોગ થઈ શકે છે અને અમો એ નિશ્ચિત કરી શકીએ છીએ કે આ હુમલામાં એઆઈનો ઉપયોગ થયો છે. અમોએ અનેક સાયબર હુમલા હાલમાં જોયા છે.
જેમાં કોઈ આ હુમલા તેના સમાન નથી. જો કે આ હુમલા સામે અનેક પગલા લેવાયા છે અને મોટાભાગની સીસ્ટમ રીસ્ટોર ફરી કામ કરતી કરી દેવામાં આવી છે અને કોઈ મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી.
આ માટે બ્રસેલ્સ આ 40000 નિષ્ણાંતો આ હુમલાની પેટર્ન પારખવા વ્યસ્ત છે. ખાસ કરીને ખાસ એઆઈ ટુલ એથે્રકસનો ઉપયોગ કરાયો છે. જે ડીજીટલ સીસ્ટમની કમજોર કડી પારખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જે રીતે આ ટુલ સરળતાથી ઉપલબ્ધ છે તેથી તેના આધારે વધુ અને ઝડપી હુમલા થવાનો ભય રહ્યો છે તથા આ પ્રકારના હુમલામાં સફળતાની શકયતા પણ વધુ રહે છે. યુરોપીયન યુનિયનની ત્રણ ઈન્સ્ટીટયુશનમાં આ પ્રકારના હુમલા નોંધાયા છે.

