Una, તા.24
ઉના તાલુકાના કાળાપાણ ગામે ગત શનિવારે મહિલા શિક્ષિકા રમાબેન ડાભી ઉપર ગામ ના મહિલા સરપંચ અને અન્ય મહિલા એ શાળા મા પ્રવેશ કરી હુમલો કરી મારમાર્યો હોવાની ધટના બની હતી આ ધટના બાબતે મહિલા શિક્ષિકા રમાબેન ડાભી એ સરપંચ ના પતિ અને તેના મળતિયા અને શાળા ના અન્ય શિક્ષીકા પર પોતાના વર્ગ શિક્ષક તરીકે નોકરી છોડી અન્ય સ્થળે ચાલ્યા જવા અને ગ્રામપંચાયત નું બિસ્કીટ નું બીલ ની વ્યવસ્થા કરી આપવા નું દબાણ કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો સામા પક્ષે મહિલા સરપંચ અને વિધાર્થી એ શિક્ષીકા રમાબેન માર મારતાં હોવાનું અને નાપાસ કરવાની ધમકી આપી ને સારીરીક પરેશાન કરતા હોવાની બાબતે રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું
આ બાબતે રમાબેન ડાભી દ્વારા ધટનાની ઉના પોલીસ મા ફરીયાદ પણ નોંધાવી હતી અને તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર એ આ મહિલા શિક્ષીકા ની દેલવાડા પ્રાથમિક શાળા મા હાલ ની તકે શિક્ષક અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર વાતાવરણ ના કારણે કોઈ અનિચ્છનિય ઘટના ન સર્જાય તેને ધ્યાને રાખીને ફેરફાર કર્યા છે હાલ સમગ્ર ધટના ની તપાસ શિક્ષણ વિભાગ કરી રહ્યું છે.
ખાપટ અને કાળાપાણ ની ઘટનાના ધેરા પ્રત્યાઘાતો પડયા હતા અને શિક્ષણ જગતમાં કલંક ધટના બની છે ત્યારે દુર દુર વિસ્તાર ની પ્રાથમિક શાળા મા જતાં શિક્ષકો અને શિક્ષિકા ની સલામતિ અંગેની ચિંતા વ્યક્ત કરી સમગ્ર શિક્ષણ મંડળ ના હોદેદારો અને સભ્યો દ્વારા મોટીસંખ્યામાં મંગળવારે સાંજ ના ઉના મામલતદાર કચેરી એ એકઠાં થઈ ને પ્રાંત કચેરી એ રેલી રૂપે પહોંચી ને સમગ્ર બાબતે પ્રાંત અધિકારી કૌશીક આર પરમાર ને રજુઆત કરી ધટના અંગે ખેદ વ્યક્ત કરી સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ ની વાતો કરેછે બીજી તરફ મહિલા શિક્ષિકા પર ગામ ના ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાળા મા પ્રવેશ કરી જીવલેણ હુમલા કરે છે.
ત્યારે શિક્ષણની ગરીમા ને ભારે નુકશાન પહોંચે છે. ઘટના અંગે તટસ્થ તપાસ કરી શિક્ષકો ને ન્યાય મળે તેમજ જવાબદાર સામે સખ્ત પગલાં લેવા સુરક્ષા વ્યવસ્થા કરવા માંગણી કરી હતી.

