Author: Vikram Raval

અમદાવાદ અને વડોદરા એસઆરપી ખાતે ફરજ બજાવ્યા બાદ હવે રાજકોટ શહેરના બીજા ડીસીપી ટ્રાફિક તરીકે કાર્યભાર સંભાળ્યો Rajkot રાજકોટ શહેરના બીજા ડીસીપી ટ્રાફિક તરીકે ડૉ. હરપાલસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની ડાંગ એસપી તરીકે બદલી થતાં તેમની જગ્યાએ ડૉ. હરપાલસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી હતી. આજે એક તરફ પૂજા યાદવને ભવ્ય વિદાયી આપવામાં આવી હતી જયારે બીજી બાજુ ડૉ. હરપાલસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર ટ્રાફિક ડીસીપી તરીકે ચાર્જ સંભાળનાર ડૉ. હરપાલસિંહ જાડેજા મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામના વતની છે. તેમનો પરિવાર વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વિરાણીપા ખાતે સ્થાયી થયેલો…

Read More

Rajkot,તા.27 અમદાવાદ હાઇવે પર આવેલ નવાગામમાં રસ્તામાં વાહન નીકળતાં પાણી ઉડતાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં સારવારમ ખસેડાઇ હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે મહિલા સહિત સાતથી વધું શખ્સો સામે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે નવાગામમાં વ્રજલીલા રેસીડેન્સીમા રહેતાં પ્રવિણભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૫૮) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મિત્રોને મળવા માટે ચાલીને જતો હતો ત્યારે સામેથી સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ તેની ગાડી લઈને આવતા હતા, રસ્તામાં ભરાયેલ ખાબોચીયામાં ગાડી ચાલતા તેમને પાણીના છાંટા ઉડતા તેમને ધ્યાનથી ચલાવવાનું કહેતા મહેન્દ્ર મનફાવે તેમ બોલવા લાગેલ અને કોલર પકડી લીધેલ હતો. જ્યારે સામાપક્ષે નવાગામમાં જ રહેતાં…

Read More

શહેરીજનોને માટીના ગણપતિની મૂર્તિની સ્થાપના કરવા મેયર દ્વારા અનુરોધ   Junagadh તા. 27 જુનાગઢ મહાનગરમાં ગણેશ મહોત્સવ નિમિતે શહેરીજનો દ્વારા ઘર શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાં કરવામાં આવે છે. ત્યારે જુનાગઢ મનપા દ્વારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો, આયોજકો, મંડળો વગેરે માટીના તથા ઇકો ફેઇન્ડલી ગણપતિજીની સ્થાપના કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.       આ સાથે તેમજ ગણેશજી મહોત્સવ પુર્ણ થયા પછી ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા  પાવન પવિત્ર ભવનાથ શ્રેત્રમાં દુધેશ્વર મંદિર પાસે, ઈન્દ્રભારતીજીના પ્રવેશ દ્વાર પાસે અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવશે. આ અસ્થાયી વિસર્જન કુંડમાં મહા શીવરાત્રીમાં…

Read More

Junagadhતા. 27 જુનાગઢ મનપાને પગારદારો, વેતનદારો, વ્યવસાયીઓ અને વેપારીઓ પાસેથી વ્યવસાય વેરો  ઉઘરાવાની  કામગીરી સોંપાયેલ છે. ત્યારે વ્યવસાયી કરદાતાઓને  વ્યવસાય વેરાની વર્ષ ૨૦૨૫-૨૬ ની તથા પાછલી બાકી રહેતી રકમ તા ૩૦/૦૯/૨૦૨૫  સુધીમાં ભરપાઈ કરવા મનપા દ્વારા અનુરોધ  છે. અને વ્યવસાય વેરો મુદત હરોળમાં ભરપાઈ કરવામાં નહી આવે તો, આસામીઓ સામે વ્યવસાય વેરા કાયદાની જોગવાય હેઠળ કડક પગલાં  ભરવામાં આવશે. તેમ જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની અખબારી યાદીમાં જણાવ્યું છે.       આ યાદીમાં વધુમાં જણાવાયુ છે કે, દુકાનદારો, વેપારીઓ, તબીબો, વ્યવાસયીઓ, ટેકનીલ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટ, વીમા એજન્ટ, કોન્ટ્રાક્ટર, ટુર ઓપરેટર, કેબલ ટીવી ઓપરેટર, એડવર્ટાઈઝિંગ એજન્ટ, સિનેમા ઘરો, આંગડીયા સવિસ,  પ્રાઇવેટ…

Read More

Veraval,તા.27 ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પો.અધિ. બી.એસ.વ્યાસ,વિભાગીય પો.અધિ.વી.આર.ખેંગાર નાઓ દ્રારા આગામી ગણેશ ચતુર્થી,રામદેવપીર મહારાજના ધ્વજારોહણ,ઇદે મીલાદ તહેવારો સબબ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે આયોજકો તેમજ વિવિધ સમાજનાં આગેવાનો સાથે સીટી પો.સ્ટે.સીટી પીઆઈ એચ.આર.ગોસ્વામી ની અધ્યક્ષતા માં શાંતી સમીતીની મીટીંગ યોજવા આવેલ હોય વેરાવળ શહેરના તમામ સમાજ/ધર્મના આગેવાનોને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. અને આ મીટીંગમાં ગણેશ ચતુર્થીના તહેવાર સબબ ગણેશજીની સ્થાપના/વિસર્જનના આયોજકો તથા રામદેવપીર મહારાજના ધ્વજારોહણ સબબ નીકળનાર શોભાયાત્રાના આયોજકો તથા ઇદે મીલાદ સબબ મુસ્લીમ સમાજના આગેવાનોને જરૂરી માર્ગદર્શન સુચનાઓ આપવામાં આવેલ તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને…

Read More

Diu તા.27 દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભાદરવા સુદ ત્રીજને દિવસે મહાદેવના સાનિધ્યમાં સવારે ૯ કલાકે શ્રી ગંગાધરભાઇ ભટ્ટ દ્વારા પૂજા કરાવવામાં આવી કુમારિકાઓ સૌભાગ્યવંતી બહેનો દ્વારા કેવડાત્રીજ વ્રત નિમિત્તે સ્વહસ્તે શિવલિંગની પ્રતિમા બજોઠ ઉપર બનાવવામાં આવે છે અને ભૂદેવ દ્વારા સોડષો પ્રકાર ની પૂજાથી સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ આરતી પ્રસાદ ધરવામાં આવે છે રાત્રે જાગરણ કરી અને સવારે સમુદ્ર દેવમાં વિસર્જિત કરવામાં આવે છે, ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવરાત્રીજ તરીકે ઓળખાય છે આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરીશંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે…

Read More

Junagadh તા.27 જુનાગઢના પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના જન્મ દિવસ નિમિત્તે રકતદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેગા કેમ્પ સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન ચાલ્યો હતો અને આ કેમ્પમાં ૬૦૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું.      જુનાગઢના પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના જન્મ દિવસ નિમિત્તે કોટેચા પરિવાર દ્વારા તેના નિવાસ સ્થાને રકતદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ, અને કોટેચા પરિવારના મોભી ધીરુભાઈ કોટેચા તથા પરિવારના સભ્યો દ્વારા એકત્રિત થયેલ ૬૦૦ યુનિટ રક્ત સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયાના બાળકો માટે અર્પણ કરવામાં આવેલ હતું.       આ તકે તમામ રક્તદાતા તથા મહાનુભાવોનું કોટેચા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.…

Read More

જુનાગઢમાં તોગડીયાની ઉપસ્થિતિમાં બાઈક રેલી અને સનાતન હિંદુ સમેલનનું આયોજન યોજાયું   Junagadhતા. 27 જુનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડીયા તેમજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડ ભરવાડની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે બાઈક રેલી અને સનાતન હિંદુ સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવીણ તોગડિયાએ જુનાગઢમાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરોની જેમ અશાંત ધારો લાગુ કરવો જોઈએ તેમ જણાવી, હવે તો જુનાગઢમાં આવતા પણ બીક લાગવા માંડી છે તેમ જણાવ્યું હતું.       જુનાગઢમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના નેજા હેઠળ એક વિશાળ બાઈક રેલીનું આયોજન…

Read More

જાગૃત નાગરિકે ૧૮૧ ને જાણ કરાતા ટીમે પહોંચી તરુણીઓને તેના માવતરને સહી સલામત રીતે સોંપી Junagadh તા. 27 છાત્રાલયમાં ગમતું ન હોય અને માતા પિતની યાદ આવતા રાત્રિના સમયે ગૃહ માતાને કહ્યા વગર હોસ્ટેલમાં રહેતી બે તરુણીઓ ભાગી હતી. પરંતુ રસ્તો ભૂલતા અને કુતરા પાછળ પડતા બંને તરુણીઓ ડઘાઈ જઈ છુપાઈ હતી. જો કે, તે દરમિયાન એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આ બંને તરુણીઓ આવતા તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં ૧૮૧ ની ટીમે બંને તરુણીઓનું કાઉન્સિલિંગ કરી કર્યું હતું અને તરુણીઓને સહી સલામત તેના માવતરને સોંપવામાં આવી હતી.       પ્રાપ્ત વિગતો મુજબ, ૧૮૧ ના કાઉન્સિલર પ્રિયંકા ચાવડા અને…

Read More

શહેરમાં દોઢ વર્ષ બાદ કોઈ શહેરના નાટકની સુંદર પ્રસ્તુતિ થતા નાટ્ય રસિકો જનતાએ મન ભરીને માણ્યું Junagadh તા. ૨૬ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શિવમ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ગેબી ગોરખની ધરતી એવા જુનાગઢના આંગણે  દ્વિ-અંકી નાટક ભૂતઘર જુનાગઢની નાટ્ય રસિકો એ મન ભરીને માણ્યું હતું. અને કલાકારોને શબ્દો અને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું. નોંધપાત્ર વાત એ રહી કે, જુનાગઢમાં અંદાજિત દોઢ વર્ષના લાંબા ગાળા પછી બહારના કોઈ શહેરના નાટકની પ્રસ્તુતિ થઈ હતી. જેના કારણે પ્રેક્ષકોનો અનેરો ઉત્સાહ અને પ્રેમ નાટકને સાંપડ્યો હતો.       વિજ્ઞાનમાં જેટલું તથ્ય છે એટલું જ સત્ય અગમ-નિગમ, ગોચર-અગોચર, આત્મા-પરમાત્મા જેવી…

Read More