NIKHIL BHATT
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય Stock Marketમાં અગાઉના કારોબારી સત્રની જોરદાર તેજી બાદ ગુરુવારે સકારાત્મક શરૂઆત વચ્ચે અસ્થિરતાની શક્યતા ઊભી થઈ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી, એશિયાઈ બજારોમાં સુધારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના મજબૂત મૂડીપ્રવાહને કારણે બજારને ટેકો મળ્યો છે. જોકે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, અમેરિકાની આયાત જકાત સંબંધિત નવી દરખાસ્ત અને ઊંચા સ્તરે નફારૂપી વેચવાલીની શક્યતાને કારણે રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે.ભારતીય શેરબજારમાં વિદેશી મૂડીનો સતત પ્રવાહ બજારની મજબૂતી માટે મહત્વપૂર્ણ પરિબળ બન્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સતત અગિયારમા કારોબારી સત્રમાં ખરીદી જાળવી રાખી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ ફરી ખરીદી તરફ વળતાં બજારને બેવડો આધાર મળ્યો છે.
અમેરિકાની નવી આયાત જકાત સંબંધિત દરખાસ્ત ભારતીય નિકાસલક્ષી ઉદ્યોગો માટે ચિંતાનું પરિબળ બની છે. અમેરિકાએ ભારત સહિતના ૧૪ વેપારી ભાગીદાર દેશો સામે આયાત જકાતની દરખાસ્ત રજૂ કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થાય તો જકાતનો દર ૧૭ ટકા સુધી મર્યાદિત રહી શકે છે, જ્યારે સમજૂતી ન થાય તો તે ૨૫ ટકા સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ પરિસ્થિતિની અસર ટેક્સટાઇલ, કેમિકલ, એન્જિનિયરિંગ અને અન્ય નિકાસલક્ષી કંપનીઓ પર થઈ શકે છે. ઉપરાંત, અગાઉના કારોબારમાં નોંધાયેલા મોટા ઉછાળા બાદ ઊંચા સ્તરે નફો સુરક્ષિત કરવાની પ્રવૃત્તિ બજારની તેજીને મર્યાદિત કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય શેરબજારોમાં મિશ્ર વલણને કારણે ભારતીય બજારમાં સ્પષ્ટ દિશાનો અભાવ સર્જાઈ શકે છે. અમેરિકન ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં નબળાઈ સામે પરંપરાગત ઉદ્યોગોની કંપનીઓમાં પ્રમાણમાં સકારાત્મક વલણ રહ્યું છે. આ સ્થિતિ વૈશ્વિક સ્તરે રોકાણકારોની બદલાતી સેક્ટરવાર રણનીતિ દર્શાવે છે.એશિયાઈ બજારોમાં જાપાન અને દક્ષિણ કોરિયાના મુખ્ય સૂચકાંકોમાં પ્રારંભિક સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચીન અને હોંગકોંગના બજારોમાં નબળાઈ નોંધાઈ હતી. અમેરિકન વ્યાજદર, આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની અનિશ્ચિતતા ભારતીય શેરબજારમાં વધઘટનું કારણ બની શકે છે.
આજના કારોબારમાં મુખ્ય ૧૬ સેક્ટરમાંથી ૧૩ સેક્ટરમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ ૦.૨૦ ટકાનો પ્રારંભિક સુધારો નોંધાયો હતો. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં સંસ્થાકીય ખરીદીનો આધાર મળી શકે છે, જ્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં અમેરિકન ટેક્નોલોજી શેરોની નબળાઈને કારણે મિશ્ર વલણ રહેવાની શક્યતા છે. ફાર્માસ્યુટિકલ અને એફએમસીજી સેક્ટરના શેરોમાં રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પો શોધી શકે છે.મેટલ સેક્ટરમાં ચીનની ઔદ્યોગિક માંગ, ઓટોમોબાઇલ સેક્ટરમાં ઉત્પાદન ખર્ચ અને રિયલ્ટી સેક્ટરમાં વ્યાજદર સંબંધિત અપેક્ષાઓ મહત્વપૂર્ણ રહેશે.
૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૪,૪૭૯.૦૮ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૪,૦૧૮.૭૨ કરોડની ચોખ્ખી લેવાલી નોંધાવી હતી. આમ, બંને સંસ્થાકીય રોકાણકારોની સંયુક્ત ચોખ્ખી ખરીદી રૂ. ૮,૪૯૭.૮૦ કરોડ રહી હતી.નવેમ્બર મહિનામાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ આશરે રૂ. ૧,૪૨,૩૨૭ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હોવાનું ઉપલબ્ધ અહેવાલો દર્શાવે છે.
આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૯૪.૫૬ ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલનો ભાવ ૮૪ ડોલરની આસપાસ નોંધાયો હતો. ભારતીય રૂપિયો અગાઉના કારોબારી સત્રમાં અમેરિકન ડોલર સામે ૯૨.૨૩ ની સપાટીએ બંધ રહ્યો હતો.
ભાવિ દિશા :-
ભારતીય અર્થતંત્રમાં માળખાકીય વિકાસ, સરકારી મૂડીરોકાણ, ઔદ્યોગિક ઉત્પાદન અને સ્થાનિક વપરાશની માંગ આગામી સમયગાળામાં બજાર માટે સકારાત્મક પરિબળ બની શકે છે. જોકે, અમેરિકન ડોલર સામે રૂપિયાની વધઘટ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે આયાત આધારિત કંપનીઓના ખર્ચ અંગે ચિંતા વધી શકે છે.ભારતીય રિઝર્વ બેન્કની આગામી નાણાકીય નીતિ, મોંઘવારીના આંકડા અને દેશના આર્થિક વૃદ્ધિદર અંગે રોકાણકારોની વિશેષ નજર રહેશે. કંપનીઓની આવકવૃદ્ધિની સરખામણીએ ઊંચું મૂલ્યાંકન ધરાવતા શેરોમાં રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવી શકે છે.ભારતીય અર્થતંત્રની વિકાસક્ષમતા, સ્થાનિક વપરાશમાં વૃદ્ધિ અને કંપનીઓની ભાવિ નફાકારકતા અંગેની સકારાત્મક અપેક્ષાઓ રોકાણકારોને આકર્ષી રહી છે. વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓના ઊંચા મૂલ્યાંકન વચ્ચે વૈકલ્પિક રોકાણ બજારો તરફ મૂડીનું વૈવિધ્યીકરણ થવાથી ભારતીય શેરબજારને લાભ મળવાની સંભાવના છે.
તા.૨૭.૧૧.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે..
- તા.૨૬.૧૧.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૮૮ પોઈન્ટ થી ૨૬૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- અરવિંદો ફાર્મા ( ૧૮૨૫ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૩ ના પ્રથમ તેમજ રૂ.૧૭૯૦ ના બીજા સપોર્ટથી રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોલગેટ પામોલિવ ( ૧૮૧૪ ) :- એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૪૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૭૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
- પેટીએમ ( ૧૭૭૩ ) :- રૂ.૧૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફિનટેક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૮૭ થી રૂ.૧૮૦૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
- લોઢા ( ૧૨૬૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૨૪૪ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૮૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- કોચીન શિપયાર્ડ ( ૧૧૧૦ ) :- શિપબિલ્ડિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૭૪ ના બીજા સપોર્ટથી રૂ.૧૧૨૪ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- મુથૂટ ફાઇનાન્સ ( ૨૫૮૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૬૦૯ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૫૬૫ થી રૂ.૨૫૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- ભારતી એરટેલ ( ૨૧૦૭ ) :- ટેલિકોમ્યુનિકેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૯૬ થી રૂ.૨૦૮૮ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૦૧૫ ) :- રૂ.૨૦૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૦૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રિયલ્ટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૯૮ થી રૂ.૧૯૮૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
- આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૬૨૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૫૦ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૯૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- ઇન્ફોસિસ ( ૧૧૯૨ ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૨૦ ના બીજા સપોર્ટથી રૂ.૧૧૭૬ થી રૂ.૧૧૬૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

