પહેલા બે મોટા ભૂકંપને કારણે અત્યાર સુધી વેનેઝુએલામાં ૯૦૦થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે
Venezuela, તા.૨૭
વેનેઝુએલામાં એક પછી એક ૭.૧ અને ૭.૫ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપ આવ્યાના અમુક દિવસો બાદ આજે ફરી એકવાર ૪.૯ ની તીવ્રતાને ધરાં ધ્રૂજતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે પહેલા બે મોટા ભૂકંપને કારણે અત્યાર સુધી વેનેઝુએલામાં ૯૦૦થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.પહેલા બે મોટા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઇ ગયાના અહેવાલો અને વીડિયો સામે આવ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર ૫ જેટલી તીવ્રતાના ભૂકંપથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ નવો ભૂકંપ ઉત્તર કિનારે ૪.૯ની તીવ્રતાનો નોંધાયો હતો. જેના લીધે રાજધાની કરાકસ અને મારાકે શહેર હચમચી ગયા હતા.લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ મેદાન તરફ દોડવા લાગ્યા હતા. નવા ભૂકંપને કારણે પહેલાથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન પણ અટકાવી દેવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે જૂના બે ભયાનક ભૂકંપોને કારણે અત્યાર સુધીમાં ૯૨૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૩૩૦૦થી વધુ ઈજાગ્રસ્ત છે. કાટમાળ નીચે હજુ ૧૭૨થી વધુ લોકો દટાયેલા તથા ૫૦૦૦૦થી વધુ લોકોનો કોઈ અતોપતો જ ન હોવાની માહિતી સામે આવી રહી છે. યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરશન ચલાવાઈ રહ્યા છે.

