- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
પોલીસને બનાવ મામલે જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨ઃ શનિવાર અને રવિવાર સરકારી કચેરીમાં રજા હોવાથી અધિકારીઓ પોતાના વતનમાં જતા હોય છે અને મોરબીના મ્યુનીસીપલ કમિશ્નર પણ રજાનો લાભ લેવા પોતાના વતન ગયા હતા ત્યારે સરકારી બંગલોમાં પડેલી તેમની સરકારી ગાડી કોઈએ ચાલુ કરી ઘર જ ભટકાડી દેતા નુકશાની થવા પામી હતી તેમ સુત્રો જણાવી રહ્યા છે સુત્રોના જણાવ્યા મુજબ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સંગીતાબેન રૈયાણી શનિવાર અને રવિવારે પોતાના બંગલે હાજર ના હતા સરકારી રજા હોવાથી તેઓ પોતાના વતનમાં પરિવાર પાસે ગયા હતા અને સરકારી બંગલે તેમની સરકારી ગાડી જીજે ૩૬ જી ૧૦૦૦ પડી…
આલેખનઃ વિનોદ માછી નિરંકારી Navratri એ માત્ર ઉત્સવ કે ધાર્મિક વિધિનો સમય નથી પરંતુ પોતાની અંદર રહેલી શક્તિ,શ્રદ્ધા, નિર્ભયતા અને સદ્?ગુણોને જાગૃત કરવાનો પવિત્ર અવસર છે.નવદુર્ગાનાં નવ સ્વરૂપોમાં ત્રીજું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું છે,આ સ્વરૂપમાં એક તરફ ચંદ્ર જેવી શીતળતા અને શાંતિ છે તો બીજી તરફ અધર્મ સામે લડવાની અદમ્ય શક્તિ અને પરાક્રમ છે.માતા ચંદ્રઘંટાની ઉપાસના આપણને જીવનનો એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે મનથી શાંત,વાણીથી મધુર,વર્તનથી વિનમ્ર અને ધર્મના રક્ષણ માટે હિંમતવાન બનવું એ જ સાચી શક્તિની ઓળખ છે. ચંદ્રઘંટા શબ્દ બે શબ્દોથી બનેલો છે-ચંદ્ર અને ઘંટા. પરંપરાગત સ્વરૂપવર્ણન અનુસાર માતાના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર શોભે છે તેથી તેઓ…
ઉગ્ર બોલાચાલી બાદ મામલો માથાકૂટમાં તબદીલ થયો, વર્ષો જૂની અદાવતનો બદલો લેવા મારા મારી થઈ હોવાની ચર્ચા Rajkot તા. ૧૨ઃ Halvad શહેરમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે યુવાનને ગાડી અડી જવા બાબતે બોલાચાલી થઈ હતી બાદ સમાધાન થયું હતું બાદ હળવદની મોરબી ચોકડી એ બંને પક્ષોએ ચા-પાણી પીવા બેઠા હોય તે સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થયેલ અને ૧૫ થી ૨૦ જેટલા શખ્સો ધોકા અને પાઇપ વડે હીચકારો હુમલો કરતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ હળવદ બાદ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એસ પી સહિતનો કાફલો દોડી…
દરેક કેસમાં ૧-૧ વર્ષની સજા, ૨૯.૧૦ લાખ વળતર અને ૩.૦૯ લાખ દંડ, રકમ ન ભરે તો વધુ ૩ માસની જેલ Rajkot તા. ૧૨ઃ શહેરમાં આવેલી વેબર ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પાસેથી બાકીમાં ખરીદ કરેલ માલની ચુકવણી માટે આપેલો ત્રણ ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે એનર્જી ટેકનો કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ને ૧-૧ વર્ષની સજા, અને ચેક ની રકમ રૂપિયા ૨૯.૧૦ લાખ વળતર અને ૩.૦૯ લાખ દંડ તરીકે ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ ખાતે આવેલી એનર્જી ટેકનેકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પાસેથી બાકીમાં માલની ખરીદી કરી હતી…
રૂ.૪૦૦૦ ની ઉઘરાણી મામલે શિવ પાન પાસે છરીના ઘા ઝીંકી કરી હત્યા, લગ્નની વ્યવસ્થા માટે ૧૦ દિવસના જામીન માંગ્યા તા Rajkot તા. ૧૨ઃ શહેરના અમીન માર્ગ નજીક અક્ષર માર્ગ પર શિવ પાન પાસે મવડી વિસ્તારના મૌલિક કાકડીયાની મામુલી રકમની ઉઘરાણીના મામલે હત્યાના ગુનામા જેલ હવાલે રહેલા નામચીન હાર્દિકસિંહ જાડેજાએ લગ્ન માટે દસ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.કેસની હકીકત મુજબ મવડી બાપાસીતારામ ચોક પાસે રહેતા ચંદુભાઈ કાકડીયાએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પુત્ર મૌલિક ઉર્ફે ભોલાએ હાર્દિકસિંહ પાસેથી રૂ.૪૦૦૦ની ઉઘરાણી કરવા બાબતે હાર્દિકસિંહ (રહે.જામનગર રોડ પૂજા એપાર્ટમેન્ટ)એ અક્ષર માર્ગ પર શિવ…
Rajkot તા. ૧૨ઃ નવરાત્રિના શુભ સમયગાળામાં મિલકતના દસ્તાવેજોની નોંધણી કરાવવા ઇચ્છતા નાગરિકોને રાજકોટની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં એપોઇન્ટમેન્ટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.હાલની સ્થિતિ મુજબ કોઠારિયા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તા. ૨૧/૧૦/૨૦૨૬ સુધી, લોધિકા કચેરીમાં તા. ૧૬/૧૦/૨૦૨૬ સુધી અને ઝોન-૮માં તા. ૧૯/૧૦/૨૦૨૬ સુધીના એપોઇન્ટમેન્ટ સ્લોટ બુક થઈ ગયા છે. પરિણામે નાગરિકોને સમયસર એપોઇન્ટમેન્ટ મળતી નથી અને દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વિલંબ થાય છે. નવરાત્રિ ધાર્મિક દૃષ્ટિએ શુભ કાર્યો માટે વિશેષ મહત્ત્વ ધરાવતી હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો આ સમયગાળામાં જમીન, મકાન અને અન્ય મિલકતોના દસ્તાવેજ નોંધાવવા ઇચ્છે છે. આ સંજોગોમાં જાહેરહિતમાં વધારાના સ્લોટ ખોલવા જરૂરી બન્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં માનસિક આરોગ્ય સેવાઓનું વિસ્તરણ, ગ્રામીણ વિસ્તારો સુધી સારવાર, પરામર્શ અને જાગૃતિનો વ્યાપ વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા- માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર મન સ્વસ્થ તો જીવન મસ્તસ્ત્રસ્ત્ર – આ વિચાર જીવનના સાચા આનંદનો આધાર છે. મનની સ્થિતિને સમજવી અને તેની વાત સંવેદનશીલતાથી સાંભળવી અત્યંત જરૂરી છે. ક્યારેક એક સ્નેહપૂર્ણ સ્પર્શ કે ધીરજપૂર્વક સાંભળવાની ક્ષમતા જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવી શકે છે. શરીર પર લાગેલા ઘા તુરંત દેખાઈ આવે છે, જ્યારે મનની વ્યથા અવારનવાર મૌનમાં છુપાઈ રહે છે. હાસ્યભર્યા ચહેરા પાછળની ચિંતા અને ભીડ વચ્ચેની એકલતા કોઈ સંવેદનશીલ શ્રોતાની રાહ જોતી હોય છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં માનસિક સ્વાસ્થ્યની…
વાર્ષિક માત્ર ૩૬૫ની ફીમાં ભણતા રાજકોટ ગુરુકુળના બે વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ Rajkot તા.૧૨ઃ રહેવા-જમવાની સુવિધા સાથે વાર્ષિક માત્ર ૩૬૫ની ફીમાં શિક્ષણ આપતી રાજકોટની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ જઝઊખ અને રોબોટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓ પરમાર હર્ષિવ ચેતનભાઈ અને સાંકરેચા આર્યન જયેશભાઈએ ઠજછઘ (ઠજ્ઞહિમ જઝઊખ છજ્ઞબજ્ઞશિંભત ઘહુળાશફમ) નેશનલ ચેમ્પિયનશિપમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવી છે. જુલાઈ ૨૦૨૬માં યોજાયેલી ઠજછઘ રાજકોટ રિજનલ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ બંને વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર ૨૦૨૬માં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં પોતાના પ્રોજેક્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું હતું. તેઓ આગામી ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨ઃ મેસરિયા ગામના રામજી મંદિર પાસે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી મહિલા સહીત ચાર ઇસમોએ પાઈપ વડે યુવાનને માથામાં મારી ઈજા પહોંચાડી હતી વાંકાનેર તલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના પ્રકાશભાઈ વાલાભાઈ બેડવા (ઉ.વ.૩૪) વાળાએ ગામમાં રહેતા આરોપીઓ વિશાલ હેમુભાઈ વાળા, સમીર હેમુભાઈ વાળા, બાદલ હેમુભાઈ વાળા અને હંસાબેન હેમુભાઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સાથે આરોપી વિશાલને બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખી એક જ પરિવારના ચાર ઇસમોએ મેસરિયા ગામના રામજી મંદિર પાસે ચોરે યુવાન સાથે મારામારી કરી હતી જેમાં આરોપી વિશાલ લોખંડ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨ઃ વીરપર ગામ નજીક આવેલ હોટેલે જમવા ગયેલ યુવાને જમવા આપવાનું કહેતા હોટેલ સંચાલકે વાર લાગશે કહીને બોલાચાલી કરી છરી વડે યુવાનને માથામાં એક ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અન્ય એક ઇસમેં ઢીકા પાટું માર માર્યો હતો Tankara તાલુકાના વીરપર ગામે રહેતા ભાવિન વિનોદભાઈ ચાવડા (ઉ.વ.૨૪) નામનો યુવાને આરોપીઓ ઈમ્તિયાઝ કાદરી હોટેલ સંચાલક અને રાઠોડભાઈ રહે બંને વીરપર ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભાવિન વીરપર નજીક આવેલ કાદરી હોટેલ જમવા ગયો હતો અને જમવાનું આપવાનું કહેતા આરોપી ઈમ્તિયાઝને સારું નહિ લાગતા જમવામાં વાર લાગશે કહેતા જમવા બાબતે બોલાચાલી…
