- બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી
- છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું
- R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો
- Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો
- Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો
- Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી
- ૨૧ વર્ષીય બેટ્સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
- 30 ઓગસ્ટ નું રાશિફળ
Author: Vikram Raval
Washington તા.28 એક સમયે બાળકને ભગવાનનું વરદાન માનવામાં આવતું હતું, પરંતુ હવે ટેક્નોલોજીએ બાળકોને પણ ‘ડિઝાઈનર પ્રોડક્ટ’ બનાવી દીધું છે. એટલે કે, હવે બાળકનો જન્મ થાય તે પહેલાં જ તેનું ઈંચ પસંદ કરી શકાય છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક અભ્યાસમાં ટોચનું હોય, બીમારીઓથી દૂર રહે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને પણ ટક્કર આપી શકે, તો હવે આ બધું શક્ય છે. અમેરિકાની સિલિકોન વેલીમાં આ સપનું હવે હકીકત બની રહ્યું છે. અહીં ડિઝાઈનર બેબીનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. સંશોધક બેનમ હાઈમ્સે એક એવી ટેક્નોલોજી વિકસાવી છે, જેમાં ગર્ભ (Embryo)નું ઈંચ ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કે, બાળકનો જન્મ…
New Delhi,તા.28 શિક્ષણ ક્ષેત્રમાં વધતા ખાનગીકરણ તથા સરકારી શિક્ષણમાં અવદશા વચ્ચે ભારતમાં દર 3 માંથી 1 વિદ્યાર્થી સ્કુલ જવા ઉપરાંત ખાનગી ટયુશન લેતો હોવાનું જાહેર થયું છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ ટે્રન્ડ વધુ છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા કોમ્પ્રિહેન્સીવ મોડયુલર સર્વે રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.એવા પણ તારણ નિકળ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે શિક્ષણ સરકારી શાળા પર જ કેન્દ્રીત છે. જયારે શહેરી વિસ્તારોમાં ખાનગી સ્કુલ તથા ખાનગી ટયુશનનો ટ્રેન્ડ છે. કેન્દ્ર સરકારનાં સ્ટેટેસ્ટીક તથા યોજના અમલીકરણ મંત્રાલય દ્વારા કરાવાયેલા આ રાષ્ટ્રવ્યાપી સર્વેમાં દેશભરમાંથી 52000 થી વધુ પરિવારો તથા 58000 થી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. શિક્ષણ…
Washington,તા.28 રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતાના 24 કલાકમાંજ બંધ કરાવી દઈશ તેવા વિધાનો બાદ વ્હાઈટહાઉસમાં આવ્યાના 8 માસમાં પણ હજુ યુદ્ધને અટકાવી ન શકનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેને માટે ભારતને જવાબદાર ગણાવી રહ્યા છે અને ભારત પર રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા બદલ 25% વધારાના ટેરીફ લાદી દીધા છે. હવે આ સંદર્ભમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ યુક્રેન-રશિયા યુદ્ધ નહી અટકવા પાછળ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું કે ભારત રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી રશિયાને યુદ્ધ લડવા માટે નાણા પુરા પાડી રહ્યું છે. તેઓએ આ યુદ્ધને મોદીનું યુદ્ધ ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે ભારત…
Udaipur,તા.28 વર્ષો પહેલાં સરકારે વધતી વસ્તીને રોકવા માટે ’હમ દો, હમારા દો’નો નારો આપ્યો હતો. આ અંગે સામાન્ય લોકોને જાગૃત કરવા આરોગ્ય વિભાગ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને મોટા મોટા દાવા કરે છે. પરંતુ રાજસ્થાનનાં ઉદયપુરના આદિવાસી વિસ્તાર ઝાડોલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે આ દાવાઓને ઉજાગર કરી રહ્યો છે. 55 વર્ષની ઉંમરે 17માં બાળકને જન્મ આપ્યો :- વાસ્તવમાં અહીંના આદિવાસી પ્રભુત્વ ધરાવતાં ઝાડોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પરથી એક તસવીર સામે આવી હતી, જેને જોઇને તમને પણ નવાઇ લાગશે. 55 વર્ષીય મહિલા રેખા કાલબેલિયાએ પોતાનાં 17માં બાળકને હોસ્પિટલમાં જન્મ આપ્યો છે. રેખા 16 બાળકોની માતા બની ચૂકી છે.…
Mumbai તા.28 ઓગસ્ટથી શરૂ થઈને 6 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલનારા ગણેશોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શહેર અને તેના ઉપનગરોમાં સલામતી અને ઉત્સવના સુચારૂ સંચાલન માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક વિશાળ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં 36 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP), 51 આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP), 2,637 પોલીસ અધિકારીઓ અને 14,430 પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ મુંબઈમાં મોટા મેળાવડા, સરઘસો અને ભીડવાળા પંડાલોનું સંચાલન કરવા માટે ચોવીસ કલાક ફરજ બજાવશે. સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવા માટે, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ…
New Delhi,તા.28 ભારત ઉપર 50 ટકા ટેરીફ લાદયા બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો તંગ બન્યા છે ત્યારે જર્મન અને જાપાની મીડિયા રિપોટર્સમાં એવો સનસનીખેજ દાવો કર્યો હતો કે ટ્રમ્પે પીએમ મોદીને ચાર-ચાર કોલ કર્યા હતા પણ મોદીએ એકવાર પણ ઉપાડીને જવાબ નહોતો આપ્યો. આ મામલે હવે ભારતીય રાજદ્વારીએ ખુલાસો કર્યો છે કે મોદી સંવેદનશીલ મુદ્દા પર ફોન પર વાત નથી કરતા જયારે અમેરિકાએ ટ્રમ્પના મોદી પર કોલ્સ પર પુષ્ટિનો ઈનકાર કર્યો હતો. જર્મન અખબાર ફ્રેન્કફર્ટ અલ્ગેમાઈનના રિપોર્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોમાં હલચલ મચાવી દીધી છે. રિપોર્ટ મુજબ ભારતના વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચાર-ચાર ફોન કોલનો જવાબ નહોતો…
New Delhi તા.28 રક્ષામંત્રી રાજનાથસિંહે આજે ભારતીય નૌસેનાની પુર્વી નૌસેના કમાનમાં બે નવા યુદ્ધ જહાજો આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરીને નૌસેનાને કમીશન કર્યા હતા. આ તકે તેમણે ક્રુરતા નૌસેનાને અભિનંદન આપી સંબોધન કરતા જણાવ્યું હતું કે આપે દેશમાં બનેલ એફ-35 જેવું યુદ્ધ જહાજ લોન્ચ કર્યુ છે. એક દેશ પાસે ઉડતું એફ-35 છે અને આપે તરતુ એફ-35 બનાવ્યું છે, એ પણ પુરી રીતે ભારતમાં બનાવેલું. રાજનાથસિંહ અમેરિકાના એફ-35 લડાયક વિમાનની તરફ ઈશારો કરી રહ્યા હતા, જે પોતાની ઝડપ અને છુપાઈને હુમલો કરવાની ક્ષમતાથી જાણીતું છે. તેમણે જણાવ્યું હતું કે આ જહાજોમાં જે હથિયાર અને સેન્સર લાગેલા છે, તે તેને આપવા સમુદ્રના…
New Delhi,તા.28 રક્ષામંત્રી રાજનાથસિંહે મધ્યપ્રદેશના મહૂમાં ‘રણ-સંવાદ 2025 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમનું શીર્ષક ‘રણ-સંવાદ’ મને ખૂબ જ રસપ્રદ લાગ્યું હતું. આ નામ જ ચિંતન-મનનનો વિષય છે. એક બાજુ ‘રણ’ યુદ્ધ અને સંઘર્ષની કલ્પના જગાવે છે તો બીજી બાજુ ‘સંવાદ’, ચર્ચા, સંવાદ, સુલેહ તરફ ઈશારો કરે છે. પહેલી નજરે તો આ બન્ને શબ્દો વિરોધાભાસી લાગે પણ ઉંડાણમાં જોઈએ તો આ નામ આપણા સમયની સૌથી પ્રાસંગીક સચ્ચાઈમાંથી એકને પોતાનામાં સમેટે છે. રાજનાથે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં સંવાદ યુદ્ધથી અલગ નથી તે યુદ્ધ પહેલા થાય છે અને યુદ્ધ પછી પણ ચાલુ રહે છે. ઉદાહરણ માટે મહાભારતને…
New Delhi,તા.28 આ વખતે ચોમાસુ ભારત પર સંપૂર્ણપણે મહેરબાન રહ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમોના સતત વિકાસને કારણે ચોમાસુ મજબૂત રહ્યું. આના કારણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારે વરસાદ પડ્યો. આ માટે એક કારણ સૌથી વધુ જવાબદાર છે – પેસિફિક ક્ષેત્રમાં અલ-નીનોને બદલે લા-નીના સક્રિય છે. ભારતમાં પણ શિયાળા પર લા-નીનાની વ્યાપક અસર થવાની પ્રબળ શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રીય મહાસાગર અને વાતાવરણીય વહીવટ (NOAA) એ લા-નીના અસરકારક હોવાની આગાહી જારી કરી છે. આ ફક્ત ઇન્ડોનેશિયાથી લેટિન અમેરિકા સુધીના પ્રદેશને જ નહીં, ભારતીય ઉપખંડ પર પણ વ્યાપક અસર થવાની સંભાવના છે. આ રીતે, આ વખતે ભારતમાં…
Mumbai,તા.28 એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. 8 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપનું સત્તાવાર બ્રોડકાસ્ટ પાર્ટનર સોની સ્પોર્ટ્સ નેટવર્ક છે. સોની સ્પોર્ટ્સે એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચનો પ્રોમો રિલીઝ કર્યો છે. ત્યારથી, સોની સ્પોર્ટ્સ લોકોના નિશાના પર આવી ગયું છે. આ પ્રોમોમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ જોવા મળી રહ્યા છે. આ મહામુકાબલો 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. લોકો આ મેચના પ્રોમો પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હકીકતમાં, 23 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી…