New York, તા. 23
અમેરિકાનાં પહેલાં રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનના વાળની લટ આશરે 3.5 લાખ રૂપિયામાં વેચાઈ છે. શનિવારે તેની હરાજી કરવામાં આવી હતી. વાળને એક સોનેરી રંગની ફ્રેમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
આ વાળ જાણીતા સંગ્રહકર્તા જ્હોન કે. લેટિમરને મળ્યા હતા. તેઓ જ્હોન ગેડ્સબીના વંશજ છે. ગેડ્સબીએ 1798 અને 1799માં પોતાની હોટલમાં વોશિંગ્ટનના છેલ્લા બે જન્મદિવસ સમારોહ યોજ્યા હતા.
1799માં વોશિંગ્ટનના અવસાનના થોડા સમય પહેલાં ગેડ્સબીએ તેમની સાથે ભોજન પણ કર્યું હતું. ગેડ્સબીની પૌત્રી જુલિયાએ 1928માં જણાવ્યું હતું કે તેમના દાદાને વોશિંગ્ટન સાથેની મિત્રતાને કારણે વાળની આ લટ મળી હતી.
વાળને જ્યોર્જ વોશિંગ્ટનના મિત્ર પાસે રાખવામાં આવ્યા હતા 1799માં મૃત્યુ પહેલાં વાળને સાચવવામાં આવ્યા હતા

