Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પરથી ૩ કલાકમાં હટાવવા પડશે
    રાષ્ટ્રીય

    AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પરથી ૩ કલાકમાં હટાવવા પડશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૦

    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ અને સદઉપયોગ ખૂબ વધી રહ્યો છે. ઘણીવાર AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, જેના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે, ત્યારે સરકારે છૈંથી બનેલા કન્ટેન્ટને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેની સીધી અસર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ કંપનીઓ પર પડશે. નવા નિયમ મુજબ હવે ઈન્ટરનેટ પરનું કોઈપણ કન્ટેન્ટ AI ટુલ્સથી બનેલું હશે તો તેના પર સ્પષ્ટ લેબલ લખવું ફરજીયાત કરાયું છે. નવા નિયમો ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૬થી લાગુ થશે.જ્યારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત થઈ છે, ત્યારથી AI ટુલ્સથી ડીપફેક વીડિયો, નકલી ફોટાઓ અને નકલી ઓડિયો બનાવવાની સામગ્રીમાં વધારો થયો છે અને આવા કન્ટેન્ડ ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. આવા કન્ટેન્ટ અસલી છે કે નકલી, તે યુઝર્સ માટે જાણવા મુશ્કેલ હોય છે. ત્યારે આજ કારણે સરકારનું માનવું છે કે, તેનાથી ખોટી માહિતી ફેલાઈ રહી છે, કેટલાકની બદનામી થઈ રહી છે, છેતરપિંડીની ઘટનાઓ પણ વધી છે. આ સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયાસો હેઠળ નવા નિયમો લાવવામાં આવ્યા છે.

    કોમ્પ્યુટર અથવા અલ્ગોરિધમ દ્વારા ઓડિયો, વીડિયો, ફોટો અથવા વિઝ્યુઅલ બનાવીને તેને ઈન્ટરનેટ પર શેર કરવામાં આવે છે અને આવા કન્ટેન્ટ સંપૂર્ણ અસલી લાગતા હોય છે, ત્યારે આવી ગેરમાર્ગે દોરનારી સામગ્રીને અટકાવવી ખૂબ જરૂરી છે, તેથી જ કેન્દ્ર સરકારે કૃત્રિમ સામગ્રીની સ્પષ્ટ પરિભાષા જાહેર કરી છે.નવા નિયમો મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે AI થી બનેલા ફેક અને ગેરકાયદે કન્ટેન્ટ માત્ર ત્રણ કલાકની અંદર હટાવવા પડશે. અગાઉ આ સમયગાળો ૩૬ કલાકનો હતો. જો કોઈ ડીપફેક વીડિયો, નકલી ડોક્યુમેન્ટ અથવા ભડકાઉ છૈં કન્ટેન્ટ ફેલાઈ રહ્યું છે, તો પ્લેટફોર્મ્સે તાત્કાલીક કાર્યવાહી કરીને તેને હટાવવું પડશે. સરકારનું માનવું છે કે, આમાં વિલંબ થવાના કારણે તે ઘણું ફેલાઈ જાય છે.

    નવા નિયમોમાં એવું પણ કહેવાયું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ દર ત્રણ કલાકે યુઝર્સના નિયમોની માહિતી આપવી પડશે. આમાં યુઝર્સને સ્પષ્ટ કહેવામાં આવશે કે, જો છૈંથી બનેલું ગેરકાયદે અથવા વાંધાજનક કન્ટેન્ટ શેર કરશો તો તેમના વિરુદ્ધ છૈં એક્ટ, નવા ફોજદારી કાયદા,  અને અન્ય એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

    કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ એવા ટૂલ્સ લગાવવા પડશે જે AI દ્વારા બનાવવામાં આવેલા કન્ટેન્ટની ઓળખ કરી શકે. આવા કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ દેખાવું જોઈએ. તેની સાથે એક ડિજિટલ ઓળખ અથવા મેટાડેટા જોડવો પડશે જેને હટાવી ન શકાય. આનો ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ છૈં કન્ટેન્ટ ઓળખ વગર ફેલાય નહીં.

    કેટલાક કન્ટેન્ટ મામલે ખાસ કડકાઈ દાખવવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે બાળકો સાથે જોડાયેલ યૌન સંબંધીત કન્ટેન્ટ, મંજૂરી વગરની પ્રાઈવેટ તસવીરો અથવા વીડિયો, નકલી ડોક્યુમે્‌ટ, હથિયારો અથવા હિંસા દેખાડતા કન્ટેન્ટ તાત્કાલીક બ્લોક અથવા હટાવવા પડશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ અથવા ઘટનાના ડીપપેક વીડિયો સામે પણ આવી જ કાર્યવાહી કરવી પડશે. જો આમાં બેદરકારી દાખવવામાં આવશે તો કંપનીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છો.

    સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, નવા નિયમોના કારણે નકલી અહેવાલો, ડીપફેક અને ભ્રામક પ્રચાર ફેલાતો અટકાવી શકાશે. આનાથી યુઝર્સનો ઓનલાઈન પ્લેટફોર્મ પર વિશ્વાસ વધશે. બીજીતરફ કંપનીઓ સામે નવો પડકાર ઉભો થયો છે. આ માટે તેમણે ટેકનોલોજીમાં મોટાપાયે રોકાણ કરવું પડશે. તેઓએ છૈં કન્ટેન્ટને ઓળખતી સિસ્ટમ બનાવવી પડશે. દરેક પોસ્ટ પર નજર રાખવું સરળ કામ નથી. જોકે કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ છે કે, હવે AI થી બનેલા કન્ટેન્ટ પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર જે કન્ટેન્ટ ફરી રહ્યું છે, તેની જવાબદારી માત્ર યુઝર્સનીં જ નહીં, પ્લેટફોર્મ્સની પણ છે.

    AI fake audio-videos remove deepfakes Social Media
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026
    રાષ્ટ્રીય

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026
    રાષ્ટ્રીય

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.