- ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
- Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
- Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
- Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
- Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
Author: Vikram Raval
Surat,તા,18 શ્રાવણ માસની શરૂઆત સાથે જ ઉપવાસમાં લેવાતી ફરાળી વાનગીઓ અને ફરાળી લોટની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે તેની ગુણવત્તા સામે અગાઉ ઊભા થયેલા સવાલોને પગલે સુરત પાલિકાનો આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો છે. 2024માં તપાસ દરમિયાન ફરાળી લોટનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને સાબુદાણાનું સેમ્પલ અનસેફ જાહેર થયું હતું. આ યાદ રાખીને શ્રાવણના પ્રારંભે જ પાલિકાની ચાર ટીમોએ અઠવા-રાંદેરથી ઉધના સહિતના વિસ્તારોમાં દરોડા પાડી ફરાળી લોટ તેમજ તૈયાર ફરાળી વાનગીઓનું વેચાણ કરતા અંદાજે 15 જેટલા એકમોમાંથી સેમ્પલ લીધા છે. આ સેમ્પલ હવે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ કરતા હોવાથી શહેરમાં ફરાળી લોટથી માંડીને સાબુદાણા…
Vadodara,તા,18 તરસાલી સોમા તળાવ રોડ પર યુવક પર ચાકૂના ઘા ઝીંકી હત્યા કરનાર બે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા જેલભેગા થયા હતા.જન્મ દિવસે જ જીવ ગુમાવનાર મેહુલના ભાઇ રોહને મકરપુરા પોલીસને જણાવ્યું હતું કે, ગત ૧૨ મી તારીખે બપોરેે પોણા બે વાગ્યે હું, મારો ભાઇ મેહુલ,કાકાનો દીકરો રાહુલ, વિશાલ તથા મિત્રો નિખીલ સોલંકી, મયૂર રાઠોડ બાઇક અને મોપેડ લઇને નાસ્તો કરીને વુડાના મકાન તરફ આવતા હતા. તે દરમિયાને પાછળથી બાઇક અને મોપેડ પર વિજય સોની, પદમ સોની, માનવ, મિને તથા અન્ય ત્રણથી ચાર લોકોેએ આવીને હુમલો કરતા મેહુલનું મોત થયું હતું. મકરપુરા પી.આઇ. એ.એમ.ગોહિલે બે આરોપી…
Vadodara,તા,18 વડોદરા જિલ્લા પંચાયતમાં વિપક્ષના માત્ર બે જ સભ્યો હોવાને કારણે સામાન્ય સભામાં કોઇ ખાસ ચર્ચા થતી નથી.પરિણામે આજે મળેલી સામાન્ય સભા માત્ર દસ જ મિનિટમાં આટોપી લેવાઇ હતી.જિલ્લા પંચાયતમાં દર ત્રણ મહિને મળતી સામાન્ય સભામાં અગાઉ વિપક્ષી સભ્યો સ્કૂલો,રસ્તાઓ અને વહીવટી કામોની ક્ષતિઓ કાઢી બે થી ત્રણ કલાક સુધી ઉગ્ર રજૂઆતો કરતા હોવાથી સભા તોફાની થતી હતી.પરંતુ આ વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના માત્ર બે જ સભ્યો છે અને ભાજપ પાસે ૩૨ સભ્યો છે.જેથી સામાન્ય સભામાં કામો મૂકીને તરત જ મંજૂરી આપી દેવામાં આવતા હોવાથી વિપક્ષી સભ્યોની કોઇ અસર જોવા મળતી નથી.
Vadodara,તા,18 વડોદરામાં રથયાત્રા દરમયાન મોંગીયા ગેંગની સાથે રાજસ્થાનની બાવરીયા ગેંગ પણ સક્રિય હોવાનું પોલીસે શોધી કાઢ્યંુ છે. ક્રાઇમ બ્રાન્ચે બાવરીયા ગેંગના બે મુખ્ય સાગરીતને ઝડપી પાડયા છે.વડોદરામાં તાજેતરમાં અષોઢી બીજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અછોડા,મોબાઇલ અને પર્સ લૂંટવાના બનાવો બન્યા હતા.જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય ગામેતી,પીઆઈ ડી જે ચૂડાસમા અને ટીમે અગાઉ મોંગીયા ગેંગને ઝડપી પાડી હતી.આ ટોળકીની પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાવરીયા ગેંગ વિશે પણ માહિતી મળી હતી.જેથી પોલીસની ટીમે રાજસ્થાન અને હરિયાણાની બોર્ડરના ગામોમાં વોચ રાખી બાવરીયા ગેંગના જિતેન્દ્રસિંગ બહાદૂરસિંગ તેમજ આરતી ધરમસિંગ બાવરીયા(બંને રહે.ધંધોલી ગામ,અલવર, રાજસ્થાન)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેમણે રથયાત્રામાં ચાર અછોડા લૂંટયાની કબૂલાત…
Ahmedabad,તા,18 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને ડમી સિમકાર્ડ, મોબાઈલ નંબર અને વોટ્સએપ એકાઉન્ટ પૂરા પાડતી ગેંગના બે સાગરીતોને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ સાથે જ ચીન, પાકિસ્તાન, ભારત અને હોંગકોંગ સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થયો છે.અમદાવાદના વેપારી પ્રવીણ બાવડિયા સાથે આચરેલા ‘બોસ સ્કેમ’ (Boss Scam)ની તપાસ દરમિયાન આ સફળતા મળી છે. 23મી જૂનના રોજ આરોપીઓએ આરબીઆઈ (RBI)ના અધિકારી હોવાની ઓળખ આપી વેપારીના મોબાઈલ પર વોટ્સએપ મારફતે એક ઝીપ (ZIP) ફાઈલ મોકલી હતી અને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાનો ડર બતાવ્યો હતો. ત્યારબાદ કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીના નામે વોટ્સએપ મેસેજ કરી એકાઉન્ટન્ટ…
Ahmedabad,તા,18 અમદાવાજના વસ્ત્રાલમાં રહેતા યુવકને કેનેડા જવાની ઈચ્છા ભારે પડી હોવાની ઘટના સામે આવી છે. એક પરિચિત દ્વારા તેણે સાયન્સ સિટી રોડ પર ગુરુ ઇન્ટરનેશનલ નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતા એજન્ટ નિતેશ રાવલના સંપર્કમાં આવ્યા હતા. નિતેશે કેનેડાના વિઝા અને અન્ય તમામ પ્રક્રિયા સરળતાથી કરી આપવાનો દાવો કરીને આ યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો.બંને પક્ષો વચ્ચે ચિલોડા રોડ પર થયેલી પ્રાથમિક મુલાકાતમાં કેનેડા જવા માટે કુલ 20 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. આ ડીલ મુજબ પ્રક્રિયા શરૂ કરવા માટે એડવાન્સ પેટે 6 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. એજન્ટની વાતો પર વિશ્વાસ મૂકીને વર્ષ 2024માં કાર્તિક અને તેનો પરિવાર…
Ahmedabad,તા,18 અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાંથી લાખો રૂપિયાની સોનાની લેડિઝ ઘડિયાળ ચોરી જવાનો ભેદ સોલા હાઇકોર્ટ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશના 22 વર્ષીય યુવકની અટકાયત કરી તેની પાસેથી ચોરી થયેલી સોનાની ઘડિયાળ રિકવર કરી છે.મળતી માહિતી અનુસાર, 16મી ઓગસ્ટ 2026ના રોજ ગોતાના વંદેમાતરમ્ રોડ પર આવેલા શક્તિ ઈ.ટી.સી. કોમ્પ્લેક્ષના એ-બ્લોકમાં સ્થિત એક બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના બની હતી. સવારના 10થી રાત્રિના 9 વાગ્યાના સમયગાળા દરમિયાન એક શખસ શોરૂમમાંથી ટાઇટન કંપનીની ‘નેબ્યુલા’ મોડેલની સોનાની લેડીઝ ઘડિયાળ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં…
Gandhinagar,તા,18 અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે મોંઘવારી વચ્ચે સીધો પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ભાવવધારા બાદ આજથી જ આ નવા ભાવ અમલી બનાવી દેવામાં આવ્યા છે.ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલા 3.75 રૂપિયાના વધારા બાદ સીએનજીના નવા 88.76 રૂપિયા થયો છે. જ્યારે જૂનો ભાવ 85.01 રૂપિયા પ્રતિ કિલો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધારી દેતાં સીએનજી વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. મોંઘવારીના સમયમાં ઈંધણના ભાવ…
Ahmedabad,તા,18 અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે એક યુવતી ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારે પોતાની બીમાર દીકરીને મેલી વિદ્યામાંથી મુક્ત કરવાના આશાયે ઘરે બોલાવેલા ભુવાએ વિધિના બહાને યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં આ સમગ્ર કરતૂત સામે આવ્યું છે, જેના આધારે સોલા પોલીસે ચંદ્રેશ પંચાલની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે. વિધિના બહાને અવારનવાર આચર્યું દુષ્કર્મ સોલા પોલીસ સ્ટેશનના PIના જણાવ્યાનુસાર, પરિવારે પોતાની બીમાર દીકરીને સાજી કરવા માટે પોતાના જ સમાજના અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા ભુવો ચંદ્રેશ પંચાલ પર વિશ્વાસ મૂકી તેને ઘરે બોલાવ્યો હતો.…
Ahmedabad,તા,18 દર વર્ષે 18 ઓગસ્ટના રોજ ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રીસર્ચ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સામે આવેલા આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 17,682થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. આ પૈકી સૌથી વધુ 32% કેસ 41થી 50 વર્ષની વયજૂથની મહિલાઓમાં જોવા મળ્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં જ બ્રેસ્ટ કેન્સરના કેસોમાં 11.50%નો વધારો નોંધાયો છે.ગ્લોબોકેનના અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સરના અંદાજે 1.99 કરોડથી વધુ નવા કેસ નોંધાય છે, જેની સામે ભારતમાં વાર્ષિક અંદાજે 14.13 લાખ નવા કેસ સામે આવે છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના…
