Author: Vikram Raval

અમેરિકા દ્વારા ટેરિફનું પ્રેશર અને બંને દેશો વચ્ચે વેપાર કરાર મુદ્દે કોઈ ચર્ચા ન થતાં રૂપિયા પર દબાણ વધ્યું છે New Delhi, તા.૨૯ ટેરિફ વોર અને ભારત-અમેરિકાના વણસી રહેલા વેપાર સંબંધોના કારણે રૂપિયો આજે ૬૪ પૈસા સુધી ગગડ્યો છે. આ સાથે રૂપિયો ડૉલર સામે ઐતિહાસિક ૮૮.૨૯ના તળિયે પહોંચ્યો છે. અમેરિકા દ્વારા ટેરિફનું પ્રેશર અને બંને દેશો વચ્ચે વેપાર કરાર મુદ્દે કોઈ ચર્ચા ન થતાં રૂપિયા પર દબાણ વધ્યું છે. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી પણ આ કડાકા માટે જવાબદાર રહી છે. આજે શુક્રવારે  ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા તૂટી ૮૭.૭૬ પર ખૂલ્યો હતો. જે બાદમાં ઇન્ટ્રા ડે ૮૮.૩૩ના ઓલટાઇમ…

Read More

વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન ઇકોનોમિક ફોરમના મંચ પરથી જણાવ્યું કે, જાપાનની કંપનીઓએ ભારતમાં બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે Tokyo, તા.૨૯ જાપાન પહોંચ્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે (૨૯ ઓગસ્ટ) કહ્યું કે, જાપાન હંમેશા ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. તેમણે કહ્યું કે મેટ્રોથી લઈને ઉત્પાદન, સેમિકન્ડક્ટરથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધીના દરેક ક્ષેત્રમાં આપણી ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે. તેઓ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત-જાપાન આર્થિક મંચમાં હાજરી આપવા જાપાન પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીની આ જાપાન મુલાકાત ઘણી રીતે ખાસ રહેવાની છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “હું આજે સવારે ટોક્યો પહોંચ્યો છું. મને ખૂબ આનંદ છે કે, મારી મુલાકાત…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૮૦ સામે ૮૦૦૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૫૧ સામે ૨૪૬૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૪૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યાઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.64ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.20202 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.273661 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.16711 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23901 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.293864.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20202.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.273661.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 23901 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1230.57 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.16711.95 કરોડનાં કામકાજ થયાં હતાં.…

Read More

Bhavnagar તા.29 રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક પ31 થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે  જિનાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આરાધકોને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી…

Read More

Bhavnagar તા.29 ભાવનગર શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે અડધો ઇંચ અને ઘોઘા માં એક ઇંચ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં મોડી રાત્રી દરમિયાન વરસાદી માહોલ ઊભો થયો હતો. મોડી રાત્રે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. ત્યારે ઘોઘામાં એક ઇંચ અને સિહોર તથા પાલીતાણામાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર શહેરમાં 11 મી.મી. ઘોઘા માં 22 મી.મી. ,સિહોર માં 2 મી.મી. અને પાલીતાણામાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.

Read More

Surat તા.29 હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તાપીના ડોલવણમાં 6 ઇંચ વરસાદ જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. આજે સવારે નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડ્યો છે, જ્યાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને કારણે તાપી જિલ્લાની નદીઓ જેવી કે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત,…

Read More

Bhavnagar તા.29 ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 10 આરોપીની ધરપકડ કરી તેઓની પાસેથી કુલ 1,45,997 રૂપિયાની કિંમતના 10 મોબાઈલ ફોન  કબજે કર્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલસીબી  સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાનજુદા-જુદા વિસ્તારમાંથી 10 જેટલા મોબાઈલ ચોરી સાથે 10 શખસને ઝડપી લીધા હતા. જેમાં પકડાયેલા આરોપીઓમાં સોહેબ સિકંદરભાઈ શેખ (ઉં.વ.28 રહે.વડવા સીદીવાડ, તનજીમ પાર્કની સામે), કિશન પ્રવિણભાઈ દેવીપૂજક (ઉં.વ.20 રહે. માલણકા), વિનીત હિતેશભાઈ સુમરા (ઉં.વ.18 રહે. આનંદનગર, વણકરવાસ, ઉત્તર બુનિયાદી અખાડાની બાજુમાં), કમલ ઉર્ફે ચોટલી અરવિંદભાઈ બારૈયા (ઉં.વ.30 રહે. વાલ્કેટ ગેઈટ, ભાંગના કારખાના સામે, વાલ્મીકી વાસ), શૈલેષ કાળુભાઈ…

Read More

Gondal તા.29 દિવ્ય અખંડ દિવ્ય શતાબ્દી તેમજ માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દી નિમિતે શાંતિ કુંજ હરિદ્વાર થી નીકળેલી જયોતી કલશ રથ યાત્રા ગોંડલમાં 30 થી 3/9 એમ પાંચ દિવસ દિવ્ય ગોંડલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરશે. તા.30મી ઑગસ્ટના સાંજે 5 વાગે બ્રહ્માણી નગરના 01 સપ્ટેમ્બર એ સવારે 10 વાગ્યે જલારામ મંદિર, 11 વાગ્યે શાળા ન.16, 11.30 વાગ્યે વડલેશ્વર મહાદેવ મંદિર પુનિત નગર 2.30 ગ્રીનપાર્ક, 3.30 એ શ્રી ગયાત્રી મંદિર તેમજ 02 સપ્ટેમ્બર એ સવારે 8.30 કલાકે સુરેશ્વર પાર્ક, 9.30 રોયલપાર્ક, સાંજે 4 વાગે કાદવની નગર રામજી મંદિર તથા સાંજે 5.30 કલાકે પંચવટી સોસાયટી તેમજ 03 સપ્ટેમ્બર એ સવારે 8.30…

Read More

Jasdan તા.29 સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં રાધાષ્ટમી મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. જસદણ શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ શ્રીનાથજી હવેલી જસદણમાં બહેનો માટે ચાલતા રાધેકૃષ્ણ ગોપી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  તા. 31-08-2025 ને રવિવારે ભાદરવા સુદ આઠમના રોજ રાધાષ્ટમી મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 9 કલાકે બાળકો દ્વારા રાધાજી અંગે સ્પીચ, 9.30 કલાકે બાળકો દ્વારા ધાર્મિક નૃત્ય,10 કલાકે રાધાજીના જીવન વિશે પ્રશ્નોતરી,11 કલાકે બહેનો દ્વારા ગોપી રાસ,11.30 કલાકે પલના નંદ મહોત્સવ તિલક દર્શન કીર્તન તથા આરતી તથા બપોરે 12.30 કલાકે બહેનો માટે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.…

Read More