Kodinar તા. ૧૬
ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) ફાઉન્ડેશનની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ 16 ડિસેમ્બર 2025ના રોજ આઈપીએલ શુગર યુનિટ, કોડિનાર ખાતે એક વિશાળ “વન હેલ્થ મેડિકલ કેમ્પ”નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું અમલીકરણ નવી દિલ્હી રાઇઝ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ માનવ, પ્રાણી, માટી અને વનસ્પતિના સ્વાસ્થ્યને એકીકૃત અને ટકાઉ રીતે મજબૂત બનાવી સર્વાંગી ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન શ્રી યશ સોલંકી, યુનિટ હેડ, આઈપીએલ કોડિનાર; શ્રી યતેન્દ્ર પંવાર, એચઓડી કેન – આઈપીએલ કોડિનાર અને તાલાલા ; શ્રી પી. એસ. ડોડિયા, ચેરમેન, બિલેશ્વર ખાંડ ઉદ્યોગ; શ્રી રાજન ભાઈ વંશ , મેનેજિંગ ડિરેક્ટર, બિલેશ્વર ખાંડ ઉદ્યોગ; તથા શ્રી હરિ ભાઈ દાહિમા, પ્રિન્સિપાલ, ભાભા સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું. મહાનુભાવોએ દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો અને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. કોડિનાર તથા આસપાસના વિસ્તારોમાંથી ગ્રામજનો, ખેડૂત તથા મહિલાઓ અને બાળકોની વિશાળ અને ઉત્સાહભરી ભાગીદારી નોંધાઈ.
કેમ્પ દરમિયાન વ્યાપક માનવ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી, જેમાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર તપાસ, સામાન્ય તબીબી પરામર્શ, આવશ્યક દવાઓનું નિઃશુલ્ક વિતરણ તથા સેનિટરી પેડ્સનું વિતરણ સામેલ હતું. આ સેવાઓથી ગ્રામ્ય સમુદાયોને નિવારક તથા પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુધી સરળ પહોંચ પ્રાપ્ત થઈ.
વનસ્પતિ અને માટી સ્વાસ્થ્ય સત્રનું સંયુક્ત આયોજન ડૉ. રમેશ ભાઈ રાઠોડ, વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), કોડિનાર અને ડૉ. પી. ડી. કુમાવત, એગ્રોનોમિસ્ટ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) દ્વારા કરવામાં આવ્યું. નિષ્ણાતોએ ખેડૂતો સાથે સુધારેલી શેરડીની જાતો, માટીની ઉર્વરતા વ્યવસ્થાપન, સંતુલિત ખાતર ઉપયોગ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વિષે વૈજ્ઞાનિક તથા વ્યવહારુ માર્ગદર્શન આપ્યું, જેનાથી ઉત્પાદનક્ષમતા અને ખેડૂત આવક વધારવામાં સહાય મળશે.
આ ઉપરાંત દેવલી ગામ ખાતે પશુચિકિત્સા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉ. એમ. ડી. રાઠોડ (વેટરનરી ઓફિસર, કોડિનાર) અને ડૉ. મનુ ભાઈ ગોહિલ (વેટરનરી ડોક્ટર) તથા સંજયભાઇ ડોડીયા તેમની ટીમે પશુઓની આરોગ્ય તપાસ, સારવાર, ડીવોર્મિંગ અને પરામર્શ સેવાઓ આપી, જેના દ્વારા વન હેલ્થ અભિગમને વધુ મજબૂતી મળી.
કાર્યક્રમનું સમાપન સન્માન સમારોહ સાથે કરવામાં આવ્યું, જેમાં શ્રી અભય ત્રિપાઠી, સચિવ, રાઇઝ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટરો, વૈજ્ઞાનિકો, પશુચિકિત્સા નિષ્ણાતો તથા મુખ્ય યોગદાનકર્તાઓને સ્મૃતિચિહ્ન આપી તેમની સેવાઓ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સફળ આયોજનમાં આઈપીએલ અધિકારી શ્રી અજીતભાઈ ડોડીયા કોડીનાર આ કાયક્રમાં સફળ બનાવવા જહેમત ઉઢાવી હતી

