Author: Vikram Raval

સ્થાપના દિનની સાર્થક ઉજવણીનો આનંદ છે: દિનેશભાઇ પાઠક રક્તદાતાઓને સર્ટીફીકેટ અને ભેટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા Rajkot તા.૧૩ઃ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નાં ૭૪ સ્થાપના દિન, બેંક-ડે અંતર્ગત રાજકોટ અને બહારગામની શાખાઓમાં રક્તદાન મહાશિબિરનું સફળ આયોજન કરાયું હતું અને તેમાં ૮૩૨ બોટલ રક્ત એકત્રિત થયેલું. બેંકના ચેરમેન શ્રી દિનેશભાઇ પાઠક અને ઇન્ચાર્જ વાઇસ ચેરમેન સીએ. શ્રી ચંદ્રેશભાઇ ધોળકીયાની સંયુક્ત યાદી જણાવે છે કે, સ્થાપના દિન અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયેલું છે. બેંકની હેડ ઓફિસ અને શાખાઓમાં રક્તદાન શિબિરમાં સહુએ ઉત્સાહભેર ભાગ લીધો અને સહિયારા પુરુષાર્થથી ૮૩૨ બોટલ રક્ત એકત્રિત થયું. આ રક્ત સિવીલ હોસ્પીટલના થેલેસેમીયાના દર્દીઓ તેમજ જરૂરીયાતમંદ લોકોને ઉપયોગી થશે.…

Read More

ગંભીર બીમારીના ખર્ચના બોજામાંથી નાગરિકોને મોટી રાહત આપતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જૂનાગઢ જિલ્લામાં આયુષ્માન કાર્ડ હેઠળ ૮,૮૧,૦૩૦ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા, ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મળશે Junagadh, તા.૧૩, ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઈ મોટી બીમારી આવી જાય તો પરિવાર પર આર્થિક બોજો આવી જાય. આર્થિક સંકટમાંથી પરિવાર વર્ષો સુધી બહાર આવતો નથી અને વ્યાજના ચક્રમાં પણ ફસાઈ જતો હતો. આ સમસ્યાનું નિવારણ PM MODIના નેતૃત્વમાં આવ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દસ લાખ સુધીની સારવાર આવરી લેવામાં આવી છે અને જૂનાગઢ જિલ્લામાં પણ આ યોજનાનો લાભ નાગરિકોને મળી રહ્યો છે. સરકાર દ્વારા  તમામ નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વિનામૂલ્યે…

Read More

સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણાદાયક વિશિષ્ટ પ્રસંગ અમરેલી ખાતે ઉમંગભેર ઉજવાયો (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૩ઃ અજમેરા સ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક કેતન પ્રવીણચંદ્ર જોશીને વર્ષ ૨૦૨૬ નો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સન્માનની સુવાસ તેમની કર્મભૂમિ પર પ્રસરે અને શિક્ષકને તેની શાળામાં પ્રોત્સાહિત કરવાના શુભ હેતુસર અજમેરા સ્કૂલમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ કામદાર તથા આચાર્ય કંચન બહેન બારૈયાની નિશ્રામાં આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી. બાદમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું. શાળાના આચાર્ય દ્વારા સર્વ મહેમાનો તથા સન્માનિત થવા જઈ રહેલ શાળાના શિક્ષક કેતન જોશીનું ભાવભીનું શબ્દોથી સ્વાગત થયું…

Read More

કુવાડવા રોડની શહીદ ઉધમસિંહ ટાઉનશીપની ઈ વિંગમાં ઘટના; પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચેના ભાગેથી નીચે પટકાઈ હોવાની આશંકા Rajkot તા.૧૩ઃ રાજકોટ  રાજકોટના કુવાડવા રોડ પર ડિમાર્ટવાળી શેરીમાં આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપની  વિંગમાં બે વર્ષની માસૂમ બાળકીના શંકાસ્પદ મોતની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. બાળકીનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. પ્રાથમિક વિગતો મુજબ, બાળકી પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચેના ભાગેથી નીચે પટકાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકી અકસ્માતે નીચે…

Read More

મનસુખભાઈ વાછાણીનો મૃતદેહ ઘરમાંથી મળી આવતાં ચકચાર, ઘરની ચીજવસ્તુઓ વેરવિખેર હોવાથી લૂંટના ઇરાદે હત્યાની આશંકા ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી એક સગીરા અને અક્ષય નામનો યુવાન ગુમ હોવાથી પોલીસની તપાસ તેજ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ઃ જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉં.વ. ૬૬)ની ઘરમાં જ ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે રાત્રે તેમના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન જોવા મળતાં તેમની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘરની અંદર ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં રોકડ રકમ અથવા…

Read More

જામનગર, જોડિયા, જામજોધપુર અને ધ્રોલ પંથકમાં દરોડા, ૨૧ લિટર દેશી દારૂ કબજે, ચાર શખ્સો સામે કાર્યવાહી (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ઃ જામનગર શહેર અને જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદે સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સોનલનગર અને બાવરીવાસ વિસ્તાર ઉપરાંત જોડિયા, જામજોધપુર અને ધ્રોલ પંથકમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ ૨૧ લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ. ૪,૨૦૦ની કિંમતનો દારૂ કબજે કરી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર શહેરના સોનલનગર હનુમાન ટેકરી વિસ્તારમાં વાછરાડાડાના મંદિર નજીક…

Read More

રાજપાર્કથી અન્નપૂર્ણા ચોકડી તરફના માર્ગૅ થારથી આઈ-૨૦ કારને ટક્કર મારી હત્યા કર્યાનું ખુલ્યું હતું,સીસીટીવી ફૂટેજના આધારે રેકી કરનારની ધરપકડ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ઃ જામનગર શહેરમાં રાજપાર્કથી અન્નપૂર્ણા ચોકડી તરફ જવાના માર્ગ પર શુક્રવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં યુવાનના મોતનો બનાવ પૂર્વઆયોજિત હત્યાનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અગાઉ થયેલી બોલાચાલી અને મનદુઃખનો ખાર રાખીને થાર મોટરકાર વડે આઈ-૨૦ કારને પાછળથી જોરદાર ટક્કર મારવામાં આવી હતી. આ બનાવમાં અફઝલ રહીમ ચાવડા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ગત તા. ૨૯મીની રાત્રે ચાની હોટલ પાસે…

Read More

વિદ્યાર્થીઓને સાથે રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદન પાઠવ્યું (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ઃ મહેન્દ્રનગર આઈટીઆઈ અને એલ ઈ કોલેજ પાસે આજે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો રોડ ક્રોસ કરવા માટેનું ડીવાઈડર બંધ કરવા તેમજ સ્પીડ બમ્પ ના હોવાથી અકસ્માતો થતા રહે છે ગઈકાલે બે વિદ્યાર્થીઓ બાઈક લઈને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો જેથી વિદ્યાર્થીઓનો રોષ ભભૂક્યો હતો મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ એલ.ઈ.કોલેજ (ડીપ્લોમાં અને  પાસે આજે વિદ્યાર્થીઓએ ર્રાસ્તા રોકી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાથીઓના જણાવ્યા અનુસાર કોલેજ અને બસ સ્ટેન્ડ વચ્ચે રોડ ક્રોસ માટે અગાઉ ડીવાઈડરમાં કટ (ક્રોસિંગ) હતું જે બંધ…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ઃ રવાપર ગામની સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય પરિણીતા પોતાના ઘરે બાથરૂમમાં હોય ત્યારે ચક્કર આવતા બેભાન થઇ જતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કરી હતી મોરબીના રવાપરમાં આવેલ દાસ પેલેસ, વૈભવલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રીતીબેન પીન્ટુભાઈ કાચરોલા (ઉ.વ.૩૮) નામની પરિણીતા પોતાના ઘરે બાથરૂમમાં ગયા ત્યારે ચક્કર આવતા પડી જતા બેભાન થયા હતા જેથી બેભાનાવસ્થામાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ઃ મોરબી એસઓજી ટીમે રફાળેશ્વર ગામના મકાનમાં રેડ કરી ૧ કિલો ૩૪૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને ૭૩ હજારથી વધુનો મુદામાલ કબજે લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામે રહેતા આરોપી દીપક ડાયાભાઇ ભંખોડીયાના મકાનમાં ગેરકાયદે ગાંજો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો ૧ કિલો ૩૪૫ ગ્રામ કીમત ૬૭,૨૫૦ મળી આવ્યો હતો જે ગાંજાનો જથ્થો આરોપી ઈરફાન સંધી રહે વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવી પોતાના મકાનમાં વેચાણ કરવા રાખ્યાની કબુલાત આપી…

Read More