Amreli,તા.14
દેશની આન, બાન અને શાન સમાન ત્રિરંગાની શાનમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક અદભુત અને અકલ્પનીય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શહેર ભાજપ પરિવાર, ડીવાયએસપી, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, સદસ્યશ્રીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓ અને કોલેજોના આચાર્યો, શિક્ષકગણ હોમગાર્ડ જવાનો અને પોલીસ જવાનો પણ શિસ્તબદ્ધ રીતે જોડાઈને આ રાષ્ટ્રવ્યાપી ઉત્સાહમાં સહભાગી બન્યા હતા.

