Maharashtra,તા.08
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા પવિત્ર સ્થળ સપ્તશ્રૃંગી ગઢ ખાતે આજે (7 ડિસેમ્બર) બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. દર્શન માટે જઈ રહેલી એક ઈનોવા કાર (નંબર MH 15 BN 0555) લગભગ 1000થી 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. શરૂઆતમાં પાંચ મૃતદેહો મળ્યા બાદ બચાવ ટીમને વધુ એક મૃતદેહ મળતાં મૃત્યુઆંક વધીને છ થયો છે.
મૃતકોમાં ચાર મહિલા
ઈનોવા કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી બે પુરુષો અને ચાર મહિલાઓ સહિત છ મુસાફરોનાં મોત થયાં છે. આ તમામ મૃતકો નિફાડ તાલુકાના પીમ્પલગાંવ બસવંત ગામના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક નાગરિકોની મદદથી તુરંત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખીણમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ બોલાવાઈ હતી.
મૃતકોના નામ
- કીર્તિ પટેલ (ઉંમર 50)
- રસિલા પટેલ (ઉંમર 50)
- વિઠ્ઠલ પટેલ (ઉંમર 65)
- લતા પટેલ (ઉંમર 60)
- પચન પટેલ (ઉંમર 60)
- મણિબેન પટેલ (ઉંમર 60)

