Hyderabad,તા.23
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હારથી નિરાશ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે અભિષેક શર્માનો રન આઉટ અને કેચ છોડવો અમારા માટે મોંઘો સાબિત થયો. જો તે કેચ પકડાયો હોત, તો અમે તેમને રોકી શક્યા હોત.
મંગળવારે અભિષેક શર્માની 68 બોલમાં અણનમ 135 રનની તોફાની ઇનિંગથી હૈદરાબાદે દિલ્હીને હરાવ્યું. અક્ષરે મેચ પછી કહ્યું, “જો કોઈ આટલું સારું બેટિંગ કરે છે તો આવા પ્રદર્શનનો સંપૂર્ણ શ્રેય મળવો જોઈએ.
જ્યારે કોઈ આ રીતે બેટિંગ કરે છે ત્યારે સ્વીકારવું જોઈએ કે કેપ્ટન પણ કોઈને રોકી શકતો નથી. તેને ખરાબ દિવસ ગણવો જોઈએ અને ભૂલી જવું જોઈએ.”

