- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તનુશ્રીની હરકતો સામે રોષ વ્યક્ત કર્યો Mumbai, તા.૧૨ દિગ્ગજ અભિનેતા Nana Patekarના નિધન બાદ અભિનેત્રી તનુશ્રી દત્તા પોતાના નિવેદનોને કારણે ફરી વિવાદોમાં આવી ગઈ છે. તે સતત સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને નાના પાટેકરની ટીકા કરી રહી છે, જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. નાના પાટેકર હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના ચાહકો તનુશ્રીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન જાણીતા કોમેડિયન સુનીલ પાલે એક વીડિયો જાહેર કરીને તનુશ્રી દત્તાની આકરી ઝાટકણી કાઢી છે.સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તનુશ્રીની હરકતો સામે રોષ વ્યક્ત…
Mumbai, તા.૧૨ સાઉથના સુપરસ્ટાર Rajinikanthની આગામી એક્શન એન્ટરટેઇનર ફિલ્મ ‘ધર્મન’ની રિલીઝને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. અશ્વથ મરીમુથુના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ અગાઉ પોંગલ ૨૦૨૭ના તહેવાર દરમિયાન રિલીઝ થવાની અપેક્ષા હતી. જોકે, અહેવાલો અનુસાર, કમલ હસનની ફિલ્મ ‘ઇન્ડિયન ૩’ને આ સમયગાળામાં રિલીઝ કરવા માટે ‘ધર્મન’ની રિલીઝ પાછળ ઠેલવામાં આવી શકે છે.આ અંગેના અહેવાલો પ્રમાણે, ‘ઇન્ડિયન ૩’ની ટીમ પોંગલ ૨૦૨૭માં ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી કરી રહી છે. ‘ઇન્ડિયન ૨’ સાથે જ શૂટ થયેલા ભાગોનું પોસ્ટ-પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું હોવાનું કહેવાય છે, જ્યારે નવા દૃશ્યોનાં શૂટિંગ માટે હજુ લગભગ ૧૫ દિવસની જરૂર છે. કમલ હસન સાથે ચર્ચા બાદ બાકીનું શૂટિંગ…
સલમાને ચેનલની જાહેરાત માટે એક ખાસ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અંગ્રેજી મૂળાક્ષરો બોલતો જોવા મળે છે Mumbai, તા.૧૨ બોલિવૂડનાં સુપરસ્ટાર Salman Khan ડિજિટલ દુનિયામાં વધુ એક નવું પગલું ભર્યું છે. ફિલ્મો, ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર સક્રિય સલમાને હવે પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. ૯ ઑક્ટોબરે શુક્રવારે ચેનલ લોન્ચ કર્યા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકોને તેની જાણકારી આપી હતી.સલમાને ચેનલની જાહેરાત માટે એક ખાસ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અંગ્રેજી મૂળાક્ષરો બોલતો જોવા મળે છે. આ સાથે તેણે લખ્યું, “શરૂઆતથી શરૂ કરીએ… મારી સત્તાવાર યુટ્યુબ ચેનલ. છથી ઢ સુધી બધું અહીં મળશે.” તેની આ…
નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી વૉર ડ્રામા ફિલ્મ ૧ ઑક્ટોબર, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે Mumbai, તા.૧૨ Ajay Devgn દૃશ્યમની સફળતા સાથે પોતાની આગામી વૉર ડ્રામા ફિલ્મ ‘ચૌહાણ’ના શૂટિંગ માટે લદ્દાખના કારગિલ પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, અજયે થોડા દિવસ પહેલાં કારગિલમાં શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યો આ સુંદર પર્વતીય વિસ્તારમાં ફિલ્માવવામાં આવશે.લદ્દાખના એક સુત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મનાં નિર્માતાઓએ શૂટિંગ માટે જરૂરી મંજુરીઓ અગાઉથી મેળવી લીધી છે અને શૂટિંગ સરળતાથી પૂરું થાય તે માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરી છે. કારગિલમાં હાલ ઠંડીનું પ્રમાણ વધુ છે, જે ફિલ્મનાં દૃશ્યોને વાસ્તવિક બનાવશે.અજય દેવગન માટે લદ્દાખમાં શૂટિંગ કરવાનો આ પહેલો અનુભવ નથી.…
કલાકારોના કામની ટીકા થવી સ્વાભાવિક છે, પરંતુ વ્યક્તિગત હુમલા અને અપમાનજનક નિવેદનો સ્વસ્થ ચર્ચાનો ભાગ બની શકતાં નથી Mumbai, તા.૧૨ Taapsee Pannu પોતાની સ્પષ્ટ કહેવાની અને બેધડક અભિપ્રાયો માટે જાણીતી છે. ફિલ્મો ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ અને ટ્રોલિંગ જેવા મુદ્દે પણ તે ખુલીને વાત કરતી રહી છે. તાજેતરમાં તેણે માનસિક સ્વાસ્થ્ય અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે પોતાની લાગણીઓને સમજવી અને જરૂર પડે ત્યારે મદદ લેવી જરૂરી છે.કોરોનાકાળ દરમિયાન અનેક લોકોએ એકલતા, ચિંતા અને અનિશ્ચિતતાનો અનુભવ કર્યો હતો. આ સમયગાળાએ માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચાને વધુ મહત્ત્વ આપ્યું. તાપસીનાં મતે, માનસિક…
તિથિ પ્રથમા (એકમ) – ૨૧ઃ૩૨ઃ૧૯ સુધી નક્ષત્ર ચિત્રા – ૨૨ઃ૩૨ઃ૪૬ સુધી કરણ કિન્સ્તુઘ્ના – ૦૯ઃ૨૨ઃ૫૭ સુધી, ભાવ – ૨૧ઃ૩૨ઃ૧૯ સુધી પક્ષ શુક્લ યોગ વૈધૃતિ – ૨૧ઃ૦૪ઃ૫૮ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૯ઃ૧૨ સૂર્યાસ્ત ૧૭ઃ૫૬ઃ૨૦ ચંદ્ર રાશિ કન્યા – ૧૦ઃ૦૪ઃ૧૮ સુધી ચંદ્રોદય ૦૬ઃ૪૬ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૮ઃ૦૪ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૫ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત આશ્વિન (આસો) દિન કાળ ૧૧ઃ૩૭ઃ૦૮ અશુભ સમય દુર મુહુર્ત ૧૬ઃ૨૩ઃ૨૨ થી ૧૭ઃ૦૯ઃ૫૧ ના કુલિક ૧૬ઃ૨૩ઃ૨૨ થી ૧૭ઃ૦૯ઃ૫૧ ના દુરી / મરણ ૧૦ઃ૧૧ઃ૩૪ થી ૧૦ઃ૫૮ઃ૦૩ ના રાહુ કાળ ૧૬ઃ૨૯ઃ૧૧…
મેષ આજે તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો. આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. તમારા ધન સંચિત કરવા ના પ્રયાસ આજે અસફળ થયી શકે છે. પરંતુ ઘબરાવાની જરૂર નથી કેમકે પરિસ્થિતિ જલ્દી સુધરશે? મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. આજે આ રાશિ ના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે. વૃષભ આજે તમને સંતપુરૂષ પાસેથી મળેલું…
આજીડેમ પોલીસે જડેશ્વર વેલનાથ પાર્કમાં દરોડો પાડી ૧૯ બોટલ કબજે કરી, આરોપી કમલેશ વાઘોરા નાસી છૂટ્યો કોઠારીયા નાકા પાસે એક્સેસ પરથી ૨ બોટલ સાથે મનીષ લોઢીયા ઝડપાયો, હરેશ નાથાની શોધખોળ Rajkot તા.૧૦ઃ શહેર પોલીસ દ્વારા સપાટો બોલાવી બે સ્થળોએ વિદેશી વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે. જડેશ્વર વેલનાથ પાર્ક ના મકાનમાં આજીડેમ પોલીસે દરોડા પાડી ૧૯ બોટલ દારૂ કબજે કરી નાસી છૂટેલા કમલેશ વાઘોરાની શોધખોળ હાથ ધરવામાં આવી છે જ્યારે એ ડિવિઝન પોલીસે કોઠારીયા નાકા પાસે દિવાનપરામાં એક્સેસ મોટરસાયકલ માંથી બે બોટલ દારૂ સાથે મનીષ લોઢીયા નામના સોની કારીગર ની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા હરેશ નાથા ની શોધખોળ…
૧૧ ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ જનાના હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ સેવા સંકલ્પ અભિયાન હેઠળ સેવાસેતુ કાર્યક્રમોમાં કીટનું વિતરણ Rajkot , તા. ૧૦ઃ ૧૧ ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. સમાજમાં દીકરીના અસ્તિત્વ, સન્માન, શિક્ષણ અને તેના અધિકારોની ઉજવણી કરવાનો અવસર. દીકરીઓનું ગૌરવ અને સન્માન એ પ્રગતિશીલ સમાજની ઓળખ છે. ભારત સરકારની બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય, સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દ્રઢ બને અને દીકરીના જન્મને એક ગૌરવશાળી ક્ષણ તરીકે વધાવવામાં આવે, તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દીકરીનો જન્મ એ જ ઘરનો સૌથી મોટો ઉત્સવ છે. ત્યારે દીકરીઓના આગમનને આવકારવા માટે બેટી બચાઓ, બેટી…
જિલ્લા વહીવટી તંત્રની વિશેષ ઝુંબેશઃ અત્યાર સુધીમાં ૨૨૭૫ પરિવારોને પ્લોટ ફાળવાયા Rajkot, તા. ૧૦ઃ રાજ્ય સરકારના અંત્યોદયના ભાવને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટમાં વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટની સનદનું વિતરણ કર્યું હતું. આ જમીનના હક્ક મળતાં જ પરિવારો ખુશખુશાલ થઈ ગયા હતા અને મુખ્યમંત્રીશ્રી તથા જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.નોંધનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં ૨૨૭૫ પરિવારોને આ રીતે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને રહેણાક હેતુ માટે પ્લોટ ફાળવવા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા વિશેષ કવાયત શરૂ…
