રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં આજે સાપ્તાહિક ત્રીજા દિવસે સવારના સેશનમાં ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી હતી અને જોતજોતામાં વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સમાં આશરે ૮૦૦ પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો. શરૂઆતથી જ નબળાઈ જોવા મળી અને દિવસ દરમિયાન વેચવાલીનું દબાણ સતત વધતું રહ્યું.
બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૬૪૯ સામે ૭૪૫૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૪૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૩૪૬ પોઈન્ટ બંધ થયેલ…!!!
નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૦૩ સામે ૨૩૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૧૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૪૯૦ પોઈન્ટ બંધ થયેલ…!!!
મંદી તરફી કારણો : બજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સૌથી પહેલું કારણ નબળા વૈશ્વિક સંકેતો છે, જેમાં અમેરિકન બજારમાં જોવા મળેલી નબળાઈ અને એશિયન બજારોમાં સુસ્તીને લીધે ભારતીય બજાર પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારોએ નફો વસૂલવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજાર નીચે આવ્યું છે. ત્રીજું મહત્ત્વનું કારણ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલો ભૂરાજકીય તણાવ છે, જેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર થઈ રહી છે અને તેનાથી રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. અંતે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબની શક્યતાઓને પગલે વિદેશી રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવીને વેચવાલી કરી રહ્યા છે, જેણે બજારનો મૂડ વધુ બગાડ્યો છે.
બીજી બાજુ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાને સામ સામે હુમલા શરૂ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે જેને લઈને રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ હુમલાઓ હવે એકથી વધુ દેશને ભરડામાં લઈ રહ્યા છે.
વર્લ્ડ સ્ટોક માર્કેટ :- વૈશ્વિક શેરબજારોમાં આજે મિશ્રથી સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. અમેરિકન બજારોમાં આર્થિક આંકડાઓ અને વ્યાજદર અંગેની અપેક્ષાઓ વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનતા મુખ્ય ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી. યુરોપિયન બજારો સ્થિરથી મજબૂત વલણમાં ટ્રેડ થયા હતા, જ્યારે એશિયન બજારોમાં દેશવાર મિશ્ર પ્રદર્શન નોંધાયું હતું. ટેક્નોલોજી, બેન્કિંગ અને એનર્જી ક્ષેત્રના શેરોમાં લેવાલી જોવા મળતા વૈશ્વિક રોકાણકારોનો જોખમ સ્વીકારવાનો અભિગમ સુધર્યો હતો. જોકે જીઓપોલિટિકલ તણાવ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતાઓ વચ્ચે બજારમાં સાવચેતીનું વલણ પણ યથાવત રહ્યું હતું…!!!
કોમોડિટી:-
ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નરમ વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં મર્યાદિત વેચવાલી જોવા મળતાં ભાવ રૂ. ૧,૫૪,૬૦૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. વેચવાલીના પ્રભુત્વને કારણે ભાવ રૂ. ૨,૬૪,૦૦૫ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત દબાણ સાથે ભાવ રૂ. ૧,૩૭૭.૬૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર મજબૂત વૈશ્વિક સંકેતો સાથે ઊંચા સ્તરે ખુલ્યું હતું. ખરીદીના વલણને કારણે ભાવ રૂ. ૯,૨૦૪ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. ઊર્જા ક્ષેત્રમાં ખરીદી વધતાં ભાવ રૂ. ૩૦૭.૮૦ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
સરકાર વિદેશી રોકાણ ને આકર્ષવા માટે સોવરિન ડેટ (સરકારી બોન્ડ્સ) માં મોટા નિર્ણયો લેવા જઈ રહી છે, તેની બહુ મોટી પોઝિટિવ અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી.
બજારમાં બે મોટા ફેરફારો નોંધાયા જે જોઈએ તો…
૧. રૂપિયામાં શાનદાર રિકવરી: ડૉલર સામે જે રૂપિયો સવારથી દબાણમાં હતો અને નબળો પડી રહ્યો હતો, તેણે આ સમાચાર આવતા જ પોતાનો ઘટાડો કવર કરી લીધો છે અને નીચલા સ્તરેથી મજબૂતી બતાવી છે.
૨. સરકારી બોન્ડ્સમાં ઉછાળો: ભારતીય સરકારી બોન્ડ્સ માં પણ જે વેચવાલી અને નુકસાન જોવા મળી રહ્યું હતું, તે આ રિપોર્ટ પછી તરત જ બજાર રિકવર થઈ ગયું હતું.
સરકારનાં આ ફેરફારથી સીધો સંકેત એ છે કે ગ્લોબલ અને ડોમેસ્ટિક માર્કેટ સરકારના આ આવનારા પગલાંને બહુ જ ‘પોઝિટિવ’ રીતે લઈ રહ્યું છે. વિદેશી ભંડોળ ભારતમાં આવવાની આશાએ કરન્સી અને બોન્ડ માર્કેટને મોટો સપોર્ટ આપ્યો છે. જો સત્તાવાર જાહેરાત થશે, તો શેરબજાર માં પણ મોટો બૂસ્ટ જોવા મળી શકે છે.
ભાવિ દિશા :- ટૂંકા ગાળામાં બજાર માં કામચલાઉ તેજી તરફી ઉછાળા જોવા મળી શકે છે પરંતુ દરેક ઉછાળે વેચવાલી યથાવત રહેવાની સંભાવના છે. જો મહત્વપૂર્ણ ટેકનિકલ લેવલ સ્તરો તૂટે તો વધુ ઘટાડાની શક્યતા વધી શકે છે. ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ હજુ પણ મજબૂત છે અને દરેક ઉછાળો નફાવસૂલી માટે ઉપયોગમાં લેવાઈ શકે છે. વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ, ક્રૂડ ઓઈલની દિશા, ડોલર સૂચકાંક અને વૈશ્વિક બજારોની સ્થિતિ આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરશે.બેંકિંગ અને માહિતી પ્રૌદ્યોગિકી સેક્ટરમાં દબાણ યથાવત રહે તો સૂચકાંકો પર વધુ અસર પડી શકે છે. બીજી તરફ ફાર્મા અને બેન્કિંગ જેવા સેક્ટરમાં તુલનાત્મક રીતે વધુ સારું પ્રદર્શન કરી શકે છે. હાલની સ્થિતિને “સ્પષ્ટ મંદી સાથે ઊંચી અસ્થિરતા” તરીકે જોવી વધુ યોગ્ય રહેશે. રોકાણકારોએ આક્રમક ખરીદી ટાળીને સાવચેત અભિગમ અપનાવવો, રોકડ ફાળવણી વધારવી અને ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે. આગામી સત્રોમાં બજારની દિશા માટે વૈશ્વિક સંકેતો અને વિદેશી નાણાં પ્રવાહ સૌથી મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે.
તા.૦૪.૦૬.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૩.૦૬.૨૦૨૬ ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૪૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટના પ્રથમ તેમજ ૨૩૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે ૨૩૫૩૩ પોઈન્ટ થી ૨૩૫૭૫ પોઈન્ટ તથા ૨૩૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની ( ૨૫૩૨ ) :- એસેટ મેનેજમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૯૦ નો પ્રથમ તેમજ રૂ.૨૪૭૪ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૨૫૬૩ થી રૂ.૨૫૭૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી એનર્જી સોલ્યુશન્સ ( ૧૫૧૦ ) :- પાવર ટ્રાન્સમિશન અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૦ ના બીજા સપોર્ટથી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સિસ બેંક ( ૧૨૭૦ ) :- પ્રાઇવેટ બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૯૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- વોલ્ટાસ ( ૧૨૩૮ ) :- કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એર કન્ડીશનિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૭ ના બીજા સપોર્ટથી રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ( ૧૨૨૩ ) :- સ્ટીલ અને મેટલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૪૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી એન્ટરપ્રાઇઝિસ ( ૨૯૫૫ ) :- ડાયવર્સિફાઇડ બિઝનેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૦૩૩ થી રૂ.૩૦૭૩ ના મજબૂત રેઝિસ્ટન્સ ઝોનથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૨૯૦૯ થી રૂ.૨૮૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- ભારતી એરટેલ ( ૧૮૩૧ ) :- ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૫૩ થી રૂ.૧૮૬૮ ના રેઝિસ્ટન્સ ઝોનથી નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૯૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૭૧૮ ) :- રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ ના રેઝિસ્ટન્સ ઝોનથી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૫ આસપાસ નીચલા મથાળે ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઇન્ફોસિસ ( ૧૨૧૯ ) :- ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૫૫ ના રેઝિસ્ટન્સ ઝોનથી રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૬ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૧૫૩ ) :- એફએમસીજી અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૮ થી રૂ.૧૧૯૦ ના મજબૂત રેઝિસ્ટન્સ ઝોનથી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૨૫ આસપાસ નીચલા સ્તરે ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies

