Author: Vikram Raval

મૃતક મહેશ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. તેના મોટા ભાઈ સાથે કારખાને અવારનવાર જતો હોવાથી તે ત્યાં પરિચિત હતો Rajkot, તા.૨૭ રાજકોટના સોરઠીયાવાડી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ગત તારીખ ૨૩ના રોજ એક કરુણ ઘટના બની હતી. અહીં માલવાહક લિફ્ટમાં માથું આવી જતાં એક ૧૮ વર્ષના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ,  મૃતકનું નામ મહેશ બાબુભાઈ સોલંકી છે અને તે સોરઠીયાવાડી પાસે ઝૂંપડામાં રહેતો હતો. મહેશ સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા ‘આકાશ વોચ ટાઇમ’ નામના કારખાનામાં તેના ભાઈને મળવા ગયો હતો, જે ત્યાં કામ કરતો હતો. આ દરમિયાન, તે પુઠાનો સામાન લેવા માટે માલવાહક લિફ્ટમાં ગયો. ત્રીજા…

Read More

આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં. : કોર્ટનું અવલોકન Ahmedabad, તા.૨૭ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વર્ષ ૨૦૨૩માં ૧૨ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં યુવતી સહિત ત્રણ આરોપીને સ્પે. પોક્સો કોર્ટે ૨૦-૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને એક લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે જ ચુકાદામાં સ્પે. પોક્સો કોર્ટના જજ જે.એલ.ચોવટિયાએ નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, યુવતી સહિતના આરોપીઓના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં.…

Read More

પેટલાદથી વડોદરા જઈ રહેલા મામા- ભાણેજની રીક્ષા બે વાહનો વચ્ચે સેન્ડવીચ થઈ જતાં કરુણાંતિકા સર્જાઈ Anand, તા.૨૭ આણંદ તાલુકાના વાસદ-તારાપુર હાઈવે ઉપર આવેલ સુંદણ પાસે આજે પરોઢીયે પેટલાદથી ફળ લેવા રીક્ષા લઈ વડોદરા જઈ રહેલ મામા-ભાણાની રીક્ષા આગળ જતી લકઝરી અને પાછળ આવતી ટ્રક વચ્ચે ચગદાઈ ગઈ હતી. જેના કારણે બંનેના કરુણ મોત થયા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મલાવ ભાગોળ, ધોબીકુઈ વિસ્તારમાં શંકરભાઈ મફતભાઈ તળપદા રહે છે. જેઓ પોતાના મોટાભાઈ મહેન્દ્રભાઈ તળપદા (ઉ.વ. ૫૩) સાથે ફળની લારી ફેરવે છે. જે પેટલાદ શહેરની વાવ ચોકડી પાસે…

Read More

કલેક્ટર તંત્રના આદેશ બાદ કોડીનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતી એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી Veraval, તા.૨૭ ગીર ગઢડાના જમજીર ધોધમાં પૂરની પરિસ્થિતિ હોવાથી અહીં અવરજવર પર પ્રતિબંધ છે. છતાં પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે અહીં વિડીયો બનાવી વાઈરલ કર્યો છે. આ મામલે વિવાદ થતા કલેક્ટર તંત્રના આદેશ બાદ કોડીનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતી એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.ગીર સોમનાથના જમજીર ધોધ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં પૂજા પ્રજાપતિએ તેની મિત્રો સાથે રિલ્સ બનાવી હતી. આથી નિવાસી અધિક કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પૂજા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ…

Read More

ઉત્તરપ્રદેશ હાયર એજ્યુકેશન સર્વિસ કમિશનના રોજિંદા વેતન આધારિત કર્મચારીઓની અપીલની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતા New Delhi, તા.૨૭ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે સરકાર બંધારણીય નોકરીદાતા છે અને આઉટસોર્સિંગ પર લોકોને નોકરી પર રાખીને તેમનું શોષણ કરી શકે નહીં. સરકાર નાણાકીય તંગી અથવા ખાલી જગ્યાઓના અભાવને ટાંકીને લાંબા ગાળાના એડહોક કર્મચારીઓને નિયમિત કરવાનો અથવા મૂળભૂત પગાર સમાનતાનો ઇનકાર કરી શકે નહીં.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે તાજેતરના ચુકાદામાં અવલોકન કર્યા હતાં કે નોકરી સહજ રીતે કાયમી હોય તેવા કિસ્સામાં અનિશ્ચિતતા ટકાવી અને નિષ્પક્ષ કાર્યપદ્ધતિની અવગણના કરવાની એક ઢાલ તરીકે આઉટસોર્સિંગનો ઉપયોગ કરી…

Read More

સૂત્રોના જણાવ્યાં અનુસાર, સીજેઆઈ ગવઈએ કોલેજીયમની નામ ભલામણ કરવાની પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો New Delhi, તા.૨૭ બોમ્બે હાઈકોર્ટમાં જજીસની નિમણૂક માટેની સુપ્રીમ કોર્ટની કોલેજિયમની તાજેતરની ભલામણમાં ૧૪ નામોનો સમાવેશ કરાયો છે. જેમાં રાજ દામોદર વાકોડેના નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ વાકોડે એ સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ આર. ગવઈનો ભત્રીજો છે. જોકે સુપ્રીમ કોર્ટમાં આવા નામોની ભલામણો પહેલી વાર થઈ હોય તેવું નથી. અગાઉ પણ આવા ઉદાહરણો જોવા મળ્યાં છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧૫ મે, ૨૦૨૫ સુધીમાં જજ તરીકે ભલામણ કરાયેલાં ૨૭૯ પૈકીના ૩૨ જજ પારિવારિક સંબંધોથી જોડાયેલાં હોવાનું એક વિશ્લેષણમાં જણાવાયું છે. કાકા- ભત્રીજા બંને જજ હોય…

Read More

ચીને મેગ્નેટની નિકાસ અટકાવતાં અમેરિકાએ બોઈંગના પાટ્‌ર્સ આપ્યા નહીં અને ૨૦૦ પ્લેન ખોટકાયા Washington , તા.૨૭ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફનું હથિયાર ઉગામવાની ચીમકી આપી છે. હાલ તો અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિ થયેલી છે, પરંતુ ચીન દ્વારા અર્થ મેગ્નેટની નિકાસ અટકાવવાનો પ્રયાસ થાય તો તેના પર ૨૦૦ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પે ચીમકી આપી છે. આ સાથે ટ્રમ્પે દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચેની મિત્રતા સંધિને રદ કરવામાં પણ કોઈ પાછી પાની નહીં કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. સાઉથ કોરિયન પ્રમુખ લી જે મીયુંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે ચીનને ઝુકાવ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. સાઉથ કોરિયામાં…

Read More

અમેરિકામાં ઓછી કિંમતની કે મહત્ત્વ નહીં ધરાવતી વસ્તુઓને અપાયેલી રાહત દૂર થતાં ચીન અને હોંગકોંગની કંપનીઓને વધારે અસર થશે New York તા.૨૭ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિ દ્વારા અમેરિકામાં વિદેશી સામાન પરની નિર્ભરતા ઘટાડવાની ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે અમેરિકામાં આવતી ઓછી કિંમતની કે પરચૂરણ વસ્તુઓને મળતી ટેરિફ રાહત શુક્રવારથી બંધ કરવામાં આવશે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, ૮૦૦ ડોલર કે તેથી ઓછી કિંમતના આંતરરાષ્ટ્રીય સામાનને કસ્ટમ ડ્યુટીમાં અપાયેલી રાહત શુક્રવારથી દૂર કરવામાં આવશે.અમેરિકામાં ઓછી કિંમતની કે મહત્ત્વ નહીં ધરાવતી વસ્તુઓને અપાયેલી રાહત દૂર થતાં ચીન અને હોંગકોંગની કંપનીઓને વધારે અસર થશે. અગાઉ આવી વસ્તુઓ કસ્ટમની પ્રક્રિયા વગર અમેરિકામાં…

Read More

ટ્રમ્પના હાથ પર એક કાળો ડાઘ પણ જણાય છે જેને તેઓ છૂપાવવાનો સતત પ્રયાસ કરતા જણાય છે Washington, તા.૨૭ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત સતત લથડી રહી હોવાનું અને તેઓ તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો બે મનોવૈજ્ઞાનિકોએ કર્યો છે. ટ્રમ્પની બીમારીના લક્ષણો દિવસે ને દિવસે કથળતા જોવા મળી રહ્યા છે અને ટ્રમ્પને મગજની ગંભીર બીમારી હોવાનું માનવામાં આવે છે. યુએસ પ્રમુખના સાયકોમોટર પર્ફોર્મન્સમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત તેમની યાદશક્તિ પણ ક્ષીણ થઈ રહી હોવાના ગંભીર લક્ષણો સામે આવ્યા છે. ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ્‌સ ડો. હેરી સેગલ અને ડો. જ્હોન ગાર્ટનરે ૭૯ વર્ષીય ટ્રમ્પનું અવલોકન કર્યું હતું જેમાં તેમને…

Read More

સ્થાનિકોએ જણાવ્યું કે, આ બિલ્ડીંગ એટલી જૂની હતી અને વરસાદના કારણે દીવાલમાં તિરાડ પડી ગઈ હતી Mumbai તા.૨૭ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦ થી ૨૫ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં લગભગ ૨૦-૨૫ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી…

Read More