Junagadh, તા.16
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના ભાથરોટ ગામની સીમમાં ખોદકામ દરમિયાન એક માનવ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે શીલ પીઆઇ એમ.કે. ચૌધરીનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેમના જણાવ્યા અનુસાર હાલ ભાથરોટ ગામે મેઘલ નદીને ઉંડી અને પહોળી બનાવવાનું કામ જેસીબી હીટાચી દ્વારા કરવામાં આવી રહ્યું હોય.
ગત તા.14-5ની સાંજે નદીના પેટાળમાંથી એક માનવ કંકાણ મળી આવેલ જેથી આ માનવ કંકાણ સ્ત્રીનું છે કે પુરુષનું અહીં જમીનમાં કઇ રીતે ક્યાંથી આવેલ? વિગેરે પ્રશ્નોના ઉતર નીર ઉત્તર રહ્યા છે.
માનવ કંકાણને ફોરેન્સીકમાં મોકલી આપવામાં આવેલ છે. તેમના રીપોર્ટ બાદ સારી હકીકત બહાર આવશે તેમ જણાવ્યું છે. ખોદકામ દરમિયાન નદીના પટમાં પાણી આવી જતાં હાલ કામ બંધ કરી દેવાયાનું જાણવા મળેલ છે. હાલ એ-ડીવીઝન તપાસ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

