Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    • ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા
    • Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન
    • Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર
    • Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી
    • કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ
    • USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું
    • Iranએ કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન
    રાષ્ટ્રીય

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 13, 2026Updated:May 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યાદવ પરિવારના રાજકીય પ્રભુત્વ વચ્ચે પણ Pratik Yadav ક્યારેય સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું ન હતું

    New Delhi, તા.૧૩

    સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના પરિવારમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. અખિલેશ યાદવના સાવકા ભાઈ અને મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન થયું છે. બુધવારે સવારે તબિયત લથડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોનો દાવો છે કે જ્યારે તેમને હોસ્પિટલ લવાયા હતા ત્યારે તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર હતા Pratik Yadav. અહેવાલો અનુસાર, Pratik Yadav સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. તે ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે પારિવારિક વિખવાદના અહેવાલો પણ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ તેઓ પરિવાર સાથે જ રહેતા હતા. Pratik Yadavના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. Pratik Yadav છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. અગાઉ મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી, જ્યાં અખિલેશ યાદવ અને અપર્ણા યાદવે તેમની મુલાકાત લીધી હતી. Pratik Yadav જીમ અને ફિટનેસના ભારે શોખીન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જીમમાં કસરત દરમિયાન વિવિધ દવાઓનું સેવન પણ કરતા હતા. ઘરે પરત આવ્યા બાદ તેઓ સ્વસ્થ જણાતા ન હતા, પરંતુ આજે સવારે સ્થિતિ વધુ બગડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ Pratik Yadavનું નિધન થયું હતું. સમાજવાદી પાર્ટીએ Pratik Yadavના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘Pratik Yadavજીનું અવસાન થયું છે. ખૂબ જ દુઃખદ. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. વિનમ્ર શ્રદ્ધાંજલિ!’યાદવ પરિવારના રાજકીય પ્રભુત્વ વચ્ચે પણ પ્રતીક યાદવે ક્યારેય સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું ન હતું. તેણે લંડનની યુનિવર્સિટી ઓફ લીડ્‌સમાંથી એમબીએની પદવી મેળવી હતી. તે રિયલ એસ્ટેટ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. લખનઉમાં તેઓ પોતાનું જીમ ચલાવતા હતા. ૨૦૧૭માં એક મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી લડવાને બદલે પોતાના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. Pratik Yadavના અકાળે અવસાનથી સમગ્ર યાદવ પરિવાર અને સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. હાલ તેમનો મૃતદેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને પરિવારના તમામ સભ્યો ત્યાં પહોંચી રહ્યા છે.

    Akhilesh Yadav Pratik Yadav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026
    મુખ્ય સમાચાર

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026
    ગુજરાત

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ

    May 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું

    May 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યો

    May 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    May 13, 2026

    કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ

    May 13, 2026

    USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.