- Rajkot;મેળામાં અફીણનો કસુંબો પીધા બાદ તબિયત બગડી, સારવારમાં મોત
- Amreli: રેલ્વે પુલ નીચેથી અમદાવાદનાં યુવાનનો મૃતદેહ મળ્યો
- Jamnagar: જિલ્લાના પાંચ ફોજદારની બદલી
- Jamnagar: કુતરાની સળી કરવા મામલે પડોશીઓ બાખડી પડયા
- Gondal court માં બે પુત્રોનો કબ્જો મેળવવા માતાએ કરેલી અરજી નામંજુર
- AI સાયબર સુરક્ષા નિષ્ણાતો માટે સહાયક બન્યું
- ચંદ્રયાન-5માં જાપાન પણ જોડાશે: અવકાશ સફરમાં ભારતને મજબૂત ટેકનોલોજી ભાગીદાર મળ્યા
- Ribda પેટ્રોલપંપ પર ફાયરીંગ કરનાર શાર્પ શૂટરોને હથીયાર આપનાર,બે શખ્સોની ધરપકડ
Author: Vikram Raval
સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે Mumbai,, તા.૨૭ અભિનેત્રી સૈયામી ખેર સત્તાવાર રીતે પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’ના કલાકારો સાથે જોડાઈ ગઈ છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે એવી આ ફિલ્મનું શૂટિંગ કોચીમાં શરૂ થઈ ગયું છે અને તેની પહેલાંથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે.‘હૈવાન’ ઘણા કારણોસર એક ખાસ ફિલ્મ બની રહી છે. સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. દર્શકો માટે અક્ષય અને સૈફ છેલ્લે ‘ટશન’માં જોવા મળ્યા હતા અને હવે, ૧૮ વર્ષ પછી અક્ષય…
આ ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે, જે ગાંધી જયંતિ અને દશેરા સાથે રિલીઝ થવાની છે Mumbai, તા.૨૭ ધર્મા પ્રોડક્શન્સે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ના પોસ્ટરનાં રિલીઝ સાથે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે. આ પોસ્ટર, એક મોશન પિક્ચર ડિઝાઇન છે, જેમાં ફક્ત મુખ્ય પાત્રો જ નહીં પરંતુ રોહિત સરાફ અને સાન્યા મલ્હોત્રાને પહેલા ક્યારેય ન જોયેલા અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે, જે ફિલ્મમાં સંબંધોના ગૂંચવાડા તરફ સંકેત આપે છે.આ પોસ્ટરે ટિ્વસ્ટેડ લવસ્ટોરીને સમજવા માટે ઉત્સુક ફૅન્સમાં ચર્ચાઓ જગાવી છે. બ્રાઇટ ગોલ્ડન સાડીમાં જોવા મળતી જાહ્નવી કપૂર અને સુંદર કાળા…
મૃતકની બે સગી ભાણેજ સહિત ચાર સામે ફરિયાદઃ બનાવમાં ઉપયોગમાં લીધેલું દોરડું સળગાવી પુરાવાનો નાશ કરાયો Morbi, તા.૨૭ રફાળેશ્વર ગામે એક મહિલા દારૂ પીને અવારનવાર માથાકૂટ કરતી હોવાથી તેની બે સગી ભાણેજે અન્ય સાથે મળીને મહિલાને ખાટલામાં દોરડા વડે ધોકાથી માર મારતા બાંધી માથામાં જીવલેણ ઈજાઓ કરી હત્યા નીપજાવી હતી. મોરબી તાલુકા પોલીસે બે મહિલાઓ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઈ સોલંકી નામના વૃદ્ધાએ આરોપીઓ હીના લક્ષ્મણ રાઠોડ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ, હુશેન ફિરોજ જુણેજા અને નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી લક્ષ્મીને દારૂ…
Amreli, Bagasara તા.૨૭ બગસરા તાલુકાના સાપર ગામમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં સંતાનોના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક ભાઈએ પોતાની સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેમાં મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન પ્રમાંધ બનીને ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે થયેલા મનદુઃખના ઉશ્કેરાટમાં આ કરુણ બનાવ બન્યો હતો, જેમાં એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, બગસરા તાલુકાના સાપર ગામમાં રહેતા ગીતાબેન ચૌહાણ (ઉ.વ.૫૦)ની આજે તેમના જ મકાનમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ તેમના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ પર મૂકવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, મૃતક ગીતાબેનના દીકરા અને આરોપી…
મૃતક મહેશ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. તેના મોટા ભાઈ સાથે કારખાને અવારનવાર જતો હોવાથી તે ત્યાં પરિચિત હતો Rajkot, તા.૨૭ રાજકોટના સોરઠીયાવાડી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ગત તારીખ ૨૩ના રોજ એક કરુણ ઘટના બની હતી. અહીં માલવાહક લિફ્ટમાં માથું આવી જતાં એક ૧૮ વર્ષના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ મહેશ બાબુભાઈ સોલંકી છે અને તે સોરઠીયાવાડી પાસે ઝૂંપડામાં રહેતો હતો. મહેશ સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા ‘આકાશ વોચ ટાઇમ’ નામના કારખાનામાં તેના ભાઈને મળવા ગયો હતો, જે ત્યાં કામ કરતો હતો. આ દરમિયાન, તે પુઠાનો સામાન લેવા માટે માલવાહક લિફ્ટમાં ગયો. ત્રીજા…
આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં. : કોર્ટનું અવલોકન Ahmedabad, તા.૨૭ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વર્ષ ૨૦૨૩માં ૧૨ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં યુવતી સહિત ત્રણ આરોપીને સ્પે. પોક્સો કોર્ટે ૨૦-૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને એક લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે જ ચુકાદામાં સ્પે. પોક્સો કોર્ટના જજ જે.એલ.ચોવટિયાએ નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, યુવતી સહિતના આરોપીઓના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં.…
પેટલાદથી વડોદરા જઈ રહેલા મામા- ભાણેજની રીક્ષા બે વાહનો વચ્ચે સેન્ડવીચ થઈ જતાં કરુણાંતિકા સર્જાઈ Anand, તા.૨૭ આણંદ તાલુકાના વાસદ-તારાપુર હાઈવે ઉપર આવેલ સુંદણ પાસે આજે પરોઢીયે પેટલાદથી ફળ લેવા રીક્ષા લઈ વડોદરા જઈ રહેલ મામા-ભાણાની રીક્ષા આગળ જતી લકઝરી અને પાછળ આવતી ટ્રક વચ્ચે ચગદાઈ ગઈ હતી. જેના કારણે બંનેના કરુણ મોત થયા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મલાવ ભાગોળ, ધોબીકુઈ વિસ્તારમાં શંકરભાઈ મફતભાઈ તળપદા રહે છે. જેઓ પોતાના મોટાભાઈ મહેન્દ્રભાઈ તળપદા (ઉ.વ. ૫૩) સાથે ફળની લારી ફેરવે છે. જે પેટલાદ શહેરની વાવ ચોકડી પાસે…
કલેક્ટર તંત્રના આદેશ બાદ કોડીનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતી એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી Veraval, તા.૨૭ ગીર ગઢડાના જમજીર ધોધમાં પૂરની પરિસ્થિતિ હોવાથી અહીં અવરજવર પર પ્રતિબંધ છે. છતાં પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે અહીં વિડીયો બનાવી વાઈરલ કર્યો છે. આ મામલે વિવાદ થતા કલેક્ટર તંત્રના આદેશ બાદ કોડીનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતી એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.ગીર સોમનાથના જમજીર ધોધ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં પૂજા પ્રજાપતિએ તેની મિત્રો સાથે રિલ્સ બનાવી હતી. આથી નિવાસી અધિક કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પૂજા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ…
ઉત્તરપ્રદેશ હાયર એજ્યુકેશન સર્વિસ કમિશનના રોજિંદા વેતન આધારિત કર્મચારીઓની અપીલની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતા New Delhi, તા.૨૭ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે સરકાર બંધારણીય નોકરીદાતા છે અને આઉટસોર્સિંગ પર લોકોને નોકરી પર રાખીને તેમનું શોષણ કરી શકે નહીં. સરકાર નાણાકીય તંગી અથવા ખાલી જગ્યાઓના અભાવને ટાંકીને લાંબા ગાળાના એડહોક કર્મચારીઓને નિયમિત કરવાનો અથવા મૂળભૂત પગાર સમાનતાનો ઇનકાર કરી શકે નહીં.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે તાજેતરના ચુકાદામાં અવલોકન કર્યા હતાં કે નોકરી સહજ રીતે કાયમી હોય તેવા કિસ્સામાં અનિશ્ચિતતા ટકાવી અને નિષ્પક્ષ કાર્યપદ્ધતિની અવગણના કરવાની એક ઢાલ તરીકે આઉટસોર્સિંગનો ઉપયોગ કરી…
સૂત્રોના જણાવ્યાં અનુસાર, સીજેઆઈ ગવઈએ કોલેજીયમની નામ ભલામણ કરવાની પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો New Delhi, તા.૨૭ બોમ્બે હાઈકોર્ટમાં જજીસની નિમણૂક માટેની સુપ્રીમ કોર્ટની કોલેજિયમની તાજેતરની ભલામણમાં ૧૪ નામોનો સમાવેશ કરાયો છે. જેમાં રાજ દામોદર વાકોડેના નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ વાકોડે એ સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ આર. ગવઈનો ભત્રીજો છે. જોકે સુપ્રીમ કોર્ટમાં આવા નામોની ભલામણો પહેલી વાર થઈ હોય તેવું નથી. અગાઉ પણ આવા ઉદાહરણો જોવા મળ્યાં છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧૫ મે, ૨૦૨૫ સુધીમાં જજ તરીકે ભલામણ કરાયેલાં ૨૭૯ પૈકીના ૩૨ જજ પારિવારિક સંબંધોથી જોડાયેલાં હોવાનું એક વિશ્લેષણમાં જણાવાયું છે. કાકા- ભત્રીજા બંને જજ હોય…