Prabhaspatan,તા.3
જયદિપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ ના માર્ગદર્શન અનુસાર ડી.એમ.કાગડા ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગીર સોમનાથ નાઓની રાહબરી હેઠળ પ્ર.પાટણ પો.સ્ટે. મા એન.ડી.પી.એસ. એકટ કલમ-B(C).21(B).29 મુજ
બના ગુન્હાનો આરોપી અબુબકર અમીરહુસેન શાહ છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો હોય જે નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા આર.એચ.સુવા પો.સબ.ઇન્સ. એસ.ઓ.જી.ગીર સોમનાથ એ ગુન્હાનો ઝીણવટ પુર્વક અભ્યાસ કરી આરોપી સુધી પહોંચવા લગત વિભાગ પાસેથી જરૂરી માહિતી મંગાવતા એલ.સી.બી. શાખાના એ.એસ.આઈ. રામદેવસિંહ ઇન્દુભા, મીસીંગ પર્સન સ્ક્વોડના એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભગવાનભાઇ , એસ.ઓ.જી.શાખાના પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ એ ટેકનીકલ એનાલીસીસ કરતા સદર આરોપી હાલ મુંબઇ શહેર ડોંગરી વિસ્તારમાં રહેતો હોવાની હકીકત મળતા એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઈન્સ. આર.એચ.સુવા તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઈ , પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ , મહાવીરસિંહ મંગલસિંહ તથા ડ્રા.પો.કોન્સ. ગોપાલભાઈ કાળુભાઇ એ મહારાષ્ટ્ર રાજયના મુંબઇ શહેર ખાતે તપાસમાં જઇ મુંબઇ શહેરના ડોંગરી પોલીસ સ્ટેશનની મદદ લઇ પાડી લગત પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી કરી.

