Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    • Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો
    • Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી
    • Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત
    • Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા
    • Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા
    • Amreli : જિલ્લામાં સીમ ચોરીને અંજામ આપતા બે ઝડપાયા
    • Amreli : બીનાકા ચોકમાં સામાન્ય બોલાચાલીમાં વેપારીને છરી ઝીંકી દીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»સોવરેન એઆઈ માળખાંના નિર્માણ માટે અદાણી ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે
    અમદાવાદ

    સોવરેન એઆઈ માળખાંના નિર્માણ માટે અદાણી ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 20, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિશ્વની સૌથી મોટી સંકલિત ઊર્જા–ગણતરી પ્રતિબદ્ધતાઓમાંનું એક આ સીધું રોકાણ  દાયકામાં વધારાની USD 150 બિલિયન ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને પ્રેરીત કરી AIના જમાના માટે ભારતની ઊર્જા–ગણતરીની કરોડરજ્જુ સ્થાપશે

    Ahmedabad,તા.20

    ૨૦૩૫ સુધીમાં નવીનીકરણીય-ઊર્જા-સંચાલિત, હાઇપરસ્કેલ AI-તૈયાર ડેટા સેન્ટર્સ વિકસાવવા માટે ૧૦૦ અબજ ડોલરનું સીધું રોકાણ કરવાની અદાણી ગ્રુપે આજે કરેલી જાહેરાત વિશ્વની સૌથી મોટી સંકલિત ઊર્જા-કમ્પ્યુટ પ્રતિબદ્ધતાઓમાંની એક છે. ગુપ્તચર ક્રાંતિમાં ભારતને વૈશ્વિક નેતા તરીકે ઉપસાવવાનો માર્ગ મોકળો કરવા માટે અદાણીની આ પહેલ લાંબા ગાળાના સાર્વભૌમ ઊર્જા અને કમ્પ્યુટ પ્લેટફોર્મની સ્થાપના કરવાના હેતુથી કરવામાં આવી છે.

    ૨૦૩૫ સુધીમાં આ રોકાણ થકી સર્વર ઉત્પાદન, અદ્યતન ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાર્વભૌમ ક્લાઉડ પ્લેટફોર્મ અને સહાયક ઉદ્યોગોમાં વધારાના ૧૫૦ અબજ ડોલરનું પ્રેરક બની રહેશે તેવી ભરપુર સંભાવના છે. આ સંભાવના સાકાર થતાં ભારતમાં આ દાયકામાં એકસાથે ૨૫૦ અબજ ડોલરની AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ નિર્માણ થવાનો અંદાજ છે.

    અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે વિશે અગાઉની કોઈપણ ઔદ્યોગિક ક્રાંતિ કરતાં વધુ ઊંડાણપૂર્વકની બુદ્ધિ ક્રાંતિમાં પ્રવેશી રહ્યું છે ત્યારે ઊર્જા અને કમ્પ્યુટ વચ્ચે સપ્રમાણતા ધરાવતા દેશો આગામી દાયકાને આકાર આપશે. જેની આગેવાની લેવા માટે ભારત વિશિષ્ટ રીતે સજ્જ છે. તેમણે કહ્યું હતું કે સમયની માંગ સાથે વિવિધ આયામોને અપનાવવાના ભાગ રુપે ભારતના ટેકનોલોજીકલ સાર્વભૌમત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંપૂર્ણ પાંચ-સ્તરીય AI સ્ટેકમાં વિસ્તરણ કરવાના હેતુથી અદાણી ખાતે અમે ડેટા સેન્ટર્સ અને ગ્રીન એનર્જીમાં અમારા પાયા આધારીત નિર્માણ કરી રહ્યા છીએ.તેમણે ઉમેર્યું હતું કે AIના યુગમાં ભારત ફક્ત ગ્રાહક ના બની રહેતા અમે બુદ્ધિના સર્જકો, નિર્માતાઓ અને નિકાસકારો બનીશું અને અમને ભારતના ભવિષ્યમાં ભાગ લેવા માટે સક્ષમ થવાનું ગૌરવ છે.

    ૫ ગીગાવોટના નિશ્ચિત લક્ષ્ય તરફ વિસ્તરી રહેલ આ પથ અદાણીકોનેક્સના હાલના બે ગીગાવોટના રાષ્ટ્રીય ડેટા સેન્ટર પર આધારિત ભારતને વૈશ્વિક AIના અર્થતંત્રની ધરી તરીકે પ્રસ્થાપિત કરે છે. આ પરિકલ્પનાના એક હિસ્સા તરીકે રાષ્ટ્રના સૌથી મોટા વિશાખાપટ્ટનમમાં ગીગાવોટ-સ્કેલ AI ડેટા સેન્ટર કેમ્પસ, નોઈડામાં વધારાના કેમ્પસ અને હૈદરાબાદ અને પુણેમાં ફેલાયેલા માઇક્રોસોફ્ટના સહયોગ સાથે સ્થાપિત કરવા માટે Google સાથે સીમાચિહ્નરૂપ ભાગીદારી સાથે આગળ વધી રહી છે. ભારતભરમાં વિશાળ પાયે કેમ્પસ સ્થાપિત કરવા ઇચ્છુક અન્ય મુખ્ય કંપનીઓ સાથે અદાણી ગ્રુપ પરામર્શ કરી રહ્યું છે, જેના પરિણામે ભારતના અગ્રણી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગી તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત થવા સાથે તેને અનુરૂપ ફ્લિપકાર્ટ ગ્રુપ સાથે ડેટા સેન્ટરની ભાગીદારીને પણ વધુ ગાઢ બનાવશે. આગામી પેઢીના ડિજિટલ વાણિજ્ય, ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ અને મોટા પાયે AI વર્કલોડને ટેકો આપવા ફ્લિપકાર્ટના હેતુ-નિર્મિત અન્ય AI ડેટા સેન્ટરના વિકાસલક્ષી  સહયોગને આગળ વધારશે.

    વિશ્વનું સૌથી મોટું પાંચ ગીગાવોટની ક્ષમતાનું સંકલિત ડેટા સેન્ટર પ્લેટફોર્મ એક જ તાંતણે જોડાયેલા આર્કિટેક્ચરમાં રિન્યુએબલ પાવર જનરેશન, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઇપરસ્કેલ AI કમ્પ્યુટને જોડશે. પરંપરાગત ડેટા સેન્ટર વિસ્તરણથી તદ્દન અલગ આ પ્રોગ્રામ એકીકૃત ઊર્જા-અને-કમ્પ્યુટ ઇકોસિસ્ટમના રુપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં જનરેશન, સ્થિતિસ્થાપક ગ્રીડ અને ઉચ્ચ-ઘનતા પ્રક્રિયા ક્ષમતા સમાંતર રીતે વિકસાવવામાં આવે છે.

    અદ્યતન પ્રવાહી ઠંડક પ્રણાલીઓ અને ઉચ્ચ-કાર્યક્ષમતા પાવર આર્કિટેક્ચર દ્વારા સમર્થિત મોટા ઉચ્ચ-ઘનતા કમ્પ્યુટ ક્લસ્ટરો અને આગામી પેઢીના AI વર્કલોડ માટે સુવિધાઓને ઉત્તરોત્તર મહત્તમ કરવામાં આવશે. જે સમર્પિત કમ્પ્યુટ ક્ષમતા ભારતીય વિશાળ ભાષા મોડેલ્સ (LLMs) અને રાષ્ટ્રીય ડેટા પહેલને સમર્થન આપી લાંબા ગાળાના ડેટા સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરશે. વિશ્વસનીય ટ્રાન્સમિશન નેટવર્ક્સ અને અદ્યતન ગ્રીડ સિસ્ટમ્સ પ્લેટફોર્મને આધાર પૂરો આપી હાઇપરસ્કેલ પર સ્થિરતા, સ્કેલેબિલિટી અને અપટાઇમ સુનિશ્ચિત કરશે.

    ભારતના નવીનીકરણીય લાભનો ફાયદો મેળવવા વૈશ્વિક AI વર્કલોડ વધુને વધુ ઉર્જા-સઘન બની રહ્યો છે, તે સંદર્ભમાં અદાણી ગ્રુપ આ સંક્રમણ માટે જરૂરી સ્પર્ધાત્મક કિંમતવાળી, તટસ્થકાર્બન ઉર્જાપૂરી પાડવા માટે વિશિષ્ટ રીતે સજ્જ છે. આ વ્યૂહરચનાનું કેન્દ્ર બિંદુ અદાણી ગ્રીન એનર્જીનો ૩0 ગીગાવોટનો  ખાવડા પ્રકલ્પ છે, જે ૧૦ ગીગાવોટની ક્ષમતા સાથે ક્યારનોય કાર્યાન્વિત છે. વધુમાં વિશ્વની સૌથી મોટી બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલીઓને સમાવી લેવા ગ્રુપ તેના નવીનીકરણીય ઉર્જા પોર્ટફોલિયોને વિસ્તારવાના ધ્યેય સાથે વધુ USD ૫૫ બિલિયનનું રોકાણ કરવા માટે સંકલ્પબદ્ધ છે,

    અદાણીના બંદરોના નેટવર્ક સહિતના કેબલ લેન્ડિંગ સ્ટેશનો મારફત વ્યૂહાત્મક જોડાણ કરી અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયા સાથે ઓછી-વિલંબતાવાળા વૈશ્વિક એકીકરણને સુનિશ્ચિત કરશે.

    આત્મનિર્ભર સપ્લાય ચેઇનનું જોખમ અને નિર્માણ વૈશ્વિક સપ્લાય-ચેઇન અસ્થિરતાના સંપર્કને ઘટાડવાના ધ્યેયથી અદાણી ગ્રુપ ઉચ્ચ-ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર્સ, અદ્યતન પાવર ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીડ સિસ્ટમ્સ, ઇન્વર્ટર અને ઔદ્યોગિક થર્મલ સહિત મહત્વપૂર્ણ માળખાગત ઘટકોના સ્થાનિક ઉત્પાદન ભાગીદારીમાં પણ સહ-રોકાણ કરશે.

    આ અભિગમ ભારતને માત્ર ડેટા હબ તરીકે જ નહીં પરંતુ આગામી પેઢીના ગુપ્તચર અને કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉત્પાદક અને નિકાસકાર તરીકેની તેની ક્ષમતાને સ્થાપે છે.

    હાલમાં લાખો નવીનીકરણીય સંપત્તિઓનું રીઅલ-ટાઇમમાં સંચાલન અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સંકલન સાધીને અદાણી ગ્રુપ હાલના AI-આધારિત ઉદ્યોગ ક્લાઉડના ઉપયોગ મારફત આંતરિક કમ્પ્યુટ વિસ્તરણ માટે નોંધપાત્ર ડિજિટલ બ્લુપ્રિન્ટ સ્થાપી રહ્યું છે. પીએમ ગતિ શક્તિ પ્રોગ્રામ સાથે તાલમેલમાં રહી અતિ-કાર્યક્ષમ, સ્માર્ટ કામગીરી કરવા અદાણી તેના લોજિસ્ટિક્સ, બંદરો અને ઔદ્યોગિક કોરિડોરમાં એજન્ટિક AI ને એમ્બેડ કરી રહ્યું છે આ વ્યૂહાત્મક એકીકરણ માત્ર રાષ્ટ્રીય માળખાને અદ્યતન બનાવવા ઉપરાંત ડેટા સાર્વભૌમત્વને પણ સુનિશ્ચિત કરી  ઉદ્યોગ અને બુદ્ધિશાળી, સુરક્ષિત ઓટોમેશન વચ્ચેના અંતરને હટાવે છે.

    અદાણી સમૂહ ભારતના પાંચ-સ્તરના AI આર્કિટેક્ચર એવા એપ્લિકેશન્સ, મોડેલ્સ, ચિપ્સ, ઉર્જા અને ડેટા સેન્ટર્સને અનુરૂપ સંપૂર્ણ સ્ટેક સાથેની ભાગીદારીમાં સક્રિયપણે સામેલ થશે. કમ્પ્યુટની અછતને દૂર કરીને સ્થાનિક નવીન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપતી GPU ક્ષમતાનો નોંધપાત્ર હિસ્સો ભારતીય AI સ્ટાર્ટઅપ્સ, સંશોધન સંસ્થાઓ અને ડીપ-ટેક ઉદ્યોગ સાહસિકો માટે અનામત રાખવામાં આવશે.

    અદાણી સમૂહ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરીને વિશિષ્ટ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અભ્યાસક્રમ, ઊર્જા અને લોજિસ્ટિક્સ ઉપર કેન્દ્રિત એપ્લાઇડ AI સંશોધન પ્રયોગશાળાઓ અને વધતી જતી કુશળતાના અંતરને દૂર કરવા માટે રાષ્ટ્રીય ફેલોશિપ કાર્યક્રમ શરુ કરશે. અદાણી દ્વારા રાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં આવેલા આ લાંબા ગાળાના વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી સંકલિત ઊર્જા અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મમાંનું એક સ્થાપિત થઇ રહ્યું છે.

    અદાણી સમૂહે ભારતના આગામી પેઢીના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મના નિર્માણમાં ભાગ લેવા અને સહયોગ કરવા વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ, સાર્વભૌમ સંસ્થાઓ અને નવીનતા ભાગીદારોને ઇજન આપ્યું છે.

    માધ્યમોની વિશેષ માહિતી માટે સંપર્: મિતુલ ઠકકરંI  [email protected]

    Adani to invest $100 billion AI infrastructure
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Dhandhuka: ધર્મેશ ગમારા હત્યાના બે આરોપીના રીમાન્ડ મંજૂર

    April 20, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.