Author: Vikram Raval

Patna,તા.૨૯ બિહારના બે શક્તિશાળી કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે અનામતને લઈને વિવાદ વધુ વકર્યો છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોદી કેબિનેટમાં તેમના સાથી જીતન રામ માંઝીના રાજીનામાની માંગણી કરી છે. તેમણે માંગ કરી છે કે માંઝીના પુત્ર, બિહાર સરકારમાં મંત્રી સંતોષ કુમાર સુમન પણ રાજીનામું આપે. ચિરાગ પાસવાન દ્વારા જીતન રામ માંઝી અને તેમના પુત્ર સંતોષ કુમાર સુમનના રાજીનામાની માંગણીએ રાજકીય તોફાનને વધુ વેગ આપ્યો છે. ચિરાગ પાસવાને કહ્યું છે કે જો જીતન રામ માંઝી ક્રીમી લેયરનો ખ્યાલ રજૂ કરવા માંગે છે, તો જીતન રામ માંઝીએ પહેલા રાજીનામું આપવું જોઈએ. તેમના પુત્ર સંતોષ સુમનએ પણ બિહાર સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપવું…

Read More

Vadodara,તા.૨૯ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકમાં અકસ્માતની એક બાદ એક ત્રણ ગંભીર ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનાઓમાં ૩ લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાઓ બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. વડોદરામાં માણેજા ક્રોસિંગથી જાંબુવા તરફ જતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે હંકારી રહેલા બાઇકચાલકે રસ્તો ઓળંગી રહેલી એક મહિલા અને બે બાળકીઓને અડફેટે લીધી હતી. બેકાબૂ બાઇકની ટક્કરથી ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે વડોદરાની જીજીય્ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકીને…

Read More

Bhavnagar,ત.૨૯ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આડા સંબંધની શંકામાં પરિણીતાના પતિએ યુવક પર જાનલેવા હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ, ગઢડા તાલુકાના ભીમદાડ ગામે રહેતા દિનેશભાઈ લાખાભાઈ સાગઠીયાને એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. આ પરિણીતા દિનેશભાઈને મળતી હોવાની જાણ તુરખા ગામે રહેતા તેના પતિ છનાભાઈ પરમારને થઈ ગઈ હતી. પત્નીના આડા સંબંધની…

Read More

Chandigarhતા.૨૯ આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે જોડાણની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ભાજપે જાહેરમાં દાવો કર્યો છે કે તે રાજ્યની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે વાતચીત હજુ પણ ચાલુ છે. જો કે, મુખ્યમંત્રી પદના ઉમેદવારનો મુદ્દો બંને પક્ષો વચ્ચે એક અવરોધ બની રહે તેવું લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકાલી દળ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સુખબીર સિંહ બાદલની માંગ કરી રહ્યું છે, જ્યારે ભાજપ આ માટે તૈયાર નથી. હાલમાં, બંને પક્ષો વચ્ચે બેઠક…

Read More

Ahmedabad ,તા.૨૯ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કૌટુંબિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં પતિની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. રિસાઈને પિયર આવેલી પત્નીને પરત તેડવા માટે આવેલા પતિ પર તેના જ સાળાઓ અને પિતરાઈ સાળાઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ચાર શખ્સોએ મળીને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓથી હુમલો કરતાં પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બળીયાદેવ મંદિર પાસે બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં અમરાઈવાડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાના ગુનામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ…

Read More

New Delhi,તા.૨૯ ફુગાવાએ ફરી એકવાર સામાન્ય માણસના ખિસ્સા પર દબાણ લાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારાથી ઘરના બજેટ પર દબાણ આવ્યું છે. સીએનજી, દૂધ, ડુંગળી અને ગોળના વધતા ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. નોંધનીય છે કે, આમાંની કેટલીક વસ્તુઓનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં દરરોજ થાય છે. જોકે, સરકારના પ્રયાસોને કારણે, ખાંડના ભાવમાં ઘટાડો થવા લાગ્યો છે. રેકોર્ડ ઊંચાઈ પછી, તેની એક્સ-મિલ કિંમત, એટલે કે, ખાંડ મિલમાંથી નીકળતી વખતેનો ભાવ, હવે લગભગ ૨૦ ટકા ઘટ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજી ફરી મોંઘુ થયું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઈજીએલ) એ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ…

Read More

Chandigarhતા.૨૯ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે તાજેતરમાં લાગુ કરાયેલા ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, ૨૦૨૬નો વિરોધ કર્યો છે. વિજયે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તમિલનાડુની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે કાયદામાં આ ફેરફારો રાજ્યના હિતોને જોખમમાં મૂકી શકે છે. તમિલનાડુ સરકારે પીએમને લખેલા પત્રને જાહેર કર્યો નથી. વિજયે જણાવ્યું હતું કે કેરળ, કર્ણાટક, ઝારખંડ અને અન્ય ઘણા રાજ્યોના હિતોને અસર થશે. વિજયે દલીલ કરી હતી કે સુધારેલા ખાણકામ કાયદાથી રાજ્યોને મુખ્ય અને ગૌણ બંને ખનીજ પર કર લગાવવાની સત્તાઓ ઓછી થાય છે. ૧૭ ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, વિજયે એમએમડીઆર એક્ટ, ૨૦૨૬…

Read More

Patan,તા.૨૯ પાટણ જિલ્લામાં સિદ્ધપુર હાઈવે પર સુજાનપુર નજીક ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી છે. હોટલ બહાર ચા બનાવી રહેલા એક યુવકને પૂરઝડપે આવેલી કારે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, સુજાનપુર નજીક હોટલ બહાર શકીલ સિપાઈ નામનો યુવક ચા બનાવી રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલી કારે તેને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતમાં યુવકના મોતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે સિદ્ધપુર પોલીસે કારચાલક સામે…

Read More

Hyderabad,તા.૨૯ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)એ રાત્રે એમએલસી મિર્ઝા રહેમત બેગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.એઆઇએમઆઇએમ એ બેગને તાત્કાલિક અસરથી વિધાન પરિષદના અધ્યક્ષને રાજીનામું સુપરત કરવાનો નિર્દેશ આપ્યો. આ નિર્ણય પાર્ટીના સંયુક્ત સચિવ એસ.એ. હુસૈન અનવરે જાહેર કર્યો હતો. પાર્ટીએ હજુ સુધી તેમની હકાલપટ્ટીનું કારણ સ્પષ્ટ કર્યું નથી. પાર્ટીના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે બેગે તાત્કાલિક પોતાનું રાજીનામું વિધાન પરિષદના અધ્યક્ષને સુપરત કરવું જોઈએ. તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. મિર્ઝા રહેમત બેગે ૨૦૨૩ માં હૈદરાબાદ સ્થાનિક સત્તાવાળાઓ મતવિસ્તારમાંથી તેલંગાણા વિધાન પરિષદની ચૂંટણી જીતી હતી. આ ઘટનાક્રમ એવા અહેવાલોના એક દિવસ પછી આવ્યો છે કે બેગે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી…

Read More

Bharuch,તા.૨૯ દક્ષિણ આફ્રિકામાં રહેતા અને મૂળ ગુજરાતના ભરૂચના વતની એવા એક વેપારીનું અપહરણ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આસિફ ઘાસીયા નામના આ વેપારી જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા, ત્યારે પોલીસના યુનિફોર્મમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ કાર ચેકિંગના બહાને તેમની ગાડી રોકી હતી અને ત્યારબાદ આ સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. નકલી પોલીસ બનીને આવેલા આ અપહરણકારો તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. આ ઘટના બાદ પરિવારમાં ભારે ચિંતા અને ભયનો માહોલ છે. આસિફભાઈના પરિજનોએ તેમના સુરક્ષિત છુટકારા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરી જરૂરી પગલાં લેવા માટે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે મદદની ગુહાર લગાવી છે.…

Read More