Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!
    • Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી
    • Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
    • ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ
    • ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ
    • મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત
    • Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા
    • Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું
    અમદાવાદ

    Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૧

    શહેરમાં મોર્ડન લાઈફસ્ટાઈલ અને હાઈસોસાયટી કલ્ચરના નામે એક ચોંકાવનારો કિસ્સો નવરંગપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું. રસોડામાં અનાજના ડબ્બામાંથી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવતાં પતિ પણ ચોંકી ઉઠ્યો હતો. પકડાઈ ગયા બાદ પત્નીએ ‘દારૂ તો પીવાની જ છું, થાય તે કરી લો’ કહીને ઘરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, ૧૮૧ અભયમ હેલ્પલાઈનની એન્ટ્રી થતાં મામલો થાળે પડ્યો હતો.

    મળતી વિગતો મુજબ, નવરંગપુરાના પોશ વિસ્તારમાં રહેતા બિલ્ડરની પત્ની અવારનવાર હાઈસોસાયટીની કિટી પાર્ટીઓમાં જતી હતી. શરૂઆતમાં સામાજિક મેળાવડાઓ અને ફ્રેન્ડ સર્કલમાં મોજ-મસ્તી ખાતર મર્યાદિત પ્રમાણમાં દારૂ પીવાનું શરૂ કરનાર આ મહિલા ધીમે-ધીમે ભારે વ્યસનના રવાડે ચઢી ગઈ હતી. પતિ કે બાળકોને આ વાતની ભનક ન આવે તે માટે તેણે ઘરમાં જ દારૂ સંતાડવાની જગ્યાઓ શોધી કાઢી હતી.

    મહિલા પોતાની બહેનપણી પાસેથી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો મગાવતી હતી અને પતિ કામ પર જાય તથા બાળકો બહાર હોય ત્યારે બેડરૂમમાં એકલી જ મહેફિલ માણતી હતી. મોંમાંથી દારૂની દુર્ગંધ ન આવે અને પોતે પકડાઈ ન જાય તે માટે તે રૂમમાં સ્પ્રે પણ છાંટતી હતી. જોકે, પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે. તાજેતરમાં પત્ની ઘરે ન હતી ત્યારે પતિ કોઈ કામસર રસોડામાં ગયો હતો. ત્યાં જ ભાંડો ફૂટ્યો.

    પતિએ અનાજના ડબ્બા અને સ્ટોરરૂમ તપાસતા તેમાંથી વિદેશી દારૂની મોંઘી બોટલો મળી આવતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પત્ની ઘરે આવતા જ્યારે પતિએ આ અંગે પૂછપરછ કરી, ત્યારે શરમાવાને બદલે પત્ની ઉગ્ર થઈ ગઈ હતી અને ઘરમાં મોટો ઝઘડો આદર્યો હતો. પરિવારમાં તણાવ અસહ્ય બની જતાં અને પત્ની કાબૂ બહાર જતાં આખરે લાચાર બનેલા બિલ્ડરે તાત્કાલિક ’૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી.

    અભયમની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. કાઉન્સિલર્સે પતિ અને પત્ની બંનેને અલગ-અલગ બેસાડીને લાંબુ કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે તે અત્યાર સુધીમાં તેની સખી પાસેથી ૫ જેટલી મોંઘી બોટલો મગાવી ચૂકી છે અને કિટી પાર્ટીના રવાડે ચઢીને જ તેને આ લત લાગી છે.

    અભયમ ટીમે દારૂના આ વ્યસનથી તેના હસતા-રમતા પરિવાર અને બાળકોના ભવિષ્ય પર થનારી ઘાતક અસરો અંગે સમજાવતા આખરે મહિલાની આંખો ખુલી હતી. તેણે પોતાની ભૂલ સ્વીકારીને ભવિષ્યમાં ક્યારેય દારૂ ન પીવાની અને વ્યસન છોડવાની ખાતરી આપતા બિલ્ડર પરિવારમાં અંતે સુખદ સમાધાન થયું હતું.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crash:`હું જીવતો તો છું, પણ મારો એક હિસ્સો તે જ દિવસે મરી ગયો’, વિશ્વાસ કુમાર

    June 11, 2026
    અમદાવાદ

    PM Modiને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ CM Bhupendra Patelએ અભિનંદન આપ્યા

    June 10, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે ચાર યુવાનો સાથે ૯૮.૧૫ લાખની ઠગાઈ

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026

    ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

    June 11, 2026

    ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

    June 11, 2026

    મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.