- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Mumbai, તા.૧૦ ૭૫ વર્ષની વયે ગોવામાં અવસાન પામેલાં પીઢ અભિનેતા નાના પાટેકરની હજી પાંચ ફિલ્મો રજૂ થવાની બાકી છે. રસપ્રદ બાબત એ છે કે આ પાંચે ફિલ્મોએકમેકથી સાવ અલગ જ પ્રકારની છે.નાનાની રજૂ ન થયેલી ફિલ્મોમાં આદિત્ય સરપોતદાર નિર્દેશિત હોરર કોમેડી ‘શક્તિ શાલિની’, લક્ષ્મણ ઉતેકર નિર્દેશિત બાયોગ્રાફિકલ ફિલ્મ ‘ઇઠા’, અનંત મહાદેવન નિર્દેશિત ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘કન્ફેશન ઓફ મેરી’, શરણ શર્મા નિર્દેશિત રોમાન્ટિક કોમેડી ફિલ્મ ‘કુકુ કી કુંડલી’ અને રાજેશ્વર પાંડે રાજ નિર્દેશિત ફિલ્મ ‘વેદાંત’નો સમાવેશ થાય છે.આ પાંચ ફિલ્મોમાંથી એક ‘કન્ફેશન ઓફ મેરી’ ફિલ્મને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરવામાં આવેલી છે. નાના તેમના અવસાન પૂર્વે આ ફિલ્મને ડબ…
Mumbai, તા.૧૦ ૧૯૮૭માં ટેલિવિઝન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ધારાવાહિક રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા ભજવનાર દિપિકા ચિખલિયા હવે ૩૯ વર્ષ બાદ પ્રદીપ ગુપ્તા નિર્દશિત ફિલ્મ ‘નોટીસ’માં ફરી સાથે કામ કરશે.નિર્માતા આદિત્ય પ્રતાપસિંહ રઘુવંશીએ જણાવ્યું હતું કે નોટીસ ફિલ્મએ ગામમાં વસતાં સામાન્ય માણસની ભ્રષ્ટ સિસ્ટમ સામે ન્યાય મેળવવાની લડતની કથા રજૂ કરશે. આધુનિક જમાનાના રામસીતા તરીકે આ ફિલ્મમાં અરૂણ ગોવિલ અને દિપિકા ચિખલિયા જોવા મળશે. આ ફિલ્મના કેન્દ્રમાં ૧૫૦ વર્ષ જુની દુકાન છે જે વિકાસ કરવાના નામે સરકારી તંત્ર દ્વારા હડપ કરી લેવામાં આવે છે. જેને પાછી મેળવવાનો સંઘર્ષ આધુનિક રામસીતા કરે છે. આ આજની રામાયણ…
Mumbai, તા.૧૦ મુંબઈઃ બોલિવૂડની ફિલ્મોર્ ં્્ પર ક્યારે આવે એની ફેન્સ રાહ જોઈને બેઠા હોય છે. ચાહકલવર્ગમાં તમામ લોકો થિયટરમાં જઈને ફિલ્મ જોતા નથી.ર્ ં્્ પર ફિલ્મ આવી જતા લોકો મોબાઈલ પર સમગ્ર ફિલ્મનો આનંદ માણતા હોય છે. આ ઉપરાંત સબસ્ક્રિપ્શનમાં ફિલ્મ સરળતાથી મળી રહેતા લોકો ગમે ત્યારે સમય મળે ત્યારે ફિલ્મો જોઈ નાંખે છે. ૧૫ ઓગસ્ટના દિવસે રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’ અને ઈમરાન હાશમીની ફિલ્મ ‘આવારપન-૨’ એ દમદાર વીકએન્ડ બનાવ્યો હતો. વર્ષ ૨૦૦૭માં આવેલી ઈમરાન હાશમીની ફિલ્મ ‘આવારપન’ની સિક્વલ ‘આવારપન-૨’ ફેન્સને ખૂબ જ પસંદ પડી છે. દર્શકોમાં એમનો એક ક્રેઝ જોવા મળ્યો હ તો. આનો પૂરો…
Mumbai, તા.૧૦ જ્યારે પણ બોલિવૂડમાંથી કોઈ સેલેબ્સના ફોટો ઈન્ટરનેટ પર આવે છે ત્યારે ફેન્સને મોજ પડી જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ સેલિબ્રિટી વિદેશમાં વેકેશન એન્જોય કરવા માટે જાય છે ત્યારે સોશિયલ મીડિયા પર એ ફોટો જોરશોરથી શૅર થતા હોય છે. આલિયા ભટ્ટ બાદ વધુ એક બોલિવૂડ એક્ટ્રેસે પોતાના વેકેશનના ફોટો શૅર કર્યા છે. વાત છે અદિતી રાવ હૈદરીની. તેણે પોતાના પતિ સાથે ફોટો શૅર કર્યા છે. પતિ સિદ્ધાર્થ સાથે તે વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનના એકથી એક બહેતરીન ફોટો જોઈને ફેન્સ પણ ચોંક્યા છે. આ ફોટોમાં તે એકદમ રીલેક્સ મોડમાં જોવા મળી રહી છે. અદિતી રાવ…
Mumbai, તા.૧૦ પુત્રના જન્મ પછી વધેલા વજન અંગે ટ્રોલિંગ પર કેટરિના કૈફે આપ્યો આવો સણસણતો જવાબ. બોલિવૂની અભિનેત્રી કેટરિના કૈફ તાજેતરમાં પોતાના વજનને લઈને ટ્રોલ્સના ટાર્ગેટ પર આવી ગઈ હતી, જે બાદ અનેક સેલેબ્સ તેના સમર્થનમાં આગળ આવ્યા હતા. હવે કેટરિના કૈફે પોતે પ્રેગ્નન્સી પછી વધેલા વજન અંગે થયેલી ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. ગણેશોત્સવ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી કેટરિના કેટરિના કૈફ માતા બન્યા પછી છેલ્લા દિવસોમાં ગણેશ ઉત્સવ દરમિયાન પહેલીવાર એક મોટા ઈવેન્ટમાં જોવા મળી હતી.બોલિવૂની અભિનેત્રી કેટરિના કૈફ તાજેતરમાં પોતાના વજનને લઈને ટ્રોલ્સના ટાર્ગેટ પર આવી ગઈ હતી, જે બાદ અનેક સેલેબ્સ તેના સમર્થનમાં આગળ આવ્યા હતા.…
Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! Indian Stock Market હાલના તબક્કે એક અત્યંત રોમાંચક પરંતુ સાવચેતી માગી લે તેવા મોડ પર આવીને ઊભું છે. વર્તમાન સમયમાં ભારતીય બજાર માત્ર સ્થાનિક કોર્પોરેટ પરિણામો કે દેશના જીડીપી આંકડાઓથી સંચાલિત નથી થઈ રહ્યું, પરંતુ તેના પર વૈશ્વિક વ્યાજદર, ક્રુડ ઓઈલની અસ્થિરતા અને ડોલર સામે ઘટતા રૂપિયાની ત્રિપાંખી અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આગામી સપ્તાહ દરમિયાન બજાર કઈ દિશામાં ફંટાશે, તેનો આધાર મુખ્યત્વે આ ત્રણ વૈશ્વિક પરિબળો અને તેના આધારે આકાર લેતા વિદેશી રોકાણકારોના નાણાપ્રવાહ પર રહેશે. મિત્રો, બજારની આગામી ચાલ અને વિવિધ સેક્ટર્સ પર તેની પડનારી અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો… વૈશ્વિક…
તિથિ અમાવાસ્યા (અમાસ) – ૨૧ઃ૨૦ઃ૫૬ સુધી નક્ષત્ર હસ્ત – ૨૧ઃ૪૨ઃ૫૭ સુધી કરણ ચતુષ્પદા – ૦૯ઃ૨૫ઃ૪૯ સુધી, નાગવ – ૨૧ઃ૨૦ઃ૫૬ સુધી પક્ષ કૃષ્ણ યોગ ઇન્દ્ર – ૨૨ઃ૦૧ઃ૫૨ સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૮ઃ૩૭ સૂર્યાસ્ત ૧૭ઃ૫૭ઃ૨૫ ચંદ્ર રાશિ કન્યા ચંદ્રોદય ચંદ્રોદય નહીં ચંદ્રાસ્ત ૧૭ઃ૩૩ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૪ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૧ઃ૩૮ઃ૪૭ અશુભ સમય દુર મુહુર્ત ૦૬ઃ૧૮ઃ૩૭ થી ૦૭ઃ૦૫ઃ૧૩ ના, ૦૭ઃ૦૫ઃ૧૩ થી ૦૭ઃ૫૧ઃ૪૮ ના કુલિક ૦૭ઃ૦૫ઃ૧૩ થી ૦૭ઃ૫૧ઃ૪૮ ના દુરી / મરણ ૧૧ઃ૪૪ઃ૪૪ થી ૧૨ઃ૩૧ઃ૧૯ ના રાહુ…
મેષ આજે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થયી શકો છો સાથે તમને ધન લાભ થયી શકે છે. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. જે લોકો છેલ્લા કેટલાક દિવસો થી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે એવા કોઈક નો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમય થી વાત કરવા માંગતા હતા. ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમય માં પાછા જશો. વૃષભ આજે તમારા જીવનની કોઈ નાની તકલીફને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર…
ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટે ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવી Rajkot તા.૯ઃ નવલી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય ખાતે ખાસ વિદ્યાર્થીનીઓ માટે રઢિયાળી રાત કાર્યક્ર્મનું ભવ્ય આયોજન થયું હતું. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રિનું અસલ સાત્વિક સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ દ્વારા આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબાના અમેરિકા સ્થિત સેવાભાવી તબીબ…
બે ટેન્કરો મારફતે પેટ્રોલની હેરફેર દરમિયાન કેમિકલ ભેળવી જથ્થો મૂળ સ્થિતિમાં નહીં પહોંચાડીને આર્થિક લાભ મેળવ્યાની બે શખ્સો સામે ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલપંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુક્ત પેટ્રોલ પહોંચાડીને આર્થિક લાભ મેળવવા તથા ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી રાજેશભાઈ સુરેશભાઈ મકવાણા (ઉ.વ. ૪૪), રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, માટેલ પાનની સામે, જામનગરની દેખરેખ હેઠળની અગ્રવાલ…
