New Delhi,તા.13
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી વિરાટ કોહલી સાથે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમનાર વિકેટકીપર-બેટ્સમેન અનુજ રાવતે દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)માં પોતાના બેટથી તબાહી મચાવી દીધી છે. IPLમાં ગુજરાત ટાઇટન્સની સ્ક્વોડમાં સ્થાન મેળવ્યા છતાં બેન્ચ પર બેસી રહેવું પડ્યું હોય તેવા અનુજ રાવતે DPLમાં પોતાની તોફાની ઇનિંગ્સથી તમામ ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.
DPLમાં 10 ઓગસ્ટે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલા મુકાબલામાં પુરુરાની દિલ્હી 6ના કેપ્ટન અનુજ રાવતે આઉટર દિલ્હી વોરિયર્સ સામે માત્ર 38 બોલમાં 92 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી પોતાની ટીમને 7 વિકેટે શાનદાર જીત અપાવી હતી.166 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પુરાની દિલ્હી 6 ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ત્રીજી જ ઓવરમાં ટીમે માત્ર 9 રનના સ્કોર પર પોતાની બે મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી. આ મુશ્કેલ સમયમાં ક્રીઝ પર આવેલા કેપ્ટન અનુજ રાવતે ઇનિંગ્સની કમાન સંભાળી હતી અને વિપક્ષી બોલરો પર આક્રમક પ્રહારો શરૂ કર્યા હતા.અનુજ રાવતે IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આરસીબી તરફથી રમતા વિરાટ કોહલી સાથે 80 રનની ભાગીદારી કરીને ટીમ માટે મહત્ત્વની જીત અપાવી હતી. એ સમયે તેમની ઉત્કૃષ્ટ બેટિંગ સ્ટાઇલના કારણે ક્રિકેટ ફેન્સ તેમની સરખામણી ભારતના વિસ્ફોટક વિકેટકીપર રિષભ પંત સાથે કરવા લાગ્યા હતા.

