Author: Vikram Raval

મેષ આજના દિવસે ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ તકેદારી રાખવાની જરૂર છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખે તેવો ખોરાક લેવો. આ રાશિ ના મોટા વેપારીઓ ને આ ના દિવસે ઘણું સોચી અને સમજી ને પૈસા નિવેશ કરવા ની જરૂર છે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. એક મુશ્કેલ તબક્કા બાદ, આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે. આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આના થી તમારા મન…

Read More

દર્દીઓને આપવામાં આવતું ભોજન ગ્રહણ કરી અને સ્વાદની ગુણવત્તા ખાતરી કરી Rajkot તા.૭ઃ શહેરના વિડીયો સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર કમલ ડોડીયા દ્વારા ભોજન વ્યવસ્થામાં સરપ્રાઈઝ ચેકિંગ કરી અને ભોજનની તૈયારી, મેનુ, ગુણવત્તા, સમયસર, વિતરણ દર્દીઓ, સુધી ભોજન પહોંચાડવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવી અને સૂચનો કર્યા હતા.આ અંગે મળતી માહિતી મુજબ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ માં ભોજનની વ્યવસ્થા અંગે ગઈકાલે તબીબી અધિક્ષક ડો કમલસિંહ ડોડીયા દ્વારા ભોજન વ્યવસ્થાને લઈને સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી જેમાં દર્દીઓ માટે તૈયાર કરવામાં આવતા ભોજન ની સામગ્રી વ્યવસ્થા અંગે સંબંધિત જવાબદાર કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી જેમાં ભોજન ની તૈયારી મેનુ, ગુણવત્તા,…

Read More

હોમગાર્ડ જવાન ગુમ થયા બાદ મૃતદેહ રાંદેડા તળાવમાંથી ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢ્યો Rajkot તા.૭ઃ શહેરના સામાકાંઠે ભગવતીપરામાં રહેતા ૨૬ વર્ષીય હોમગાર્ડ જવાને બીમારીથી કંટાળીને ગઈકાલ કાલે ઘરે નીકળી ગયેલની સાંજે રાંદેડા તળાવમાંથી મૃતદેહ મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સામા કાંઠા વિસ્તારમાં ભગવતીપરામાં રહેતા અને હોમગાર્ડ ફરજ બજાવતા તુષારભાઈ જયંતીભાઈ લોખીલ ઉંમર વર્ષ…

Read More

પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યના અવસાનથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળમાં શોકની લાગણી (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૭ઃ Amreli જિલ્લાના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા કોંગ્રેસના પીઢ આગેવાન, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ કેશવભાઈ ઠુમ્મરનું આજે નિધન થતાં અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જાહેર જીવનમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર વીરજીભાઈ ઠુમ્મરના અવસાનના સમાચારથી કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા તેમના સમર્થકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વીરજીભાઈ ઠુમ્મરના નિધનના સમાચાર પ્રસરી જતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તથા તેમના શુભેચ્છકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં…

Read More

ધારીના વીરપુરમાં ડુક્કરના શિકાર પાછળ દોડેલી સિંહણ પણ કૂવામાં પટકાઈ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૭ઃ અમરેલી જિલ્લામાં સિંહોની માનવ વસાહત નજીક વધતી અવરજવર વચ્ચે કૂવામાં સિંહણો ખાબકવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જાફરાબાદના બાબરકોટમાં રાત્રિના અંધારામાં શિકારની શોધમાં નીકળેલી સિંહણ પાણી પુરવઠાના ખાલી કૂવામાં ખાબકી હતી. જ્યારે ધારીના વીરપુર ગામે ડુક્કરના શિકાર પાછળ દોડેલી સિંહણ અને તેનો શિકાર બંને પાણી ભરેલા કૂવામાં ખાબક્યા હતા. બંને સ્થળે વનવિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ સિંહણોને સલામત રીતે બહાર કાઢી હતી. પ્રથમ બનાવમાં જાફરાબાદ તાલુકાના બાબરકોટ વિસ્તારમાં રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલી સિંહણ પાણી પુરવઠાના ખાલી કૂવામાં ખાબકી જતા…

Read More

નવા મંજૂર થયેલા નેશનલ હાઇવેમાં પણ બંને મહત્વના માર્ગોને ફોરલેનનો દરજ્જો નહીં નાના માચીયાળા પાસે ડાયવર્ઝનનો ધૂળિયો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૭ઃ ગુજરાત રાજ્યને ડો. જીવરાજ મહેતાના સ્વરૂપમાં પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર અમરેલી જિલ્લો આજે આઝાદીના ૮૦ વર્ષ બાદ પણ અનેક પાયાની માળખાકીય સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા એક દાયકાથી વાહન ચાલકો અને નાગરિકો દ્વારા અમરેલીથી બાબરા તથા અમરેલીથી ચાવંડ વચ્ચેના માર્ગને ફોરલેન બનાવવાની ઉઠતી માંગને હજુ સુધી સંતોષવામાં આવી નથી. તાજેતરમાં નવા નેશનલ હાઇવેને મંજૂરી આપવામાં આવી હોવા છતાં આ બંને મહત્વના માર્ગોને ફોરલેન કરવાની માંગનો સમાવેશ ન થતાં વાહન ચાલકોમાં ફરી…

Read More

સોમવારે રાત્રે ચિકન ટીક્કા, ચિકન લોલીપોપ સહિતની વાનગીઓ આરોગ્યા બાદ બીજા દિવસે તમામ લોકોની તબિયત લથડી (નયના દવે દ્વારા) Jamnagar તા.૭ઃ જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ ૩૦થી ૩૫ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવતાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું તંત્ર દોડતું થયું હતું. અસરગ્રસ્તોને સરકારી જી.જી. હોસ્પિટલ તેમજ બેડેશ્વર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ, તા.૪ ઓક્ટોબરની રાત્રિના સમયે બેડેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રહેતા ૩૦થી ૩૫ જેટલા લોકોએ એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી બિરયાની સહિતની અલગ અલગ નોનવેજ વાનગીઓ ખરીદી હતી. જેમાં ચિકન ટીક્કા,…

Read More

પંચકોશી-બીના પીએસઆઈ સહિત ૮ પોલીસકર્મી સસ્પેન્ડ પીએસઆઈ એલ.બી. જાડેજા સહિત સાતની સુરેન્દ્રનગર અને એકની દેવભૂમિ દ્વારકા બદલી  એસએમસીના દરોડામાં રૂ.૧.૩૭ કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હતો (નયના દવે દ્વારા) Jamnagar તા.૭ઃ જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે દરોડો પાડી મોટા પાયે ચાલી રહેલા વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ કરી રૂ.૧,૩૭,૫૮,૪૯૧નો મુદ્દામાલ કબજે કર્યા બાદ સ્થાનિક પોલીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પંચકોશી-બી પોલીસ મથકની હદમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા પીએસઆઈ સહિત કુલ ૮ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી જિલ્લાફેર બદલી કરવામાં આવી છે. એસએમસીના દરોડા દરમિયાન રૂ.૩૭,૨૧,૮૪૮ની કિંમતની વિદેશી દારૂની ૧૦,૪૦૯ બોટલ મળી આવી…

Read More

બેંકમાંથી રોકડ ઉપાડી ૨૭ મહિના સુધી પોલીસ પકડથી દૂર રહેનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા Rajkot તા.૭ઃ માર્કેટિંગ યાર્ડની પેઢીના રૂ.૪૫ લાખ લઈ ૨૭ મહિના સુધી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા રોનકભાઈ ઉદેશીની માર્કેટિંગ યાર્ડ સ્થિત પેઢીમાં નોકરી કરતા અમિત ઉર્ફે લાલો ડાભી નામનો કર્મચારી બેંક ઓફ બરોડાની યુનિવર્સિટી રોડ શાખામાંથી પેઢીના રોકડા રૂ.૪૫ લાખ ઉપાડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ગુના ઝડપાયેલા આરોપી અમિત ઉર્ફે લાલો ડાભી દ્વારા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન…

Read More

૭૭ હજારના બે ક્લેમ સામે કંપનીએ ૩૨-૩૨ હજાર જ ચૂકવતા પોલિસીધારકે કરી હતી ફરિયાદ Rajkot તા.૭ઃ મોતિયાના ઓપરેશનનો ખર્ચના મેડિક્લેમમાં માત્ર આંશિક ક્લેમ મંજૂર કરી સેવામાં ખામી રાખ્યાની પોલિસી ધારકની ફરિયાદ ગ્રાહક આયોગે પોલિસીમાં કલોઝ ૨.૧૭ની સ્પષ્ટ જોગવાઈ ધ્યાને લઈ નામંજૂર કરી છે.વધુ વુગત મુજબ, સુરેન્દ્રનગર ખાતે રહેતા મુકેશ રસીકલાલ વજેરીયાના પત્ની હર્ષાબેનને જમણી અને ડાબી આંખમાં ડો.પરેશ બાવીશી પાસે ઓપરેશન કરાવ્યા હતા, જેમાં ડોકટરે કવોલિટી લેન્સ ફીટ કરેલ હતા. તેમાં મુકેશભાઈ વજેરીયાએ ‘‘બેન્ક સારથી મેડી કલેઈમ ઈન્સ્યુરન્સ પોલિસી‘‘ ઓરિએન્ટલ વીમા કંપની પાસેથી લીધેલ હોય, તેમાં બંને ઓપરેશનના વારાફરતી કલેઈમ ફોર્મ, જરૂરી દસ્તાવેજો અને બિલો સાથે સબમિટ કરી કુલ રૂા.…

Read More