અંગત અદાવતમાં બબાલ બાદ યુવકની હત્યા કરી દેતા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી
Ahmedabad,તા.૧૮
અમદાવાદના ધંધુકા શહેરમાં ફરી એકવાર લોહિયાળ ઘટના સામે આવી છે. ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને લીધે એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ હત્યા બાદ સ્થિતિ વણસતા પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક શહેરમાં કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક યુવાનની વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભરવાડ સમાજના નવયુવાનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ધંધુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળા દ્વારા શહેરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક વાહનોને આગ ચાંપવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ટોળાને વિખેરવા પ્રયાસો હાથ ધર્યા હતા, જ્યારે ફાયર વિભાગ દ્વારા સળગતા વાહનોની આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. હાલ મૃતક યુવાનના દેહને ઇસ્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ધંધુકાની નસીબ સોસાયટીમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બબાલ હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકની હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ વિરોધ પ્રદર્શન દરમિયાન આક્રમક વલણ અપનાવ્યું હતું અને સ્થાનિક દુકાનોમાં આગચંપી કરી હતી. જોત જોતામાં વાતાવરણ તંગ બનતા બજારની અન્ય દુકાનોના ટપોટપ શટર પડી ગયા હતા અને વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
હિંસક ઘટનાની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો ધંધુકા દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કરફ્યૂલાદી દેવામાં આવ્યો છે. પોલીસે હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તોફાની તત્વોને વિખેરવા માટે જરૂરી બળપ્રયોગ કર્યો છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરમાં શાંતિ જાળવી રાખવા માટે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ધંધુકામાં જ કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. એ ઘટના બાદ ફરી એકવાર ધંધુકામાં હત્યા અને હિંસાની ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
અમદાવાદના ધંધુકા શહેરમાં ફરી એકવાર લોહિયાળ ઘટના સામે આવી છે. ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને લીધે એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ હત્યા બાદ સ્થિતિ વણસતા પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક શહેરમાં કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક યુવાનની વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભરવાડ સમાજના નવયુવાનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ધંધુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળા દ્વારા શહેરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક વાહનોને આગ ચાંપવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ટોળાને વિખેરવા પ્રયાસો હાથ ધર્યા હતા, જ્યારે ફાયર વિભાગ દ્વારા સળગતા વાહનોની આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. હાલ મૃતક યુવાનના દેહને ઇસ્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ધંધુકાની નસીબ સોસાયટીમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બબાલ હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકની હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ વિરોધ પ્રદર્શન દરમિયાન આક્રમક વલણ અપનાવ્યું હતું અને સ્થાનિક દુકાનોમાં આગચંપી કરી હતી. જોત જોતામાં વાતાવરણ તંગ બનતા બજારની અન્ય દુકાનોના ટપોટપ શટર પડી ગયા હતા અને વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.