Author: Vikram Raval

Gandhinagar, તા.૧૦ નવગુજરાત સમય ,  ગાંધીનગરના સેક્ટર-૪ છમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરિણીત યુવકે આડા સંબંધમાં અડચણરૂપ પત્નીની પ્રેમિકા સાથે મળીને ગળેટૂંપો આપી હત્યા કરતા સનસનાટી મચી છે. હત્યાને આત્મહત્યા કે કુદરતી મોતમાં ફેરવવાનો કારસો નિષ્ફળ જતાં સેક્ટર-૭ પોલીસે કાવતરું ઘડનાર પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ વિરમગામ તાલુકાના શિયાળ ગામની સંગીતાબેનના લગ્ન ૨૦૧૨માં ઓગણ ગામના રોહિતજી ઠાકોર સાથે થયા હતા. લગ્નજીવનથી તેમને ચાર સંતાનો પણ છે. રોહિતજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ગાંધીનગરમાં આવ્યો હતો, જ્યાં લાયબ્રેરીમાં અભ્યાસ કરતી દાહોદના ફતેપુરાની વર્ષા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બંને સેક્ટર-૪ છમાં ભાડે રહેવા લાગ્યા…

Read More

Nagpur, તા.૧૦ મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું, મોટી દુર્ઘટના ટળી. મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી હાઈવે પર શુક્રવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ધામના વિસ્તારમાં આ અકસ્માત રાત્રે આશરે ૮ વાગ્યે થયો હતો. લગભગ ૧૩.મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી હાઈવે પર શુક્રવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ધામના વિસ્તારમાં આ અકસ્માત રાત્રે આશરે ૮ વાગ્યે થયો હતો. લગભગ ૧૩.૫ ટન વિસ્ફોટક (બારૂદ) ભરેલો એક કન્ટેનર અચાનક પલટી ગયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે હચમચ મચી ગઈ હતી. સદનસીબે, કન્ટેનરની અંદર રહેલું વિસ્ફોટક મટીરીયલ બહાર…

Read More

New Delhi, તા.૧૦ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ૈંઝ્રઝ્ર)ના ભારતીય મૂળના પૂર્વ ન્યાયાધીશ નવનીતમ નાવી પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં જ અમેરિકાની ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જાહેરાતના થોડા જ સમય બાદ શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ૈંઝ્રઝ્ર) પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી દીધી છે.નકશા જુઓઅમેરિકાનું માનવું છે કે ૈંઝ્રઝ્ર અમેરિકાના અને ઈઝરાયલના લોકો સામે યુદ્ધ અપરાધોના પૂર્વગ્રહયુક્ત આરોપોની સુનાવણી કરે છે. નોંધનીય છે કે, યુદ્ધ અપરાધો માટે ૈંઝ્રઝ્રએ ઈઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જાહેર કરેલું છે.અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વીડીયો મેસેજ દ્વારા આ નિર્ણય અંગે માહિતી…

Read More

New Delhi, તા.૧૦ એઆઈ ટૂલ્સની મદદથી અલગ અલગ પ્રકારની સાઈબર ગુનાખોરીમાં વધારો થયો છે. અવાજની નકલ કરીને લાખો-કરોડોની આર્થિક છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. બદનામ કરવા કે બ્લેક મેઈલ કરવા માટે એઆઈની મદદથી ડીપફેક અશ્લિલ વીડિયો બનાવાયાની ઘટનાઓ પણ બનવા લાગી છે. તે એટલે સુધી કે હવે સીસીટીવી ફૂટેજ પણ નકલી બનાવાઈ રહ્યા છે. અસલી જેવા લાગે એવા સીસીટીવી ફૂટેજ એઆઈની મદદથી બનાવી લેવામાં આવે છે.કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે થોડા સમય પહેલાં એઆઈ ટૂલ્સથી ડીપફેક મીડિયા ક્રિએટ થાય છે તેને ગંભીર ટેકનોલોજી ગણી હતી. ડીપફેક એટલે એવી મેથડ કે જેમાં નકલી મીડિયા પણ અસલી લાગે. ખાસ તો વોઈસ, વીડિયો…

Read More

California, તા.૧૦ ૨૦૦૦ના દાયકામાં ભારતમાં ખૂબ જ પોપ્યુલર થયેલા ગૂગલના સોશિયલ નેટવર્ક ઓરકૂટને ફરી લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેના ફાઉન્ડર ઓરકૂટ બ્યૂયુકોક્ટેને આ માટે અભિયાન શરૂ કર્યું છે.ઓરકૂટના ફાઉન્ડરે કહ્યું કે, આજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાસ્તવિક સંબંધો કરતા વધુ ધ્યાન ખેંચવા અને યુઝર્સને લાંબા સમય સુધી ઓનલાઈન રાખવા પર ભાર મૂકવામાં આવે છે. આ સિવાય મોટા પ્રમાણમાં એઆઈ કન્ટેન્ટને કારણે એ ઓળખવું પણ પડકાર બની ગયું છે કે, સામે ઓનલાઈન વાત કરી રહેલી વ્યક્તિ ખરેખર માણસ છે કે નહીં.તેમના અભિયાનને ૨ લાખથી વધુ સોશિયલ મીડિયા યુઝર્સે સમર્થન આપ્યું છે.રિપોર્ટ મુજબ, ૧૧૫ દેશોમાંથી ૨.૬૬ લાખથી વધુ લોકોએ…

Read More

New Delhi, તા.૧૦ મધ્ય અમેરિકન દેશ પનામામાં શુક્રવારે સવારે પ્રકૃતિનો ભયાનક સ્વરૂપ જોવા મળ્યો હતો. દેશમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પહેલા ૭.૭ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ધરાને હચમચાવી દીધી હતી, અને તેની અસર ઓસરે તે પહેલા જ ૬.૬ ની તીવ્રતાનો બીજો મોટો આંચકો અનુભવાયો હતો. આ ભયાનક કુદરતી આફતના કારણે કેન્દ્રબિંદુની આસપાસની અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.અમેરિકન ભૂવિજ્ઞાનીઓના સર્વેક્ષણ ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ શુક્રવારે વહેલી સવારે ટ્રાન્સમીટ થયો હતો. આ ભયાનક ભૂકંપનું કેન્દ્ર પનામાના હેરેરા પ્રાંતમાં આવેલા પિતાલોસા અરીબા નામની દૂરદરાજના વિસ્તારથી આશરે ૧૦ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને જમીનથી…

Read More

New Delhi, તા.૧૦ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ‘રશિયા અમેરિકા અને વૈશ્વિક બજાર (ગ્લોબલ માર્કેટ)ને તાત્કાલિક ૩ લાખ મેટ્રિક ટનથી વધુ ડીઝલનો પુરવઠો પૂરો પાડવા માટે સંમત થઈ ગયું છે.’ ‘ટ્‌્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે માહિતી આપી હતી કે મોસ્કો નવેમ્બરમાં વધુ ૫ લાખ મેટ્રિક ટન અને ત્યારબાદ ૧ મિલિયન મેટ્રિક ટન ડીઝલ આપશે. આગામી ૩ નવેમ્બરે યોજાનાર મિડટર્મ ચૂંટણી પહેલા બળતણ (ફ્યુઅલ)ના વધતા ભાવને કાબૂમાં લેવા માટે ટ્રમ્પ પ્રશાસન આ પ્રયાસ કરી રહ્યું છે.રશિયા સાથેના આ ડીઝલ કરારની યુક્રેનના…

Read More

Mumbai, તા.૧૦ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી સમગ્ર સિનેમા જગત સ્તબ્ધ થઈ ગયું છે. ફિલ્મ ‘વનવાસ’માં તેમની સાથે કામ કરનાર જાણીતા દિગ્દર્શક અનિલ શર્મા આ દુઃખદ સમાચાર સાંભળીને અત્યંત ભાવુક થઈ ગયા છે અને તેમણે નાના પાટેકર સાથે જોડાયેલી લાગણીસભર પળો વાગોળતા પોતાની વેદના વ્યક્ત કરી છે.અનિલ શર્માએ શોક વ્યક્ત કરતા જણાવ્યું, ‘મેં નાનાને વારંવાર કહ્યું હતું કે પોતાના સાથે કોઈને રાખે, એકલા ન રહે, પરંતુ તેમણે મારી વાત માની નહીં. તેઓ દરેક કામ જાતે જ કરવા માંગતા હતા અને પોતાનું ખાવાનું પણ જાતે જ બનાવતા હતા. હું તેમને કહેતો હતો કે સર, કસરત કરો અને પોતાનું ધ્યાન…

Read More

Mumbai, તા.૧૦ સાઉથની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. હવે આ સ્ટાર દંપતીએ તેમના સંબંધો અને અંગત જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી છે. બંનેએ લગભગ ૮ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ આટલા વર્ષો સુધી તેમણે પોતાના સંબંધોને દુનિયાની નજરથી બચાવીને એકદમ ખાનગી રાખ્યા હતા.એક સારા અને મજબૂત સંબંધ માટે લોકોની પોતાની અલગ-અલગ પ્રાથમિકતાઓ હોઈ શકે છે, પરંતુ ‘પુષ્પા’ અને ‘એનિમલ’ ફિલ્મો ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાનાના મતે કોઈપણ સંબંધમાં પારસ્પરિક વાતચીત સૌથી જરૂરી છે. રશ્મિકાનું માનવું છે કે બે વ્યક્તિઓ વચ્ચે જે પણ બાબતો હોય, તેના પર હંમેશાં…

Read More

Mumbai, તા.૧૦ સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા’ના પહેલાં પોસ્ટરમાં કચાશ રહી ગઈ હોવાની કબૂલાત ફિલ્મના મુખ્ય અભિનેતા રાજકુમાર રાવે કરી છે.તેણે કહ્યું હતું કે આ ફિલ્મના પોસ્ટરને ધાર્યો પ્રતિસાદ મળ્યો ન હતો અને ઉલ્ટાનું ચાહકો દ્વારા ટીકાનો ભોગ બનવું પડયું હતું. તેણે કહ્યું હતું કે આ અનુભવ પછી સર્જકો નવો પદાર્થપાઠ શીખ્યા છે.તેમને સમજાયું છે કે લોકો ગાંગુલી માટે ખરેખર પાગલ છે અને તેઓ આ ફિલ્મ બાબતે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી.રાજકુમાર રાવે ‘દાદા’ ફિલ્મના પોસ્ટરને આઠ જુલાઇએ સૌરવ ગાંગુલીના જન્મદિને રજૂ કર્યુ હતું.૨૦૦૨માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ જીત્યા બાદ ભારતની જીતની ઉજવણી કરવા લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌરવ ગાંગુલીએ શર્ટ…

Read More