- ધનતેરસની જાદુઈ શીખ 🪔
- ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
- Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
- Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
- Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
Author: Vikram Raval
અક્ષય કુમાર, શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગ્જ કલાકારો આ બ્રાન્ડ્ઝનો પ્રચાર કરી ચુક્યા Mumbai, તા.૧૮ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ‘વિમલ ઈલાયચી’ની જાહેરાતને લઈને શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. બીજી તરફ સની દેઓલે હાલમાં જ કહ્યું હતું કે તેમને કરોડો રૂપિયા મળે છતાં પાન-મસાલા અને ઈલાયચી જેવી બ્રાન્ડની જાહેરાતો કરશે નહીં. જોકે, આ સાથે જ ઇન્ટરનેટ પર લોકોએ સની દેઓલની જૂની જાહેરાત શોધી લીધી હતી, જેમાં તે આ વસ્તુઓને સલંગ્ન જાહેરાતમાં દેખાયો હતો. ઇન્ટરનેટના યુગમાં જૂની વસ્તુઓ પણ છુપાયેલી રહેતી નથી. કંઈક એવું જ સની દેઓલ…
ફિલ્મ ‘આવરાપન ૨’ એ ઓવરસીઝમાં શરૂઆતના સપ્તાહમાં ૧૯.૩૧ કરોડની કમાણી કરી હતી Mumbai, તા.૧૮ ઇમરાન હાશ્મી અને દિશા પટનીની જોડીએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બંનેની જોડી ફિલ્મ ‘આવારાપન ૨’ દ્વારા સ્ક્રીન પર છવાઈ છે. ફિલ્મ ‘આવારાપન ૨’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. જેનો સીધો ફાયદો બોક્સઓફિસ પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં ૭૦ કરોડથી વધુ કલેક્શન કર્યું છે આ સાથે જ ઓવરસીઝ માર્કેટમાં પણ તેનો દબદબો જોવા મળ્યો હતો. ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન ૨’ને રજાનો ભરપૂર ફાયદો મળ્યો હતો. આ મૂવીએ બોક્સઓફિસ પર બે દિવસમાં જ રેકોર્ડબ્રેક કમાણી કરી લીધી હતી. જો કે શનિવારની…
ગોવિંદાની પરફોર્મન્સ પર ચાહકોને મિશ્ર પ્રતિક્રિયા મળી હતી, જેમાં ઘણા લોકોએ અભિનેતાનો ડાન્સ જોવાનું પસંદ કર્યું હતું Bangkok/Pattaya, તા.૧૮ બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર સાથે સમગ્ર દુનિયા સામે નજર આવ્યા બાદ ચર્ચામાં છે. અભિનેતાની પત્ની સુનિતા આહુજાએ ઘણીવાર તેમની ફિલ્મની નવી અભિનેત્રી સાથે તેમના કથિત અફેરની વાત કરી છે. સુનીતાની સાથે ચાલી રહેલા ઝઘડા વચ્ચે ગોવિંદા હાલમાં જ થાઈલેન્ડના પટાયામાં એક ક્લબમાં પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ પહેલા તે સ્કૂલના સ્ટેજ પર પણ નાચતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પટાયાના એક ક્લબમાં ગોવિંદાના ડાન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. કલબમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન અભિનેતાને…
નિખિલ ભટ્ટ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ રોકાણકાર મિત્રો, આનંદ ને…!! મંગળવારના સત્રમાં ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ નકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. અમેરિકન બજારના નબળા સંકેતો, પશ્ચિમ એશિયામાં ફરી વધેલા ભૂરાજકીય તણાવ અને કાચા તેલના ભાવમાં ઉછાળાને કારણે રોકાણકારોમાં જોખમ ઘટાડવાની ભાવના મજબૂત બની હતી. યુએસ-ઈરાન યુદ્ધવિરામની મુદત પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલ 91 ડોલર પ્રતિ બેરલથી ઉપર જતાં ભારતના આયાત ખર્ચ, ફુગાવો અને રૂપિયા ઉપર દબાણ વધવાની ચિંતા વધી હતી. પરિણામે બજારમાં શરૂઆતથી જ વેચવાલીનું દબાણ રહ્યું હતું. ગત સત્રમાં પણ ભારતીય બજાર નબળું બંધ થયું હોવાથી આજે વેચવાલીનું દબાણ આગળ વધ્યું હતું. સત્રની શરૂઆતમાં નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ઘટાડો નોંધાયો હતો…
New Delhi,તા,18 ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ચાહકોને ફરી એકવાર મેદાન પર ઘણા જૂના દિગ્ગજોને એકસાથે જોવાની તક મળશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ની ત્રીજી સીઝનમાં રમતા જોવા મળશે. આયોજકોએ સોમવારે આ જાહેરાત કરી. WCL ની ત્રીજી સીઝન 3 થી 18 ઓક્ટોબર દરમિયાન રમાશે. જોકે, ટુર્નામેન્ટનું સ્થળ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. વોર્નર ઉપરાંત, યુવરાજ સિંહ, એબી ડી વિલિયર્સ, ડ્વેન બ્રાવો, શાહિદ આફ્રિદી અને મોઈન અલી જેવા ભૂતપૂર્વ દિગ્ગજોની હાજરી પણ આ સીઝનમાં નિશ્ચિત છે. આયોજકો દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પહેલાથી જ જાણીતા ઘણા સ્ટાર્સ ત્રીજી સીઝનમાં તેમની ટીમનો…
London, તા. 18 લોસ એન્જિલિસ ઓલિમ્પિક 2028 શરૂ થવામાં હજુ બે વર્ષનો લાંબો સમય છે, પરંતુ ટોચનાં ટેનિસ ખેલાડીઓ અત્યારથી જ ચિંતામાં મુકાઈ ગયા છે. ઓલિમ્પિક 2028ની ટેનિસ સ્પર્ધાના શિડ્યુલને લઈને આર્યના સબાલેન્કા, એલેના રિબાકિના, ડેનિલ મેદવેદેવ જેવા અનેક ટોચનાં ખેલાડીઓએ સવાલો ઉઠાવ્યાં છે. હકીકતમાં, વિમ્બલ્ડન 2028 અને લોસ એન્જિલિસ ઓલિમ્પિકની ટેનિસ સ્પર્ધા વચ્ચે માત્ર ત્રણ દિવસનું અંતર છે. ઉલ્લેખનીય છે કે ત્યારે વિમ્બલ્ડન ફાઇનલ 16 જુલાઈના રોજ રમાશે, જ્યારે ઓલિમ્પિકમાં ટેનિસની મેચો 19 જુલાઈથી શરૂ થઈ જશે. પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો હતો વધુ સમય 2024 પેરિસ ઓલિમ્પિકની ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન પૂર્ણ થયાનાં લગભગ 13 દિવસ પછી શરૂ થઈ હતી. તેનાથી…
New Delhi તા, 18 જર્મન ક્લબ બાયર્ન મ્યુનિક અને આરબી લીપઝિગ વચ્ચે રમાયેલી પ્રી-સિઝન ફ્રેન્ડલી મેચ દરમિયાન એક ચિંતાજનક ઘટના સામે આવી છે. મેચની 88મી મિનિટે બાયર્ન મ્યુનિકનો 23 વર્ષીય સ્ટાર મિડફીલ્ડર જમાલ મુસિયાલા અચાનક જમીન પર ઢળી પડ્યો હતો અને થોડીવાર સુધી ત્યાં જ પડી રહ્યો હતો. તેને આવી રીતે પડેલો જોઈને સાથી ખેલાડીઓ અને મેડિકલ ટીમ તાત્કાલિક તેની તરફ દોડી ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તબીબી સ્ટાફે ઈશારો કરીને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું, જેનાથી ચાહકોને રાહત મળી હતી. મુસિયાલા બાદમાં કોઈના સહારા વિના પોતે જ ચાલીને મેદાનની બહાર ગયો હતો, જોકે તે થોડો અસહજ અને ચક્કર અનુભવતો…
New Delhi તા. 18 જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સાઈ સુદર્શન અને હર્ષિત રાણા જેવાં ભારતીય ક્રિકેટરોના વારંવાર ઈજાગ્રસ્ત થવા અંગે પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં મેદાન પર વાપસી કર્યાના થોડા જ સમયમાં ખેલાડીઓ ફરી ઈજાગ્રસ્ત થતાં બીસીસીઆઈના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) પર સવાલો ઊભા થયા છે. જોકે, ગાવસ્કરે CoEનો બચાવ કરતાં જણાવ્યું છે કે ખામી ફિઝિયોમાં નહીં પરંતુ ખેલાડીઓની તાલીમ પદ્ધતિમાં હોઈ શકે છે. ગાવસ્કરે પોતાનાં એક કોલમમાં લખ્યું છે કે, બુમરાહને ઘૂંટણની સમસ્યા છે પરંતુ મોટાભાગનાં ભારતીય ખેલાડીઓ હેમસ્ટ્રિંગ (સ્નાયુ)ની ઈજાથી પીડાઈ રહ્યા છે. આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે તેમની ટ્રેનિંગમાં કંઈક…
Ayodhya, તા. 17 ભારતનાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે અયોધ્યાની મુલાકાત લઈને પવિત્ર રામ મંદિર અને શ્રી હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. 47 વર્ષીય સેહવાગે સૌથી પહેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં. ત્યારબાદ અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરે પહોંચીને બજરંગબલીની વિશેષ પૂજા કરી હતી. આ આધ્યાત્મિક યાત્રા બાદ સેહવાગે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, “એક હી નારા, એક હી નામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અયોધ્યાના હનુમાન મંદિરનાં દર્શનની મારી આતુરતાનો આખરે અંત આવ્યો છે. કેટલીક મુસાફરી માઇલોમાં નહીં પરંતુ તમારી અંદર જે જાગૃતિ આવે છે તેનાથી માપવામાં આવે છે.”…
Gandhinagar તા.18 ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા, સુગમતા અને નાગરિકોની સુવિધા સુનિશ્ર્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી-કમ-મંત્રીની કામગીરી તથા જવાબદારીઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલી વિચારણાના અંતે પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગ્રામીણ સ્તરે નાના મોટા 90 થી 100 જેટલા કામો અને જો વિષય પ્રમાણે અલગ કરીએ તો કુલ 290 જેટલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગ્રામ્ય…
