Mumbai, તા. 23
ક્રિકેટનાં દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને શનિવાર રાત્રે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલા સમારોહમાં ‘ગ્લોબલ પીસ ઓનર્સ 2026’થી સન્માનિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને આ સન્માન અર્પણ કર્યું હતું.
સચિન તેંડુલકરને આ સન્માન સચિન તેંડુલકર ફાઉન્ડેશન મારફતે વંચિત અને આદિવાસી સમુદાયના બાળકોને રમતગમત સાથે જોડવાના પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે.
આ ફાઉન્ડેશન ખાસ કરીને રમતગમતમાં છોકરીઓની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. ફડણવીસે તેંડુલકરને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે તેમણે ક્રિકેટનાં મેદાન પરની સિદ્ધિઓથી અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. સાથોસાથ આરોગ્ય, શિક્ષણ અને રમતગમતનાં ક્ષેત્રમાં પહેલ કરીને તેમણે બાળકોનાં જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.

