- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
Author: Vikram Raval
Ambaji,તા.૨૯ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને મોટું દાન મળ્યું છે. આ દિવસે અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના આ ઉત્સવ પર એક અજ્ઞાત માઈ ભક્તે જગતજનની મા અંબાના ચરણોમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા લાખો રૂપિયાના સોનાનું માતબર દાન અર્પણ કર્યું છે. આ સુવર્ણ ભેટ માત્ર એક કિંમતી ધાતુ નથી, પરંતુ ભક્તના હૃદયમાં રહેલી માતાજી પ્રત્યેની અપાર આસ્થાનું પ્રતીક છે. આ ભક્તિમય દાનની વિગતો પર નજર કરીએ તો, ભક્તે કુલ ૧૬૭.૨૭૦ ગ્રામ સોનું માતાજીને અર્પણ કર્યું છે. આ સુવર્ણ ભેટમાં વિશેષ રૂપે સોનાની ૨ લગડીઓ અને સાથે સોનાના ૨ ટુકડાઓનો સમાવેશ…
Kolkata,તા.૨૯ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને ત્યારબાદ પાર્ટીમાં બળવાખોરી બાદ મૌન રહેલા ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ બળવાખોરો પર એક મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યું હતું કે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયેલા ૨૦ બળવાખોર તૃણમૂલ કોંગ્રેસના સાંસદોને સત્તાવાર રીતે ગેરલાયક ઠેરવવામાં આવે તે માત્ર સમયની વાત છે. તેમનું આ નિવેદન લોકસભા સચિવાલય દ્વારા બળવાખોર સાંસદોને નોટિસ જારી કર્યાના થોડા દિવસો બાદ આવ્યું છે, જેમાં ટીએમસી નેતા અભિષેક બેનર્જીની પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમને ગેરલાયક ઠેરવવાની અરજીનો સાત દિવસનો જવાબ માંગવામાં આવ્યો હતો. ટીએમસીની વિદ્યાર્થી પાંખ તૃણમૂલ છાત્ર પરિષદ (ટીએમસીપી) ના સ્થાપના…
Gandhinagar,તા.૨૯ દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યું છે. મત્સ્યક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસ ક્ષેત્રને નવી વૈશ્વિક ઓળખ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (ટીઈડી) લગાવવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવશે. મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી જણાવે છે કે, આ યોજના હેઠળ રાજ્યના ૮,૯૨૫ માછીમારોને ૧૦૦% સરકારી સહાય સાથે વિનામૂલ્યે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ પૂરાં પાડવામાં આવશે. કુલ રૂ. ૨૦.૯૬ કરોડના ખર્ચે આકાર પામનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી દરિયાઈ જીવસૃષ્ટિના જતનની સાથે-સાથે ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે વૈશ્વિક…
Chandigarhતા.૨૯ તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે વિધાનસભામાં જૂની પરંપરા તોડી. રાજ્ય વિધાનસભાના બપોરના સત્ર દરમિયાન, તેઓ તેમના નિયુક્ત મુખ્યમંત્રી ખુરશી પરથી મંત્રીઓની ખુરશીની બાજુમાં ખુરશીઓની આગળની હરોળમાં ગયા. વિજયના આ પગલાએ ગૃહમાં ધ્યાન ખેંચ્યું, કારણ કે મુખ્યમંત્રી સામાન્ય રીતે સ્પીકરની ખુરશીની બાજુમાં એક અલગ ખુરશી પર બેસે છે, અને બધા મંત્રીઓ મુખ્યમંત્રી સાથે આગલી હરોળમાં અલગથી બેસે છે, તેમની બેઠકો સામાન્ય રીતે તેમની વરિષ્ઠતા દ્વારા નક્કી થાય છે. જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો ક્યારેક ક્યારેક તેમના સાથીદારો સાથે સંક્ષિપ્ત વાતચીત કરવા માટે તેમની બેઠકો બદલતા હોય છે, ત્યારે સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી માટે આ એક દુર્લભ ઘટના છે. વિપક્ષ શાસક પક્ષની બેન્ચની…
Chandigarhતા.૨૯ પંજાબી પ્રભાવક મનજીત કૌરના મૃત્યુ મામલે ચંદીગઢ પોલીસે અપહરણ અને હત્યાનો કેસ નોંધ્યો છે. મૃતકની માતા કાંતા દેવીના નિવેદનના આધારે સેક્ટર ૩૪ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે બે પરિચિતોએ મનજીત કૌરને સેક્ટર ૩૪માં એક દારૂની દુકાનમાં બોલાવી, ત્યાંથી તેનું અપહરણ કર્યું અને મોરિંડાના જંગલ વિસ્તારમાં લઈ ગયા. આરોપ છે કે બે પુરુષોએ તેને ઝાડ સાથે બાંધીને આગ લગાવી દીધી. આ ઘટના ૩ જુલાઈની મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. ગંભીર રીતે દાઝી ગયેલી મનજીત કૌરને પહેલા મોરિંડા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને પીજીઆઈ રિફર કરવામાં આવી હતી. ત્યારબાદ તેણીને મોહાલીની મેક્સ…
Ahmedabad,તા.૨૯ હડાદ પંથકમાંથી લોહીના સંબંધને લાંછન લગાવતી એક ચકચારી ઘટના સામે આવી છે. ધાગડીયા ગામે નજીવી બાબતે થયેલા ઝઘડામાં કળિયુગી પુત્રે પોતાના વૃદ્ધ પિતાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. ઘટનાની ગંભીરતાને જોતાં હડાદ પોલીસ અને એલસીબીની ટીમોએ તુરંત તપાસના ચક્રો ગતિમાન કરી, ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રને હત્યામાં વપરાયેલ હથિયાર સાથે પોશીના તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ધાગડીયા ગામે ૨૭ ઓગસ્ટની રાત્રે એક કમકમાટીભરી ઘટના ઘટી. ૭૧ વર્ષીય વૃદ્ધ પિતા દેવાભાઈ મેતાભાઈ મકવાણા સાથે તેમના જ પુત્ર હોમીરાભાઈ મકવાણાએ કોઈ બાબતે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આવેશમાં આવી પુત્ર હોમીરાભાઈએ પિતા પર છરી વડે જીવલેણ…
Kolkata,તા.૨૯ કોલકાતા બિલબોર્ડ વિવાદમાં ત્રણ હ્લૈંઇ દાખલ થવા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે, અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે ટીએમસી છોડી ગયેલા બળવાખોરોને પાર્ટીમાં પાછા લેવામાં આવશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ લાંબા સમય પછી પોતાના જૂના સ્વભાવમાં પાછા ફર્યા છે અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલા તરફથી નોટિસનો સામનો કરી રહ્યા છે.ટીએમસી સ્થાપના દિવસની રેલીમાં અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે પક્ષપલટો કરનાર એક પણ “દેશદ્રોહી” ને તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફરવા દેવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી, ઋતબ્રતા બેનર્જીના નેતૃત્વમાં ધારાસભ્યોએ શરૂઆતમાં એક…
Surat,તા.૨૯ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ૨૫ વર્ષીય યુવતીની હત્યા અને લૂંટ કેસમાં પોલીસે સીટની રચના કરી છે. સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ એક એએસપી, ચાર પીઆઇ અને એક પીએસઆઇનો એસઆઇટીમાં સમાવેશ કર્યો છે. ૨૦ જેટલી અલગ અલગ પોલીસ ટીમો તપાસમાં લાગી છે. સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા એલસીબી પીઆઇ એન. જી પાંચાણીને સોંપાઈ છે. ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કરી લાશ ધાબા પર સંતાડી દીધી હતી અને ત્યારબાદ લાખો રૂપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં આ ચકચારી ઘટના બની છે. ફરિયાદી…
Mumbai,તા.૨૯ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં મેયર પદને લઈને ગઠબંધન ભાગીદારો ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે દાવા અને પ્રતિ-દાવાઓ સામસામે આવી રહ્યા છે. શિવસેનાના બીએમસી જૂથના નેતા અમેય ઘોલેના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીના નિવાસસ્થાન ’વર્ષા’ ખાતે યોજાયેલી મહાયુતિની બેઠક દરમિયાન મેયર પદ માટે અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. આ ફોર્મ્યુલા મુજબ, પહેલા અઢી વર્ષ માટે ભાજપ પાસે મેયર રહેશે, ત્યારબાદ દોઢ વર્ષ માટે શિવસેનાનો મેયર અને છેલ્લા દોઢ વર્ષ માટે ફરીથી ભાજપના મેયર રહેશે. અમેય ઘોલેનો દાવો છે કે આ ફોર્મ્યુલાના આધારે બધી સમિતિઓ પણ વિભાજિત કરવામાં આવી હતી. પરિણામે, શિવસેના મેયર પદના પોતાના હિસ્સા માટે મજબૂત…
Patan,તા.૨૯ પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે “જળ, જમીન અને જોરુ, ત્રણેય કજિયાના છોરુ” કહેવતને સાર્થક કરતી એક અત્યંત હચ મચાવી દે એવી ઘટના સામે આવી છે અહીં માત્ર ૩ વીઘા કુટુંબી જમીનના વેચાણ બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. સહી કરવાની ના પાડતા જ પોતાના જ સગા મોટા બાપુજી, સગા કાકા અને સગા કાકાના દીકરાએ ભેગા મળી યુવક પર લાકડી અને ત્રિક્ષણ હથિયાર વડે સરેઆમ જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે જ એક બહેને પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો છે, તો વળી માતાએ પણ…
