Norway,તા,18
છેલ્લા 43 વર્ષમાં પ્રથમ વખત ભારતના કોઈ વડાપ્રધાનની નોર્વે યાત્રામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યુરોપના આ દેશના પાટનગર-ઓસ્લો ખાતે પહોંચ્યા હતા. પાંચ દેશોના પ્રવાસે રહેલા શ્રી મોદી કાલે સ્વીડન બાદ ઓસ્લો પહોંચ્યા હતા.
નોર્વેથી લગભગ 70 કંપનીઓ ભારતમાં ખાસ કરીને શીપીંગ તથા હાઈડ્રો ઈલેકટ્રીસીટીમાં કાર્યરત છે તથા આ દેશની કંપની ઈકિવાનોર ભારતમાં એલપીજી નિકાસ કરે છે. મોદીની આ યાત્રામાં ભારત નાર્ડીક સમીટ યોજાશે જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, સ્વીડન, નોર્વેનું સંયુક્ત સંગઠન છે.
દુનિયામાં નાર્ડીક દેશો વચ્ચે અમેરિકા પછી ભારત જ એક દેશ છે જે આ પ્રકારનું પ્લેટફોર્મ ધરાવે છે તથા તેમાં બ્લુ-ઈકોનોમી, રક્ષા ગ્રીન ટેકનોલોજી, ડીજીટલ, 6જી ટેકનોલોજી જીયોથર્મલ-ઉર્જા તથા ગ્લોબલ વોર્મિંગમાં કામ કરે છે.
શ્રી મોદી વડાપ્રધાન જોનાસ સ્ટોર સાથે દ્વીપક્ષીય બેઠક યોજશે તથા નોર્વેના રાજા હેરાલ્ડ પંચમ અને રાની સોન્જાને પણ મળશે. નોર્વેની ઈકોનોમી ખૂબજ સમૃદ્ધ છે તેના પેન્શન ફંડનું ભારતમાં રોકાણ છે.
આમ મોદીની આ મુલાકાત ભારતમાં ઉર્જા જરૂરિયાતોમાં મહત્વની બની રહેશે. શ્રી મોદી તેમના પ્રચારના અંતિમ તબકકામાં ઈટલી જશે જયાં તેઓ વડાપ્રધાન જયોર્જીયા એલોની સાથે દ્વીપક્ષીય મંત્રણા યોજશે.

