Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
    અમરેલી

    Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૨

    લાઠી-લીલીયા પંથકમાં વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાતા વિસ્તારોને જળસમૃદ્ધ બનાવવાની દિશામાં ધોળકિયા ફાઉન્ડેશન અને હરિ કૃષ્ણ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી જળસંચયની કામગીરીને હવે રાષ્ટ્રીય સ્તરે વધુ એક મહત્વપૂર્ણ સન્માન મળવા જઈ રહ્યું છે. ગાગડિયા નદી પર હરિ કૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

    આ નિમિત્તે આગામી ૨૭ ઓગસ્ટના રોજ સવારે ૯ વાગ્યે લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી ગુજરાતના  ગૌરવસમા સરોવરનું લોકાર્પણ કરશે. મહાનુભાવના આગમનને લઈને સમગ્ર લાઠી-લીલીયા પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

    ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ લાઠી-લીલીયા પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી જળસંચય અને જળસંરક્ષણની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એક સમયે જળવિહોણા પ્રદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ચેકડેમ, તળાવો, નદી ઊંડીકરણ સહિતની કામગીરીના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થયો છે અને ખેતી તથા ગ્રામ્ય જીવનને પણ તેનો સીધો લાભ મળ્યો છે.

    જળસંચયની આ કામગીરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ બિરદાવી છે. ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ પ્રકારની જળસંરક્ષણ પ્રવૃત્તિની પ્રશંસા કરી હોવાનું જણાવાયું છે. સ્થાનિક સ્તરે શરૂ થયેલી જળક્રાંતિ હવે દેશભરમાં જળસંચયના સફળ મોડેલ તરીકે ચર્ચાઈ રહી છે.

    ગાગડિયા નદી પર નિર્મિત ગુજરાત ગૌરવ સરોવર આ સમગ્ર જળસંચય અભિયાનમાં વધુ એક મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહ્યું છે. સરોવરના લોકાર્પણ સાથે લાઠી-લીલીયા પંથકમાં જળસંચયની કામગીરીને નવી ગતિ અને ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આગમનને લઈને કાર્યક્રમના આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગૃહમંત્રીના સ્વાગત માટે સ્થાનિક આગેવાનો, સંસ્થાઓ તથા ગ્રામજનોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    એક સમયે પાણીની અછત માટે જાણીતા લાઠી-લીલીયા વિસ્તારને જળસંચયના માધ્યમથી જળસમૃદ્ધ બનાવવાની દિશામાં થયેલી કામગીરી હવે ગુજરાતની જળક્રાંતિની મહત્વપૂર્ણ ગાથા બની રહી છે. ૨૭ ઓગસ્ટનો દિવસ આ જળસંરક્ષણ અભિયાન માટે ઐતિહાસિક બની રહેશે. તેમ મનોજ જોષીએ જણાવ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ચાર વર્ષ પહેલા તા.૧૧-૯-૨૨ ના રોજ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચાર વર્ષ બાદ ફરી અમરેલી જિલ્લાના પ્રવાસે આવી રહેલા અમિત શાહને આવકારવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભાજપ યુપીની સાત બેઠકો પર સપાનો સામનો કરવા માટે એક કાઉન્ટર શોધી રહી છે, વિજેતા ચહેરાની શોધમાં છે
    Next Article સતનામાં ૪૮ કલાકથી સતત વરસાદ, નાગોદમાં ૩ બાઇક સવારો ભરાયેલા નાળામાં તણાઈ ગયા; એકનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    અમરેલી

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    September 14, 2026
    અમરેલી

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026
    અમરેલી

    Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો

    September 11, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 23:02
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.