- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
નિયમ મુજબ વિદ્યાર્થીએ જે દેશમાંથી ડિગ્રી મેળવી હોય, તે દેશમાં તેની પાસે સ્વતંત્ર રીતે તબીબી પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ હોવું ફરજિયાત છે New Delhi, તા.૯ વિદેશમાંથી મેડિકલ (MBBS) નો અભ્યાસ કરીને સ્વદેશ પરત ફરનારા બારતીય વિદ્યાર્થીએ ડૉક્ટર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે ‘ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન’ નામની પરીક્ષા આપવી પડે છે. એક ઉમેદવારે પીએમ ગ્રીવન્સ પોર્ટલ પર ફરિયાદ કરીને પૂછ્યું હતું કે, શું જ્યોર્જિયામાં ૬ વર્ષનો કોર્સ કર્યા પછી ભારતમાં હ્લસ્ય્ઈ પરીક્ષા આપી શકાય? નેશનલ મેડિકલ કમિશન એ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, જુનિયર ડૉક્ટરનું સ્ટેટસ ત્યારે જ માન્ય ગણાશે જો તે દેશનો કાયદો તમને તે સ્તરે સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાની મંજૂરી…
દોષિત નિદાલ મલિક હસને ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ લશ્કરી મથક પર અંધાધૂંધ ગોળીબાર કરીને ૧૩ લોકોની નૃશંસ હત્યા કરી હતી Washington, તા.૯ યુનાઇટેડ સ્ટેટ્સ (America) પોતાના આધુનિક ઈતિહાસમાં ક્યારેય ન જોયેલી ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૯માં ટેક્સાસના ફોર્ટ હૂડ લશ્કરી બેઝ પર ૧૩ સૈનિકોની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરનાર પૂર્વ આર્મી ઓફિસર મેજર નિદાલ મલિક હસનને જાહેરમાં ટેલિવિઝન પર ‘લાઈવ’ મૃત્યુદંડ આપવામાં આવશે. અમેરિકામાં આ પ્રકારની જાહેર ફાંસીની પદ્ધતિ લગભગ એક સદી પહેલાં બંધ કરી દેવામાં આવી હતી, જે હવે અમેરિકન સૈન્ય દ્વારા પુનઃ અમલમાં મૂકવામાં આવી રહી છે. Americaના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આ અંગે સત્તાવાર…
કેપ્ટન સ્મિતને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે Jerusalem, તા.૯ હવામાં ઊડી રહેલા વિમાનમાં મોટી દુર્ઘટના અને હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવી ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ Captain Smit Machharને ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન મચ્છરને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે.યરૂશલેમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં છ ઈઝરાયલી નાગરિકોને વીરતા પુરસ્કાર આપતી વખતે રાષ્ટ્રપતિ હર્ઝોગે ખાસ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું…
‘મારો દોસ્ત મને છોડીને જતો રહ્યો’ Mumbai, તા.૯ પ્રખ્યાત અભિનેતા Nana Patekarનું કાર્ડિયાક અરેસ્ટના કારણે દુઃખદ અવસાન થયું છે અને તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નાના પાટેકરે પોતાની શાનદાર અભિનય શૈલી અને સાદગીભર્યા જીવનથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી.અનિલ કપૂરે મિત્રના નિધન પર વ્યક્ત કરી વેદનાઃ ‘પહેલા સતીશ અને હવે નાન્યા પણ ગયો’નાના પાટેકરના નિધનથી તેમના ખાસ મિત્રો ભારે આઘાતમાં સરી પડ્યા છે. અભિનેતા અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાના જિગરી મિત્રને શ્રદ્ધાંજલિ આપી છે. નાના પાટેકર સાથેની તસવીર શેર…
શાહિદ કપૂરની પત્ની મીરા પહેલી વખત કરીના સાથે આ શોમાં ઔપચારિક રીતે કેમેરા સામે વાતચીત કરતી જોવા મળશે મુંબઈ, તા.૯ Kareena Kapoor Khan પોતાના લોકપ્રિય શો ‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝન સાથે પરત ફરી રહી છે. શોના નવા ટ્રેલરમાં મનોરંજન જગતના અનેક જાણીતા ચહેરાઓ સાથેની વાતચીતની ઝલક જોવા મળી છે. આ સીઝનમાં મીરા રાજપૂતની હાજરી ખાસ ચર્ચામાં છે. શાહિદ કપૂરની પત્ની મીરા પહેલી વખત કરીના સાથે આ શોમાં ઔપચારિક રીતે કેમેરા સામે વાતચીત કરતી જોવા મળશે.ટ્રેલરમાં કરીના મીરાને કહેતી જોવા મળે છે, “મને લાગે છે કે બધા આના માટે ઉત્સાહિત છે.” શૂટિંગ દરમિયાન કરીનાએ મીરા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા…
સંવેદનાએ ૨૦૧૩માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૪ની ગુજરાતી ફિલ્મ ‘બે યાર’થી તેને ઓળખ મળી Mumbai, તા.૯ ‘દૃશ્યમ ધ કન્ક્લૂઝન’માં વકીલ ગાયત્રી મોહનની ભૂમિકાથી અભિનેત્રી Samvedna Suvalkaને દર્શકો વખાણી રહ્યા છે. ફિલ્મની ત્રીજી કડીમાં તેની ભૂમિકા અગાઉ કરતાં વધુ વિસ્તૃત છે અને પ્રકાશ રાજ જેવા અનુભવી અભિનેતા સામેના કોર્ટરૂમ દૃશ્યોમાં પણ તેની હાજરીની નોંધ લેવાઈ છે. સંવેદનાના મતે આ સફળતા એકાએક મળેલી નથી, પરંતુ છેલ્લા ૧૦-૧૨ વર્ષના સતત સંઘર્ષનું પરિણામ છે.સંવેદનાએ ૨૦૧૩માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૪ની ગુજરાતી ફિલ્મ ‘બે યાર’થી તેને ઓળખ મળી, પરંતુ મુંબઈમાં આવીને લાંબા સમય સુધી ઓડિશન આપતા સંઘર્ષ કરવો પડ્યો. થિયેટર અને સ્વતંત્ર ફિલ્મો બાદ ‘જી…
એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘Drishyam ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી Mumbai, તા.૯ અભિનેત્રી શ્રીયા સરને ‘Drishyam’ ફ્રેન્ચાઇઝીનાં શૂટિંગ દરમિયાન મળેલા સહકારને યાદ કરતાં ફિલ્મ સેટ પર નવી માતાઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તાજેતરની વાતચીતમાં તેણે જણાવ્યું કે ‘દૃશ્યમ ૩’ના શૂટિંગ દરમિયાન ટીમ તેને ઘણી વખત ફિલ્મના મુખ્ય અભિનેતા અજય દેવગન કરતાં પણ વહેલી ઘરે મોકલી દેવાતી હતી.એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘દૃશ્યમ ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી. ત્રીજા ભાગનાં શૂટિંગ સુધીમાં દીકરી થોડી મોટી થઈ ગઈ હતી, પરંતુ ટીમે તેની…
Mumbai, તા.૮ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું માનવું છે કે જાપાનમાં એશિયન ગેમ્સ દરમિયાન મુશ્કેલ પિચો પર રમ્યા બાદ ભારતીય ટીમ ખાસ કરીને લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી૨૦માં ધીમી પિચોને સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ બની ગઈ હતી. જ્યાં ટીમનો આઠ વિકેટે આસાનથી વિજય થયો હતો. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની ટી૨૦ શ્રેણી રમાવાની છે, જેની શરૂઆત મંગળવારે લખનૌમાં થઈ હતી.ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે “બોલરોને લખનૌની વિકેટથી કોઈ વાંધો નહીં હોય. આ પિચના સ્વભાવને જોતા, અહીં ઝડપી બોલર તેમજ સ્પિનર બંને માટે થોડી મદદ મળી રહે છે અને બેટિંગ કરવી એટલી સરળ નથી. પરંતુ ભારતીય…
Mumbai, તા.૮ ટીવી પ્રેઝન્ટર અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ શેફાલી બગ્ગાએ ચર્ચાસ્પદ મહાદેવ બેટિંગ એપ સિન્ડિકેટ પાસેથી મળેલી રકમ સ્વેચ્છાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સોંપી દીધી છે. તપાસના ઈતિહાસમાં આ એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે, કારણ કે કદાચ આ પહેલો એવો મામેલો છે જ્યાં કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર સિન્ડિકેટમાંથી મળેલી ગુનાહિત આવક જાતે જ ઈડ્ઢને પરત કરી હોય.ઈડ્ઢ દ્વારા છત્તીસગઢની રાયપુર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, શેફાલી બગ્ગાને આ ગેરકાયદેસર એપના પ્રમોશનલ વીડિયો બનાવવા માટે કુલ ૧.૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ઈડ્ઢની પૂછપરછ બાદ બગ્ગાએ એજન્સીને વધારાના ૧.૨૦ કરોડ રૂપિયા પણ સોંપી દીધા છે. તેણે સ્પષ્ટતા કરી હતી…
Ahmedabad, તા.૮ શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે સરકારી અધિકારીઓ પણ સાયબર ઠગોના નિશાના પર આવ્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં સેવા આપતા નાયબ મામલતદાર સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના ઈન્ડિયન બેંકના ખાતામાંથી ઠગોએ રૂ. ૨,૬૨,૪૦૯ની રકમ બારોબાર ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, નિકોલ હરીદર્શન ચોકડી નજીક ગેલેક્ષી બંગ્લોઝમાં રહેતા અને કલેક્ટર કચેરી સુભાષબ્રિજ ખાતે એલિયન રિકવરી શાખામાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા કેયુર અરવિંદભાઈ ત્રિવેદી (ઉં.વ. ૫૭)ગત તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન બપોરના આશરે બે વાગ્યા…
