Mumbai,તા,29
ફિલ્મી પડદા પર ઇન્ટિમેટ સીન્સ જોવામાં જેટલા રોમેન્ટિક લાગે છે, હકીકતમાં તેનું શૂટિંગ કરવું કલાકારો માટે એટલું જ મુશ્કેલ અને ક્યારેક અસહજ હોય છે. તાજેતરમાં દિગ્ગજ અભિનેતા અન્નુ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડના સેટ પર બનેલી એક એવી ઘટનાનો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે.
આ ઉપરાંત અન્નુ કપૂરે ફિલ્મ ‘સાત ખૂન માફ’ દરમિયાન પ્રિયંકા ચોપરા સાથેના કામનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે સ્ક્રિપ્ટ મુજબ પ્રિયંકા અને મારી વચ્ચે એક કિસિંગ સીન શૂટ કરવાનો હતો. પરંતુ પ્રિયંકા આ સીન કરવા માટે કમ્ફર્ટેબલ નહોતી અને તેણે ઇનકાર કરી દીધો હતો. જોકે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ આ સીન હટાવવા માંગતા નહોતા, પરંતુ જ્યારે તમને ખબર પડી કે પ્રિયંકા અસહજ છે, ત્યારે મેં કોઈ વિવાદ ઊભો કર્યો નહોતો. પરંતુ આ વાત પાછળથી મીડિયામાં ખૂબ ચર્ચાઈ હતી.
સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અન્નુ કપૂરે એક જૂનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે, એક ફિલ્મમાં ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે હીરો બેકાબૂ થઈ ગયો હતો. અન્નુ કપૂરે કહ્યું કે, ડિરેક્ટરે ‘કટ’ બોલ્યા પછી પણ તે હીરોએ હીરોઈનને છોડી નહોતી. અંતે અભિનેત્રીએ તેનાથી પીછો છોડાવીને સેટ પરથી ભાગવું પડ્યું હતું. આ ઘટનાથી અભિનેત્રી એટલી હદે ડરી ગઈ અને માનસિક રીતે ભાંગી પડી હતી કે તે સતત બે દિવસ સુધી પોતાના રૂમમાંથી બહાર નીકળી નહોતી. જોકે, અન્નુ કપૂરે આ બંને કલાકારોના નામ જાહેર કરવાનું ટાળ્યું હતું.અન્નુ કપૂરે ઇન્ડસ્ટ્રીની આ કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ઘણીવાર કલાકારો આવા સીન્સ દરમિયાન બેકાબૂ થઈ જાય છે અને પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. જો તે અભિનેત્રી આ ઇન્ટરવ્યૂ જોશે તો તે ચોક્કસપણે મારી વાત સાથે સહમત થશે. અન્નુ કપૂરે એમ પણ કહ્યું કે , મેં પોતે મારા લાંબા કરિયરમાં ક્યારેય આવી રીતે મર્યાદા ઓળંગી નથી અને હંમેશા પ્રોફેશનલ અભિગમ રાખ્યો છે.

