સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશો વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ ઇરાન પર સીધો હુમલો કર્યો
Washington, તા.૨૭
અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ સર્જાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા શિપ પર કથિત ઈરાની હુમલા સામે ટ્રમ્પ બગડ્યા હતા. જેના બાદ અમેરિકાએ શુક્રવારે જ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સાઈટ્સને નિશાને લઈ હુમલા કર્યા હતા.સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશો વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ ઇરાન પર સીધો હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે વોશિંગ્ટન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે.પત્રકારોના સવાલ કે અમેરિકા ક્યારે જવાબી કાર્યવાહી કરશે? તેના પર ટ્રમ્પે કહ્યું હતું કે તમને જલદી જ ખબર પડી જશે. ઈરાન પર હુમલાની થોડીક જ વારમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી હતી કે અમેરિકાના સૈન્યએ ઇરાનની અંદર ઘૂસીને હુમલા કર્યા છે. અમે ઈરાનના મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને કોસ્ટલ રડાર સાઈટ્સને નિશાન બનાવ્યા છે.

