- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
New Delhi, તા.૧૨ દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના કેન્દ્ર સમાન Jantar Mantar અંગે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જંતર-મંતરને સત્તાવાર વિરોધ સ્થળોની યાદીમાંથી કાયમ માટે દૂર કર્યું છે. આ નવા આદેશને કારણે દેશભરના સામાજિક કાર્યકરો અને રાજકીય સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી Jantar Mantar ભારતના સામાન્ય નાગરિકો માટે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું એક મુખ્ય માધ્યમ રહ્યું છે. અચાનક લેવાયેલા આ નિર્ણય પર ઝ્રત્નઁ ના પ્રવક્તા સૌરવ દાસે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ પગલાંને લોકશાહી અને શાંતિપૂર્ણ વિરોધ કરવાના નાગરિકોના મૂળભૂત અધિકાર પર સીધો હુમલો ગણાવ્યો છે. આ મુદ્દે ઇન્સ્ટાગ્રામ…
તહેવારોની સિઝનમાં Onion, લસણ અને શાકભાજીના ભાવમાં ભડકો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું નવી દિલ્હી, તા.૧૨ છેલ્લા કેટલાક સમયથી દેશમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. તહેવારોની સિઝનમાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો આકરો માર પડ્યો છે. સરકારે જાહેર કરેલા નવા આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ માં દેશનો છૂટક ફુગાવો અચાનક વધી ગયો છે. ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો ૪.૮૩ ટકા હતો, જે સપ્ટેમ્બરમાં કૂદકે ને ભૂસકે વધીને સીધો ૫.૫૪ ટકા પર પહોંચી ગયો છે. આ જંગી વધારા પાછળનું સૌથી મોટું કારણ ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ભૌગોલિક-રાજકીય કટોકટીની સીધી…
New Delhi. તા.૧૨ New Delhiમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જંતર-મંતરને પ્રદર્શન સ્થળના લિસ્ટમાંથી હટાવી દીધું છે. ગૃહમંત્રાલયની સમિતિની ભલામણના આધાર પર દિલ્હીમાં ધરણા-પ્રદર્શન માટે ત્રણ નવા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી મેદાન, પૂર્વી દિલ્હી પ્રદર્શન માટે નક્કી કરવામાં આવ્યા છે. જંતર-મંતરને પ્રદર્શન સ્થળના રૂપમાં આપવામાં આવેલું નોટિફિકેશન રદ્દ કરી દેવામાં આવ્યું છે. આશરે ૩૩ વર્ષ સુધી જંતર-મંતર પ્રદર્શનનું સ્થળ રહ્યું. આ પહેલા ઈન્ડિયા ગેટની બોટ ક્લબ પ્રદર્શન સ્થળ હતી. કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી માગી હતી. આ વચ્ચે સરકારે મોટું પગલું ભરતા તેને ધરણા સ્થળના…
Ahmedabad, તા.૧૨ પંજાબના અમૃતસરમાં થયેલી મધુસુદન સિંહ ઉર્ફે મેડ સિંહની હત્યાના ચકચારી કેસમાં ગુજરાત છ્જી અને વલસાડ ર્જીંય્ને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. પંજાબ પોલીસની બાતમીના આધારે બંને એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરીને હત્યા કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓને વાપીમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ ગુજરાત છ્જી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પંજાબ પોલીસની ટીમ ત્રણેય આરોપીઓનો કબજો મેળવી તેમને વધુ તપાસ માટે પંજાબ લઈ ગઈ હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એક આરોપીને ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, ૩જી ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમૃતસરના લોહારકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક મધુસુદન સિંહ…
ફેબ્રિકેશનનું કામ કરવા આવનાર શખ્સે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવતા સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી Ahmedabad, તા.૧૨ શહેરના ન્યુ રાણીપમાં આવેલા એક ફ્લેટમાં ગંભીર બનાવ બનવા પામ્યો છે. એક મહિલાનો પતિ ઓફિસેથી મોડો આવવાનો હોવાથી ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સંતાનો સાથે સુઇ ગઇ હતી. ત્યારે મધરાત્રે એક શખ્સે ઘરમાં ઘૂસીને બેડરૂમમાં સુતેલી સગીરા સાથે અડપલાં કર્યા હતા. સગીરાએ બૂમાબૂમ કરતા જ શખ્સ તેને લાફો મારીને ભાગી ગયો હતો. સીસીટીવી આધારે સોસાયટીમાં ફેબ્રિકેશનનું કામ કરવા આવનાર શખ્સે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવતા સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ન્યુ રાણીપમાં આવેલા એક ફ્લેટમાં મહિલા તેના…
છેલ્લા એક દશકથી વધુ સમયમાં સાઉદી અરેબિયાની ધરતી પર થયેલો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે New Delhi તા.૧૨ મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં યુદ્ધનું કેન્દ્ર હવે ઈરાનથી ખસીને સાઉદી અરેબિયા તરફ વળતું જોવા મળી રહ્યું છે. Saudi Arabiaની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત બીજા દિવસે પણ ખતરનાક હુમલો કર્યો છે. આ હુમલાને કારણે એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વ્યાપક નુકસાન થયું છે.સામે આવેલા ડાકુમેન્ટરી ફૂટેજ અને રિપોટ્ર્સ અનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં ઉમરાહ માટે આવેલા યાત્રીઓ પોતાની ફ્લાઇટ્સમાં સવાર થવા માટે લાઈનમાં ઊભા હતા અને તૈયારી…
૧૧મી ઓક્ટોબરના રોજ સોહર એન્કોરેજ નજીક આ ટેન્કરને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું New Delhi, તા.૧૨ Omanના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સલામતી અંગે મોટી ચિંતા વ્યક્ત થઈ રહી છે. એમટી પેટ્રો ડોલ્ફિનનામના આ ટેન્કરમાં કુલ ૧૧ ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ હુમલા બાદ સ્થાનિક કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.અહેવાલો અનુસાર, ૧૧મી ઓક્ટોબરના રોજ સોહર એન્કોરેજ નજીક આ ટેન્કરને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર આ અંગે…
સરકારી કંપનીઓ દ્વારા ભાવ સ્થિર રાખવામાં આવતા અન્ય મેટ્રો શહેરો સરખામણીમાં ગ્રાહકોને થોડી રાહત મળી નવી દિલ્હી, તા.૧૨ રોજિંદી મુસાફરી કરતા લોકો માટે ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે. નાયરા બાદ હવે વધુ એક ખાનગી ઈંધણ કંપનીએ Petrol અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત ર્ત્નૈ-હ્વ એ પેટ્રોલની કિંમતમાં ૫ પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં ૩ પ્રતિ લિટર નો વધારો કર્યો છે. આ નવા દરો રવિવાર, ૧૧ ઓક્ટોબરથી સવારે ૬ વાગ્યાથી અમલમાં આવી ગયા છે.પશ્ચિમ એશિયા માં ચાલી રહેલા તણાવ અને હોર્મૂઝની ખાડી થી ઓઇલ સપ્લાય ઠપ થવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો…
ED અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆર આધારે શરૂ કરવામાં આવી હતી New Delhi, તા.૧૨ EDએ આમ્રપાલી જૂથ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીનાં મહારાની બાગ સ્થિત ૫૪.૭૧ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લીધી છે. આ સંપત્તિ સુરભાઇ એડવર્ટાઇઝિંગ નામે નોંધાયેલી છે. ઇડીનાં લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી છે.ઇડી અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆર આધારે શરૂ કરવામાં આવી હતી.આરોપ મૂકવામાં આવ્યો છે કે આમ્રપાલી જૂથે નોઇડા અને ગ્રેટર નોઇડામાં રહેણાંક પ્રોજેક્ટ માટે ખરીદનારાઓ પાસેથી નાણાં લઇને ૩૬ મહિનામાં…
દરિયાની સફર દરમિયાન અદનની ખાડીમાં ગુહેરે કિનારા નજીક બાબ અલ-મંદેબ જળડમરુમધ્ય વિસ્તારમાં બોટનું સંતુલન બગડી જતાં તે દરિયામાં ઊંધી વળી ગઈ હતી Djibouti, તા.૧૨ પૂર્વ આફ્રિકાના દેશ Djiboutiના કિનારે એક અતિશય હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આફ્રિકાના હોર્ન વિસ્તારમાંથી રોજગારી અને સલામત આશ્રયની શોધમાં નીકળેલા પ્રવાસીઓની એક બોટ દરિયામાં પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન ના તાજેતરના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૩૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી દફનાવવામાં આવેલા દર્જનથી વધુ માસૂમ બાળકો પણ શામેલ છે. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને જીવિત બચેલા લોકોના હવાલેથી માહિતી આપતાં જણાવ્યું કે, આ…
