Morbi તા.15
મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં વર્ષ 2002 માં નજીવી રકમ માટે મિત્રની નિર્મમ હત્યા કરીને છેલ્લા 24 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ડીસીબી ક્રાઈમ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.
તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લીલાપર રોડ નજીક વર્ષ 2002 માં કાલીચરણ નામના એક વ્યક્તિની માથામાં ધોકો ફટકારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં મરણ જનારનો મિત્ર કે જેણે નજીવી રકમ માટે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.તે છેલ્લા 24 વર્ષથી ફરાર હતો ! તેને સુરત ડીસીબી ક્રાઈમએ પકડ્યો હતો અને હાલ તાલુકા પોલીસ હવાલે કરતા ગંગારામ છોટા દિલા ચત્તર (ઉંમર વર્ષ 52) મૂળ રહે.વોર્ડ નંબર 2/3 ભરબરીયા ગામ ઝારખંડ હાલ હૈદરાબાદને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
યુવાનનું મોત
વાંકાનેર હાઇવે રફાળેશ્વર ચોકડી નજીક થોડા સમય પહેલા ટ્રક પલટી પ્રદીપભાઈ વિકાસભાઈ (45) મૂળ રહે.રાજસ્થાન હાલ મોરબી નામના યુવાનનું મોત થયું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના કડીયાણા ગામના કરશનભાઈ બચુભાઈ મજેઠીયા નામનો 47 વર્ષનો યુવાન વવાણીયા ગામેથી માળીયા તરફ જતા હતા.ત્યારે રસ્તામાં વાહન અકસ્માત થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

