એક એક્ટર હોવાના કારણે તમારે એવી ચિજોની જવાબદારી ઉઠાવવી પડે છે કે જે અસલમાં તમારું કામ નથી
Mumbai, તા.૨૯
સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુનના ચાહકો સમગ્ર દુનિયામાં પથરાયેલાં છે. રિજનલ સિનેમામાં શરૂઆત કર્યા બાદ આજે અલ્લુ એક લેજન્ડરી નેશનલ સ્ટાર બની ગયો છે. અલ્લુએ પોતાની એક્ટિંગ પર ખુબ જ મહેનત કરી છે. જો કે ઘણા ઓછા લોકો જાણે છે કે તેણે બોલીવૂડ એક્ટર્સના હૂનર અને તેમની ભુલોને ઓબ્ઝર્વ કરીને ઘણી બધી શીખામણ લીધી છે. અલ્લુએ તાજેતરમાં એક એક્ટિંગ ક્લાસની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે કેવી રીતે મનોજ બાજપાઈની એક ભુલમાંથી મોટી શિખામણ લીધી હતી. તેને આમાથી જે શીખવાનું મળ્યું હતું તે આજસુધી અલ્લુને કામ લાગી રહ્યું છે. અલ્લુ અર્જુને જણાવ્યુંહતું કે એક એક્ટર હોવાના કારણે તમારે એવી ચિજોની જવાબદારી ઉઠાવવી પડે છે કે જે અસલમાં તમારું કામ નથી. તેણે આ પ્રસંગ સંભળાવીને સમજાવી દીધું હતું કે શા માટે અલ્લુ આજે પણ પ્રોડયુસર્સનો પસંદગીનો એક્ટર છે. અલ્લુએ જણાવ્યું હતું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે મનોજની એક એવી ભુલને નોટિસ કરી જેનાથી દરેક કલાકારે બચવું જોઈએ. તેણે જણાવ્યું કે તે સમયે એક સેકંડની ફિલ્મ શૂટ કરવાના ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થતો હતો. મનોજે ફક્ત ના બોલવાનું હતું પણ તેણે ધીમેધીમે માથું ઊંચું કરીને ના કહ્યું. ફક્ત માથું ઊંચું કરવામાં જ ૪૦,૦૦૦ ખર્ચી નાખ્યા. અલ્લુ આજે પણ ડાઇરેક્ટરના સમયની કદર કરે છે.

