Junagadh તા.30
સોરઠ કેશોદ ખાતે પટેલ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીમાંથી દિન દહાડે એક કલાકમાં રોકડ રકમ, સોનાનું પાર્સલ મળી કુલ રૂા.95 હજારની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદી યાજ્ઞિક સુભાષભાઇ ડાવર (ઉ.વ. 27, રહે. પ્લાસવા)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.26-3-26ના સવારે 10-30 થી 11-45ના સમય દરમ્યાન કેશોદ-વેરાવળ રોડ પરના વૃંદાવન કોમ્પ્લેક્સમાં આવેલ પટેલ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીમાંથી ઓફિસનું તાળુ ખોલી ઓફિસની અંદર પ્રવેશ કરી ઓફિસનું ટેબલ ખોલી રોકડ રૂા.80 હજાર, એક સોનાનું પાર્સલ રૂા.15 હજાર મળી કુલ રૂા.95 હજારના મુદામાલની ચોરી કરી લઇ ગયાની અજાણ્યા ઇશમ સામે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજાએ તપાસ હાથ ધરી છે.

